અમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં તેજી આગળ હતી. અમેરિકાની ફેડરલ રીઝર્વે(US Federal Reserve) અનુમાન મુજબ ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો.(Fed Rate Cuts) જે પછી સોના ચાંદીમાં નવી લેવાલી નીકળી હતી, અને ભાવ ઝડપી ઉછળ્યા હતા. સિલ્વરે 65.08 ડૉલરની નવી હાઈ બનાવી હતી.(Gold Rate Today) આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વરમાં તેજી આગળ વધશે?(Gold Prices Today) ગોલ્ડ સિલ્વરમાં પ્રોફિટ બુકિંગ આવશે?(Silver Rate Today) આગામી સપ્તાહથી ટ્રેડિંગ વૉલ્યુમ ઘટતું જશે? આગામી સપ્તાહથી બજારમાં ક્રિસમસ હોલીડે મૂડ? જૂઓ વીડિયો….
સોનામાં 4500 રૂપિયાનો ઉછાળો
વીતેલા સપ્તાહે સોના ચાંદીની વધઘટ પર નજર કરીએ. અમદાવાદ ચોકસી મહાજનમાં 24 કેરેટો સોનું રૂપિયા 4500 ઉછળી રૂ.136,500 રહ્યો હતો. ચાંદી એક કિલોએ રૂપિયા 13,000 ઉછળી રૂ.1,88,000 રહ્યો હતો. એમસીએક્સ ગોલ્ડ રૂ.1,33,622નો ભાવ બંધ રહ્યો હતો અને એમસીએક્સ સિલ્વર રૂ.1,92,615 બંધ રહ્યો હતો.
ગોલ્ડ ફ્યુચરમાં 85 ડૉલરનો ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં(Gold Silver Market) ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4197 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 4387 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4328 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધ ભાવની સરખામણીએ 85 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડ 105 ડૉલર ઊંચકાયું
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4170 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 4353 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4302 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધની સરખામણીએ 105 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સિલ્વરમાં તોફાની વધઘટ
સિલ્વર માર્ચ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 57.77 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 65.08 ડૉલર ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી અને સપ્તાહને અંતે 62 ડૉલર બંધ રહ્યો હતો, જે સપ્તાહ દરમિયાન 2.95 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સ્પોટ સિલ્વર ઑલ ટાઈમ હાઈ
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 57.55 ડૉલર થઈ ત્યાંથી ઝડપી ઉછળી 64.66 ડૉલરની નવી હાઈ બનાવીને સપ્તાહને અંતે 62.01 ડૉલર બંધ રહ્યો હતો. જે 3.72 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.
સિલ્વરમાં 100 ટકા રીટર્ન
2025ના વર્ષની વિદાયને હવે માંડ પંદર દિવસ બાકી રહ્યા છે.(Gold Silver Market) આ 2025ના વર્ષમાં ગોલ્ડમાં એક વર્ષમાં 62 ટકાનો વળતર મળ્યું છે અને છેલ્લા છ મહિનામાં કુલ 25 ટકાથી વધુનું રીટર્ન મળ્યું છે. જ્યારે સિલ્વરમાં એક વર્ષમાં 100 ટકાથી વધુનું વળતર મળ્યું છે અને છેલ્લા છ મહિનામાં 70 ટકા રીટર્ન મળ્યું છે. 2025ની સાલમાં રોકાણકારો માલામાલ થયા છે.
વ્યાજ દર ઘટતાં ગોલ્ડ સિલ્વરમાં નવું બાઈંગ
અમેરિકાની ફેડરલ રીઝર્વે અનુમાન મુજબ ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. અને ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલે 2026 અને 2027માં એક એક વાર ફેડ રેટમાં કટ(US Fed Rate Cuts) કરવાની ગાડયન્સ આપી છે. જે પછી ગોલ્ડ સિલ્વરમાં જોરદાર લેવાલી નીકળી હતી અને ભાવમાં વધુ ઝડપથી ઉછાળો આવ્યો હતો. સામાન્ય રીતે વ્યાજ દરે ઘટે ત્યારે રોકાણ માટે બેસ્ટ વિકલ્પ ગોલ્ડ સિલ્વર રહે છે.
પેન્શન ફંડની નવી ખરીદી આવશે
બીજી તરફ ભારતના પેન્શન રેગ્યુલેટરી ઓથોરિટીએ પેન્શન ફંડની રકમનું રોકાણ ગોલ્ડ સિલ્વર ઈટીએફમાં કરવાની મંજૂરી આપી છે.(Gold ETF) જેથી આગામી મહિનાઓમાં ગોલ્ડ સિલ્વર ઈટીએફનું(Silver ETF) નવી ખરીદી આવશે.
ક્રિસમસ હોલીડે મૂડ
આગામી સપ્તાહે(Gold Silver Market) ગોલ્ડ સિલ્વરમાં દરેક ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવશે. કારણ કે વિદેશી ફંડોને ડીસેમ્બર એન્ડિંગ હોય છે. બીજી તરફ ક્રિસમસ આડે હવે 10 દિવસનો જ સમય બાકી રહ્યો છે. પરિણામે મોટાભાગના વિદેશી ફંડો ક્રિસમસની હોલીડે મૂડમાં આવશે અને ટ્રેડિંગ વોલ્યુમ પણ ઘટતાં જશે. તેમજ ગોલ્ડ સિલ્વરના ભાવ ખૂબ ઊંચા છે. આથી દરેક ઉછાળો પ્રોફિટ બુકિંગ આવવાની શકયતા વધી જાય છે.
ઈકોનોમીક ડેટા પર બજારની નજર
