અમદાવાદ- વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં(Gold Silver Market) ઐતિહાસિક તેજીની આગેકૂચ રહી હતી. ગોલ્ડે 3923 ડૉલર(Gold Rate Today) અને સિલ્વરે 48.32 ડૉલર લાઈફ ટાઈમ હાઈ ભાવ બનાવ્યા હતા.(Silver Rate Today) ગોલ્ડ 4000 ડૉલરને ટચ કરવામાં હવે માત્ર 77 ડૉલર બાકી રહ્યા છે. ભાવ જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ વોલ્યુમ ઘટતું જઈ રહ્યું છે.
હવે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં કેટલી તેજી થશે?
ખરેખર ગોલ્ડ સિલ્વરની તેજીનો બબલ છે?
બબલ હોય તો કયારે ફૂટશે?
ગોલ્ડ સિલ્વર માર્કેટમાં એકતરફી તેજી પછી હવે ભાવ ઘટશે ખરા?
ભારતમાં દિવાળીની ખરીદી કેવી રહેશે?
અને છેલ્લે આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટ કેવું રહેશે? ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે?
જૂઓ વીડિયો…..
સૌપ્રથમ સોના ચાંદીના ભાવની(Gold Silver Price Today) સાપ્તાહિક વધઘટ પર નજર કરીએ તો…..
અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનું 4,300 ઉછળી ભાવ રૂપિયા 1,22,500 રહ્યો હતો અને ચાંદી 5,000 ઉછળી ભાવ 1,50,000 બંધ રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 3,785 ડૉલર થઈ અને ત્યાંથી નવી લેવાલી ચાલુ રહેતાં ભાવ ઝડપથી ઉછળી 3,923 ડૉલર ઑલ ટાઈમ હાઈ ભાવ બનાવ્યો હતો. અને સપ્તાહને અંતે 3,908 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 115 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 45.71 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 48.32 ડૉલરની નવી હાઈ બનાવી હતી. અને સપ્તાહને અંતે 47.96 ડૉલર બંધ રહ્યો હતો. જે 1.15 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતમાં ઘટી 3,757 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 3897 ડૉલરની નવી હાઈ બનાવી હતી અને સપ્તાહને અંતે 3,886 ડૉલર બંધ રહ્યો હતો.
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 45.80 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 48.38 ડૉલર થયો હતો. જે સપ્તાહને અંતે 47.99 ડૉલર બંધ રહ્યો હતો.
ગોલ્ડ અને સિલ્વરમાં સતત તેજી થઈ રહી છે. એક વર્ષમાં ગોલ્ડમાં 46 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે એટલે કે રોકાણકારોને 46 ટકા કરતાં વધુનું રીટર્ન મળ્યું છે. તેમજ છેલ્લા એક મહિનામાં 9.20 ટકાનું રીટર્ન મળ્યું છે. 1979 પછી ગોલ્ડમાં સૌથી વધુ વળતર મળી રહ્યું છે. જ્યારે સિલ્વરમાં એક વર્ષમાં 49 ટકાથી વધુનું રીટર્ન મળ્યું છે અને છેલ્લા એક મહિનામાં 16.46 ટકાનું રીટર્ન મળ્યું છે.
એક નોંધપાત્ર બાબત એ છે કે સતત સાત સપ્તાહથી ગોલ્ડ સિલ્વરમાં એકતરફી તેજી ચાલી રહી છે. જુલાઈ મહિના પછી માત્ર એક જ સપ્તાહ માર્કેટ ઘટીને આવ્યું હતું.
વીતેલા સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં નવી તેજી થવા પાછળનું કોઈ કારણ હોય તો તે છે અમેરિકાનું શટડાઉન.(Shutdown in USA) જો શટડાઉન લાંબો સમય ચાલશે તો તેની અમેરિકન અર્થતંત્ર પર નેગેટિવ અસર જોવા મળશે. પ્રારંભિક રીતે એક અંદાજ મુકીએ તો યુએસ અર્થતંત્ર શટડાઉનછી દરેક અઠવાડિયા માટે લગભગ 7 બિલિયન ડૉલરનું નુકસાન થશે. આર્થિક સલાહકારોની પરિષદ દ્વારા વ્હાઈટ હાઉસના મેમોમાં સુચવવમાં આવ્યું છે કે આર્થિક ફટકો દર અઠવાડિયે 15 બિલિયન ડૉલર જેટલો ઊંચો હોઈ શકે છે.
હાલ ફિયાટ કરન્સી વિશ્વાસ ગુમાવી રહી છે. યુએસ અર્થતંત્રમાં સતત ઊંચી સરકારી ખાદ્યને કારણે લાંબાગાળે ફુગાવો વધી રહ્યો છે. અને દેવું પણ વધી રહ્યું છે. હાલ યુએસ ટેરિફ વૉરને કારણે વિશ્વ ડૉલર પર વિશ્વાસ ગુમાવી રહ્યું છે. તેમજ ટ્રમ્પ નિર્ણય લઈને પછી તે નિર્ણય મોકૂફ રાખે છે. આમ નાણાકીય નીતિ બેતરફી જેવી થઈ છે. જેથી રોકાણકારો માટે સેફ હેવન રોકાણ માત્રને માત્ર ગોલ્ડ જ રહ્યું છે.
આપને જાણીને નવાઈ લાગશે કે સપ્ટેમ્બર મહિનો રેકોર્ડનો મહિનો રહ્યો છે. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ બેક્ડ એક્સચેન્જ- ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ શેર્સમાં સપ્ટેમ્બરમાં જીએલડી સોનાના ભંડારમાં 35.2 ટનનો વધારો જોવા મળ્યો છે. જેમાં 19 સપ્ટેમ્બરના રોજ એક દિવસમાં જ 18.9 ટનનું રોકાણ થયું હતું, જે રેકોર્ડ રોકાણ દર્શાવે છે.
બીજી રસપ્રદ વાત એ પણ છે કે સપ્ટેમ્બરના ઐતિહાસિક ગાળામાં ગોલ્ડ ઈટીએફનું વૈશ્વિક હોલ્ડિંગ હજુ પણ 2020માં જોવા મળેલ રેકોર્ડ સ્તરથી નીચે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના(World Gold Council) એક રીપોર્ટ મુજબ સેન્ટ્રલ બેંકોએ ઓગસ્ટમાં ગોલ્ડ રીઝર્વમાં 15 ટ્રિલિયન ડૉલરનો ઉમેરો કર્યો છે. તે ઉપરાંત ઓગસ્ટમાં સાત સેન્ટ્રલ બેંકોએ તેમના સોનાના ભંડારમાં એક ટન કે તેથી વધુનો વધારો કર્યો છે.
ગોલ્ડ સિલ્વરની વન સાઈડ તેજી પછી હવે એક રીએક્શન આવવું જોઈએ. વીતેલા સપ્તાહે એક વાત નોંધનીય થઈ છે, કે જ્યારે ગોલ્ડનો ભાવ ઘટતો હતો, ત્યારે ટ્રેડિંગ વોલ્યૂમ ખૂબ હાઈ હતું. એટલે બધા સાવેચત થઈ ગયા છે.
હંમેશા તેજી પછી મંદી આવતી જ હોય છે. તેજીનું પણ પૂર્ણવિરામ આવતું હોય છે. તેમજ મંદીનું પણ પૂર્ણવિરામ આવે છે. એ ન્યાય હવે આ તેજી અટકવી જોઈએ. 4000 ડૉલરનો ટાર્ગેટ પુરો કરવા માટે આગામી સપ્તાહે તેજીવાળા કમર કસી રહ્યા છે. હવે શટડાઉન સમાપ્ત થશે તો ગોલ્ડ સિલ્વરમાં ભારે વેચવાલી ફરી વળશે. પણ શટડાઉન લાંબુ ચાલે તેવા હાલ તો સમાચાર મળી રહ્યા છે.
આગામી સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરમાં ઘટાડો આવવો જોઈએ. કારણ કે ઘણા બધા ફેક્ટર એવા ઉભા થયા છે કે જે ગોલ્ડ અને સિલ્વર માટે નકારાત્મક છે. જેમ કે અમેરિકામાં શટડાઉનનું સમાપ્ત થવું. ઈઝરાયલ અને ગાઝા વચ્ચે શાંતિ વાર્તા સફળ થશે તો યુદ્ધ અટકી જશે. ચીનમાં સોનાના ખરીદદારોમાં હડતાળ ચાલી રહી છે. ચીનની પીપલ્સ બેંક દ્વારા સોનાની ખરીદી અટકે. આ બધા ફેકટર જે છે તે સોના ચાંદીમાં ઊંચા મથાળે વેચવાલી લાવી શકે છે.
ગોલ્ડ સિલ્વરમાં તેજીનો બબલ છે, તેવી ચર્ચાઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે. પણ આ બબલ નથી, એવું ગત વીડિયોમાં વિસ્તારથી ચર્ચા કરી હતી. આટલા નવા ઊચા ભાવમાં સેન્ટ્રલ બેંક બાયર છે. જે આ વીડિયામાં આપણે ડેટા સહિત ચર્ચા કરી છે.
ટેકનિકલી ગોલ્ડમાં 3925 ડૉલરનું પ્રથમ રેઝિસ્ટન્સ રહેશે અને ત્યાર પછી જો 3925 કૂદાવે તો 3965 ડૉલર જઈ શકે છે. નીચામાં 3800 ડૉલરએ મજબૂત સપોર્ટ લેવલનું કામ કરશે. જો 3800 ડૉલર તૂટશે તો 3750 ડૉલર સુધી જઈ શકે છે.
હવે ભારતમાં દિવાળીના તહેવાર આવે છે. સામાન્ય સંજોગોમાં દિવાળીના તહેવારો અને ગુરુપુષ્ય નક્ષત્રમાં ધૂમ ખરીદી થતી હોય છે. પણ આ વર્ષ ગોલ્ડ સિલ્વરના ભાવ ખૂબ ઊંચા હોવાથી દિવાળી ફિક્કી રહેશે. ખરીદી માત્રને માત્રે શુભ મુહૂર્ત સાચવવા પુરતી રહેશે.
Top Trending News
US ટેરિફ પર નાણાંપ્રધાનનું મોટુ નિવેદનઃ ભારત હવે મુકદર્શક બનીને બેસી નહી રહે
આગામી સપ્તાહની અતિમહત્ત્વની ઈવેન્ટ્સ
બુધવાર- ફેડરલ રીઝર્વની(Federal Reserve) સપ્ટેમ્બર મહિનામાં થયેલી મીટીંગની મિનિટ્સ જાહેર થશે
શુક્રવાર- પ્રિલિમનરી યુનિવર્સિટી ઓફ મિશિગન કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા જાહેર થશે