Gold Silver Market: શું હવે ગોલ્ડની તેજીનો ફુગ્ગો ફૂટી જશે?

by Investing A2Z
Gold Silver Market

અમદાવાદ- વીતેલા સતત પાંચમાં સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં(Gold Silevr Market) ઐતિહાસિક તેજીની આગેકૂચ રહી હતી. ગોલ્ડ 3824 ડૉલર અને સિલ્વર 46.94ની રેકોર્ડ નવી હાઈ ભારે ટ્રેડિંગ વોલ્યૂમ સાથે બનાવી હતી. દરેક ઊંચા મથાળે આવતી વેચવાલી ખવાઈ જતી હતી અને નવા ઊંચા ભાવે નવી લેવાલી ચાલુ રહી હતી,(Gold Rate Today) જેથી ભાવ નવી ઊંચાઈ સર કરી રહ્યા છે.(Gold Price Today) હવે આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર કયા નવા ઊંચા ભાવ બતાવશે? ગોલ્ડ સિલ્વરમાં નવી તેજી આવવા પાછળ કયા કારણો? શું હવે ગોલ્ડની તેજીનો ફુગ્ગો ફૂટી જશે?(Will the gold bullish bubble burst now?) સોના ચાંદી બજારમાં ચર્ચાઈ રહ્યું છે કે ગોલ્ડ સિલ્વરની તેજીનો બબલ છે, કૌભાંડ બહાર આવશે. આમાં કેટલી સચ્ચાઈ? શું ગોલ્ડ સિલ્વરની તેજી જોખમી તબક્કામાં છે?

Pls Wacth the video…..

સૌથી પહેલા વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વરની સપ્તાહિક વધઘટ પર નજર કરીયે…

અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 3,900 રૂપિયા ઉછળી 1,18,300 રહ્યો હતો. ચાંદીનો ભાવ 13,500 ઉછળી 1,45,000ના ઊંચા ભાવે રહ્યો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે સામાન્ય ઘટી 3718 ડૉલર થઈ અને નવી લેવાલી ચાલુ રહેતાં વધુ ઝડપથી ઉછળીને 3824 ડૉલરની લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી અને સપ્તાહને અંતે 3809 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 104 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 43.37 ડૉલર થઈ અને જોરદાર લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 46.94 ઑલ ટાઈમ હાઈ ભાવ બતાવ્યો હતો અને અંતે 46.65 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 3.70 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 3683 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી ચાલુ રહેતાં ઝડપથી ઉછળી 3791 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 3760 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 76 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 43.01 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 46.65 ડૉલર થઈ અને અંતે 46.02 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 2.92 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વીઝા ફી 1 લાખ ડૉલર કર્યા પછી આઈટી કંપનીઓની મુશ્કેલીઓ વધી છે. હવે ટ્રમ્પે ફાર્મા કંપનીઓની બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પર 100 ટકા ટેરિફ લાદ્યો છે. પહેલી ઓકટોબરથી તેનો અમલ થશે. આમ ટ્રમ્પના ટેરિફનો ભય ચાલુ રહ્યો હતો. હવે ટ્રમ્પ શેના પર ટેરિફ નાંખશે, તેવી ચર્ચાઓ સતત ચાલતી રહે છે. આમ ટેરિફને કારણે જ અમેરિકન ઈકોનોમી પર આગામી દિવસોમાં નેગેટિવ અસરો જોવા મળવાની છે.

અમેરિકન ડૉલર અને અન્ય કરન્સીની ખરીદ શક્તિમાં વિશ્વાસ ઘટતો જાય છે. જેથી કિમતી ધાતુઓ તરફ સતત આકર્ષણ રહ્યું છે. બીજી તરફ યુએસ કોંગ્રેસ સરકાર 30 સપ્ટેમ્બર સુધીમાં ફંડિગ કાયદો પસાર નહી કરે તો યુએસ સરકાર સંભવત બીજા શટડાઉન કરવાનો વારો આવશે. જો રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ ડીલ કરવામાં સફળ થશે તો પણ નુકસાન પહેલાથી જ થઈ ગયું છે. કારણ કે યુએસ સરકાર ટ્રેઝરીઝથી બજાર ભરાઈ જશે અને જેનાથી દેવું વધશે. જો કે વધતાં વ્યાજ દર એ ગોલ્ડ માટે નેગેટિવ રહ્યા છે.

ઈન્વેસ્ટરો અને રાષ્ટ્રો યુએસ ડૉલરમાં વિશ્વાસ ગુમાવી રહ્યા છે, તેમ ટ્રેઝરીની ઉપજ વધતી રહેશે. આ વાતાવરણમાં ગોલ્ડ છેલ્લી વૈશ્વિક નાણાકીય અને કિમતી સંપતિ બની છે. ગત શુક્રવારે ગોલ્ડ આધારિત ઈટીએફ, એસપીડીઆર ગોલ્ડ શેરમાં ઊંચા ભાવે 18 ટનની સૌથી મોટો રેકોર્ડ ઈનફ્લો થયો, એટલે કે ખરીદી થઈ. તેનો અર્થ એવો થાય કે નવી રોકાણ માંગ ચાલુ જ રહી છે.

આ સંજોગોમાં સેન્ટ્રલ બેંકોની માંગ ચાલુ છે અને સાથે ચીનની ખરીદી પણ રહી છે. બજારના વિશ્લેષકોના કહેવા પ્રમાણે પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ સત્તાવાર રીતે અહેવાલ આપે છે, તેના કરતાં વધુ ગોલ્ડ ખરીદી રહ્યું છે. ફ્રેન્ચ બેંકે અંદાજ લગાવ્યો હતો કે ચીન 2022થી દર મહિને અંદાજે 33 ટન સોનું ખરીદી રહી છે. જેથી જ ગોલ્ડ સતત ને સતત નવા હાઈ બનાવી રહ્યું છે.

સોનાના ભાવ એટલા બધા ઊંચા થઈ ગયા છે, જેથી આ ભાવે ખરીદતા ડર લાગે છે. તેના રોકાણકારોએ સિલ્વર ખરીદી શરૂ કરી દીધી છે. સિલ્વર છેલ્લા છ સપ્તાહથી સતત વધીને 14 વર્ષના ઊંચા સ્તરે પહોંચી ચુકી છે. ગ્રે મેટલમાં પણ રોકાણ વધી રહ્યું છે. જેમાં એક સપ્તાહમાં 7 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

યુએસ ફેડરલ રીઝર્વે 25 બેસીસ પોઈન્ટનો ફેડ રેટ કટ કર્યા પછી હજી ફેડરલ રીઝર્વ પાસે 2025ના વર્ષના અંત સુધીમાં હજી પચાસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરવાની પુરતી જગ્યા છે. હવે આગામી સપ્તાહે રોજગાર ડેટા ખૂબ જ મહત્ત્વના બની રહેશે. યુએસ લેબર માર્કેટનો ડેટા નબળો આવશે તો યુએસ વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષા વધશે, જે ગોલ્ડના ભાવને વધુ મજબૂત ટેકો આપશે. વ્યાજ દર ઘટે ત્યારે ગોલ્ડ તરફ રોકાણનો પ્રવાહ આવતો હોય છે. પરંતુ આ વખતે આવતાં લેબર માર્કેટના રીપોર્ટમાં સુધારો જોવા મળશે, તેવી ધારણા છે.

હવે આપણે આગામી સપ્તાહ કેવું રહેશે, તેના પર ચર્ચા કરીએ. ગોલ્ડ અને સિલ્વર માર્કેટ બુલિશ છે. સતત પાંચ સપ્તાહથી તેજી થઈ રહી છે. ગોલ્ડ 3800 ડૉલર પાર કરી ગયું છે, 4000 ડૉલર થશે, તેવી વાતો તો ત્રણ સપ્તાહથી ચાલી રહી છે, હવે માત્ર 200 ડૉલર બાકી રહ્યા છે. જો કે પાંચ સપ્તાહની તેજી પછી એક રીએક્શન આવવું જોઈએ. ટેકનિકલી પણ માંગ છે કે એકાદ ઘટાડો આવે તે જરૂરી છે.

બીજુ માર્કેટમાં હાલ એવી વાતો પણ ચાલી રહી છે કે તેજીનો ફુગ્ગો ફૂટી જશે અને તેજીનો બબલ છે, કૌભાંડ છે. એવું કાંઈ નથી. સેન્ટ્રેલ બેંકોની સતત ખરીદીને કારણે તેમજ બુલ ઓપરેટરોએ પણ ભારે ખરીદી કરી છે, જેથી જ ગોલ્ડમાં તેજી આગળ વધી રહી છે.

ગોલ્ડ સિલ્વર બજારની તેજી જોખમી તબક્કામાં તો છે જ. આટલી બધી તેજી થાય પછી કડાકો ક્યારે બોલશે, તે તેની આગાહી કરવી મુશ્કેલ છે. હાલ તેજીના કારણો આવ્યા કરે છે અને ગોલ્ડમાં તેજી થયા કરે છે. પણ જ્યારે તેજીનો એક પોઈન્ટ આવશે પછી વેચવાલી આવશે. બજારમાં તેજી પછી મંદી આવતી જ હોય છે.

હવે આગામી સપ્તાહે ટેકનિકલી 3812 ડૉલર પ્રથમ રેઝિસ્ટન્સ લેવલ રહેશે. જો 3812 ડૉલરનું લેવલ કૂદાવશે તો 3882 ડૉલરનું બીજુ રેઝિસ્ટન્સ લેવલ આવશે. નીચામાં 3751 ડૉલરનો સ્ટોપલોસ રાખીને બાય કરી શકાય અથવા હોલ્ડ કરી શકાય. તેમજ હાલના સંજોગોમાં 3812 ડૉલરના લેવલે તેમ રોકાણમાં નફો કરી શકો છો. નીચામાં ખરીદી કરવાની તક મળશે.

ભારતીય રૂપિયામાં સોનું 1,19,000 અને 1,17,000ની રેન્જમાં રહેશે. ચાંદી પણ 146,000 અને 1,40,000ની રેન્જમાં રહેશે. ભારતમાં નવરાત્રિ પછી હવે દિવાળીના તહેવારો આવશે. ગુરુપુષ્ય નક્ષત્રમાં સોનું ચાંદી ખરીદીને શુભ મનાય છે. પણ આ વખતે ભાવ ખૂબ ઊંચા હોવાથી સોના ચાંદીમાં ખરીદી સાવ ફીક્કી રહેશે. આમ પણ ભારતના સોના ચાંદીના જ્વેલર્સના શો રૂમમાં ઘરાકી ખૂબ જ ઘટી ગઈ છે. જ્વેલર્સ ગ્રાહકોની શોધમાં છે, પણ ખરીદનાર કે વેચનાર આવતાં નથી.

આગામી સપ્તાહની મહત્ત્વની ઈવેન્ટ્સ

સોમવાર- યુએસ પેન્ડિંગ હોમ સેલ્સ

મંગળવાર- યુએલ જોલ્ટ્સ જોબ ઓપનિંગ, યુએસ કન્ઝ્યુમર કોન્ફિડન્સ

બુધવાર- યુએસ એડીપી નોન ફાર્મ પેરોલ્સ, આઈએસએમ મેન્યુફેકચરિંગ પીએમઆઈ

ગુરુવાર- યુએસ વીકલી જોબલેસ ક્લેઈમ્સ ડેટા

શુક્રવાર- યુએસ નોનફાર્મ પેરોલ્સ ડેટા અને આઈએસએમ સર્વીસીઝ પીએમઆઈ

You will also like

Leave a Comment