અમદાવાદ- Gold Silver Market સોના ચાંદી બજારમાં સતત બીજા સપ્તાહે નરમાઈ રહી હતી.(Gold Rate Today) યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ ડીલના સમાચાર પાછળ ઊંચા મથાળે ભારે વેચવાલી આવી હતી, જેથી સોના ચાંદીના ભાવ વધ્યા મથાળેથી પાછા પડ્યા હતા.(Gold Prices Today) જો કે ટ્રેડિંગ વોલ્યુમ પણ ઘટ્યા હતા. આગામી સપ્તાહે સોના ચાંદી બજાર કેવું રહેશે? શું સોના ચાંદીમાં તેજી અટકી ગઈ છે કે પછી સોના ચાંદીની તેજી થાક ખાઈ રહી છે? ફેડ રેટમાં કટ હવે આવવાનો નથી, તો તેની બજાર પર શું અસર પડશે? વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો અહેવાલ આવ્યો છે.
જૂઓ વીડિયો….
સોના ચાંદીના ભાવની સાપ્તાહિક વધઘટ પર નજર કરીએ….
અમદાવાદ સોના ચાંદી બજારમાં(Gold Silver Market) 24 કેરેટ સોનું રૂપિયા 1500 ઘટી રૂપિયા 124,500 રહ્યું હતું. ચાંદી 1000 રૂપિયા ઘટી 150,000 રહી હતી.
એમસીએક્સમાં ગોલ્ડનો ભાવ 121,284 રહ્યો હતો. અને સિલ્વરનો ભાવ 148,349 રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફયુચર સપ્તાહની શરૂઆતે વધી 4123 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઘટી 3901 ડૉલર થઈ સપ્તાહને અંતે 4013 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 124 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.
સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે વધી 49.18 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 45.51 ડૉલર થઈ સપ્તાહને અંતે 48.37 ડૉલર બંધ રહ્યો હતો.
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4109 ડૉલર થઈ ત્યાંથી ઝડપી તૂટી 3886 ડૉલર થઈ સપ્તાહને અંતે 4002 ડૉલર બંધ રહ્યો હતો, જે સપ્તાહ દરમિયાન 110 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.
સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતમાં વધી 49.91 ડૉલર થઈ અને ત્યાંથી ઘટી 45.54 ડૉલર થઈ સપ્તાહને અંતે 48.67 ડૉલર બંધ થયો હતો.
સોના ચાંદીમાં વેચવાલી આવવાનું કારણ
યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ(China President Xi Jinping) દક્ષિણ કોરિયાના બુસાનમાં મળ્યા હતા. જેમાં બે કલાકની બેઠકમાં ટ્રેડ ડીલ(Trade Deal) અંગે તમામ મુદ્દાઓ પર સહમતિ સંઘાઈ હતી. બેઠક બાદ ટ્રમ્પે ચીન પરનો 10 ટકા ટેરિફ(Tariffs) ઘટાડવાની જાહેરાત કરી હતી. આ સમાચાર પાછળ ગોલ્ડ સિલ્વરમાં(Gold Silver Market) ભારે વેચવાલી ફરી વળી હતી, અને સોના ચાંદીના ભાવ તૂટયા હતા.

બીજી તરફ યુએસ ફેડરલ રીઝર્વે(US Fedral Reserve) ધારણા અનુસાર જ ફેડ રેટમાં(Fed Rate) પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. પણ ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું હતું કે હવે આગામી ડીસેમ્બરમાં ફેડ રેટ કટ થવાની કોઈ સંભાવના નથી. જે સમાચાર પાછળ ડૉલર(Dollar) ઉછળીને ત્રણ મહિનાના ઊંચા સ્તરે પહોંચી ગયો હતો. ટ્રેઝરરી યીલ્ડ પણ વધીને આવ્યું હતું.
Gold Silver Market માં ગોલ્ડની લાઈફ ટાઈમ હાઈ 4398 ડૉલરથી અંદાજે 11 ટકા તૂટ્યો છે.
Gold Rate 5000 ડૉલર?
લંડન બુલિયન માર્કેટ એસોસિએશના વાર્ષિક ગ્લોબલ પ્રિશિયસ મેટલ્સ કોન્ફરન્સમાં પ્રતિનિધિઓએ આગાહી કરી હતી, કે આવતાં વર્ષે 2026માં ગોલ્ડ 5000 ડૉલર થશે. જે હાલના ભાવથી 25 ટકા ઊંચે જશે. આ અગાઉ પણ અનેક વિદેશી ફંડોએ ગોલ્ડ 5000 ડૉલર થવાની આગાહી કરી હતી.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનો રીપોર્ટ
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે(World Gold Counicil) 2025ના ત્રીજા ત્રિમાસિકગાળાનો રીપોર્ટ આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે ભારતમાં કુલ સોનાની માંગમાં 16 ટકાનો ઘટાડો થયો છે. પણ મુલ્યની દ્રષ્ટ્રિએ જોઈએ તો 23 ટકાનો વધારો થયો છે. એટલે કે લોકોએ ઓછી માત્રામાં સોનું ખરીદ્યું છે. પણ ઊંચી કીમતોને કારણે બજાર મુલ્ય વધારે નોંધાયું છે. ભારતે જુલાઈથી સપ્ટેમ્બર 2025માં કુલ 209.40 ટન સોનાની ડીમાન્ડ રહી છે. જો કે આ જ ત્રિમાસિક ગાળામાં જ્વેલરીની ડીમાન્ડમાં 31 ટકાનો ધટાડો નોંધાયો છે.
જ્વેલરીની ડીમાન્ડ ઘટી
બીજી તરફ સોનાની જ્વેલરીની ડીમાન્ડ ભલે ઘટી હોય, પણ રોકાણ માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. 2025ના ત્રીજા ત્રિમાસિકગાળામાં રોકાણ માટે ગોલ્ડમાં 91.6 ટનની ડીમાન્ડ રહી હતી, જે 20 ટકા વધારે છે. અને મુલ્યની દ્રષ્ટિએ જોઈએ તો રોકાણ માંગ 51,080 કરોડ રૂપિયાથી વધી 88,970 કરોડ રહી છે, જે 74 ટકાનો નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે.
ભારતમાં સોનાનું રીસાયાક્લિંગ
2025ના ત્રીજા ત્રિમાસિકગાળામાં ભારતમાં 21.8 ટન સોનું રીસાયકલ થયું છે. જેમાં 7 ટકાનો ઘટાડો થયો છે. આ વાતનો સ્પષ્ટ સંકેત છે હજી લોકો જૂના દાગીના વેચવાને બદલે તેને સંભાળીને રાખી રહ્યા છે. ભવિષ્યમાં હજી વધુ ઊંચી કિમત મળશે તેવી ધારણા છે.
સોનાની આયાત 37 ટકા ઘટી
આ જ સમયગાળામાં ગોલ્ડની આયાત(Gold Imports) 308 ટનથી 37 ટકા ઘટી 194.6 ટન રહી છે. 2025ના જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ગોલ્ડની કુલ ડીમાન્ડ 462.4 ટન રહી છે. એટલે એમ કહી શકાય કે હવે આખા વર્ષમાં 600-700 ટનની વચ્ચે ડીમાન્ડ રહેશે, જે રેકોર્ડ સ્તરની બિલકુલ નજકી હશે.
લાંબાગાળાનું રોકાણ
ભારતીય રોકાણકારો ગોલ્ડમાં રોકાણને(Gold Investment) લાંબાગાળાની સુરક્ષિત સંપત્તિના રૂપમાં જૂએ છે. શેરબજારની અનિશ્ચિતતા, વૈશ્વિક આર્થિક તંગદિલી અને મોંઘવારીને કારણે રોકાણકારો ગોલ્ડમાં જ રોકાણ કરવા તરફ રહ્યા છે.
આગામી સપ્તાહે Gold Silver Market કેવું રહેશે?
આગામી સપ્તાહે સોના ચાંદીમાં હજી બે તરફી વધઘટ રહેશે. દરેક ઊંચા મથાળે વેચવાલી આવશે અને નીચા મથાળે નવું બાઈંગ પણ આવશે. સોના ચાંદીમાં તેજી હજી પુરી થઈ નથી. અમેરિકામાં શટડાઉનની સ્થિતિ છે, જે અમેરિકન ઈકોનોમીને નુકસાન કરી રહ્યું છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાનો મોહાલ ઉભો છે. ઈઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલુ છે અને રશિયા યુક્રેન વચ્ચે પણ યુદ્ધ ચાલુ છે. જેથી હજી ગોલ્ડ સિલ્વરમાં દરેક ઘટાડે નવી લેવાલી આવ્યા કરશે.
ટેકનિકલ લેવલ શું કહે છે?
ટેકનિકલી જોઈએ તો ગોલ્ડમાં 3905 ડૉલરનું મજબૂત સપોર્ટ લેવલ બન્યું છે. અને ઉપરમાં 4095 ડૉલરનું રેઝિસ્ટન્સ લેવલ રહેશે. મોટાભાગે આગામી સપ્તાહે ગોલ્ડ 3905 ડૉલર અને 4095 ડૉલરની રેન્જમાં રહેશે.
સિલ્વર વધુ મજબૂત
બીજી બાજુ ટેકનિકલી સિલ્વર ગોલ્ડ કરતાં વધુ સ્ટ્રોંગ છે. સિલ્વરમાં 47 ડૉલરના સપોર્ટ લેવલથી દરેક ઘટાડે બાય કરી શકાય. 49.20 ડૉલર કૂદાવશે તો નવો હાઈ પણ બનાવી શકે છે.
Top Trending News
Family Pension: એકથી વધારે પત્ની હોય તો કેવી રીતે મળે ફેમિલી પેન્શન?
ભારતીય રૂપિયામાં સોનું ચાંદી
ભારતીય રૂપિયાનું સોનું 122,000 અને 125,000ની રેન્જમાં રહેશે અને ચાંદી 145,000થી 155,000ની રેન્જમાં રહેશે.