Gold Silver Market: સોના ચાંદીમાં નવી તેજીનો ચળકાટ, 2026માં ભાવ કેટલા વધશે?

by Investing A2Z
Gold Silver Market

અમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં નવી તેજી થઈ હતી. ગોલ્ડ સિલ્વરમાં(Gold Rate Today) ઑલ રાઉન્ડ બાઈંગ ચાલુ રહ્યું હતું, પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ વધુ વધી 4409 ડૉલર ઑલ ટાઈમ હાઈ થયું હતું.(Gold Price Today) સિલ્વર વધુ વધી 67.68 ડૉલર ઑલ ટાઈમ હાઈનો નવો ભાવ બતાવ્યો હતો.(Silver Rate Today) આગામી સપ્તાહે સોના ચાંદી બજાર કેવું રહેશે? ગોલ્ડ સિલ્વરમાં નવી તેજી થવાના કયા કારણો? 2025ના વર્ષમાં ગોલ્ડ સિલ્વરમાં કેટલું રીટર્ન મળ્યું? 2026માં સોના ચાંદીના ભાવ કેટલા વધશે?

જૂઓ વીડિયો…..

અમદાવાદ ચોકસી મહાજનમાં શનિવારે 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 1,36,500 અને ચાંદી ચોરસા રૂપિયા 2,00,000નો ભાવ રહ્યો હતો.

એમસીએક્સમાં શુક્રવાર ટ્રેડિંગ સેશનને અંતે ગોલ્ડ રૂપિયા 1,34,206 અને સિલ્વર 2,08,000નો ભાવ રહ્યો હતો.

ગોલ્ડ 4409 લાઈફ ટાઈમ હાઈ

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4297 ડૉલર થઈ અને ત્યાં નવેસરથી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 4409 ડૉલરની લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી અને સપ્તાહને અંતે 4387 ડૉલર બંધ રહ્યો હતો, જે સપ્તાહ દરમિયાન 59 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડમાં 36 ડૉલરની તેજી

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4271 ડૉલર થઈ અને ત્યાં ભારે લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 4374 ડૉલર થયો હતો અને સપ્તાહને અંતે 4338 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 36 ડૉલરની તેજી દર્શાવે છે.

સિલ્વર ફ્યુચરમાં 5.48 ડૉલરનો ઉછાળો

સિલ્વર માર્ચ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 61.60 ડૉલર થઈ અને ત્યાં જોરદાર લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 67.68 ડૉલર ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી. જેમાં સપ્તાહ દરમિયાન 5.48 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

સ્પોટ સિલ્વર વઘીને 67.47 ડૉલર

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 60.54 ડૉલર થઈ અને ત્યાં ભારે ખરીદી નીકળતાં ઝડપથી ઉછળી 67.47 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 67.16 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહમાં 3.20 ડૉલરનો ઉછાળો દર્શાવે છે.

તેજી થવાના કારણો

(1) અમેરિકાની ફેડરલ રીઝર્વે ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યા પછી ગોલ્ડ સિલ્વરમાં દરેક ઘટાડે નવી લેવાલી રહી હતી.

(2) યુએસ જોબ ડેટા ધારણા કરતાં નબળા આવ્યા હતા. લેબર માર્કેટના ડેટા વીક હતા. નવેમ્બરમાં કન્ઝ્યુમરની કીમતો 2.7 ટકા દરે વધી હતી. 3.1 ટકા આવવાનું અનુમાન હતું. યુનિવર્સિટી ઓફ મિશિગનના ડીસેમ્બરમાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સર્વે 52.9 રહ્યો હતો. જે 53.5 ટકા આવવાનું અનુમાન હતું. આમ યુએસમાં ઈકોનોમીના ડેટા નબળા રહેતા હવે જાન્યુઆરીમાં ફરીથી ફેડ રેટ કટની ધારણા રખાઈ છે. આથી ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી રહી હતી.

(3) બેંક ઓફ જાપાને વ્યાજ દર 0.50 ટકાથી વધારીને 0.75 ટકા કર્યો હતો. જે ધારણા હતી તે મુજબ વ્યાજ દરમાં વધારો કર્યો છે. જાપાનમા વ્યાજ દર 30 વર્ષની હાઈ પર છે. તેમજ બેંક ઓફ જાપાને સંકેત આપ્યો છે કે જરૂર પડશે તો વ્યાજ દરમાં વધુ વધારો કરશે. જેની એશિયાઈ સ્ટોક માર્કેટ પર પોઝિટિવ અસર જોવાઈ હતી. પરિણામે ગોલ્ડ સિલ્વરમાં દરેક ઘટાડે નવી લેવાલી રહી હતી.

(4) સિલ્વરમાં ઔદ્યોગિક ડિમાન્ડ ચાલુ રહી હતી અને સામે સપ્લાય ઘટ્યો હતો. આથી સિલ્વરમાં ઝડપી ઉછાળો આવ્યો હતો. સિલ્વરે ફરીથી લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી.

Gold Silver Market2025માં ગોલ્ડ રીટર્ન

2025ના વર્ષમાં રોકાણકારોને ગોલ્ડમાં 66 ટકાથી વધુનું રીટર્ન મળ્યું છે. છેલ્લા છ મહિનામાં 29 ટકા અને છેલ્લા 3 મહિનામાં 18 ટકાનું વળતર મળ્યું છે.

2025માં સિલ્વરમાં વળતર

2025ના વર્ષમાં રોકાણકારોને સિલ્વરમાં 126 ટકા કરતાં વધુ વળતર મળ્યું છે. છેલ્લા છ મહિનામાં 87 ટકા અને છેલ્લા ત્રણ મહિનામાં 57 ટકાનું રીટર્ન મળ્યું છે. ગત 2024ના ડીસેમ્બર મહિનામાં સિલ્વરનો ભાવ 29.29 ડૉલર હતો. જે 2025ના ડીસેમ્બરમાં 67 ડૉલરનો ભાવ રહ્યો હતો.

સિલ્વરમાં ઘરાકીમાં ખાસ્સો ઘટાડો

ગોલ્ડના ભાવ વધીને આવ્યા પછી ઘરાકી ઘટી ગઈ છે. તેવી જ રીતે સિલ્વરના ભાવ વધ્યા પછી હવે ચાંદીના દાગીના અને વાસણોની ઘરાકીમાં ખાસ્સો ઘટાડો થયો છે. એક રીપોર્ટ અનુસાર વિશ્વના બજારમાં સિલ્વરના દાગીના અને વાસણોની ખરીદીમાં ભારતનો 40 ટકા હિસ્સો છે. સિલ્વરના ભાવ વધીને આવ્યા હોવાથી હાલ ઘરાકી ઠપ્પ થઈ ગઈ છે.

આગામી સપ્તાહ કેવું રહેશે

ગોલ્ડ સિલ્વર માર્કેટમાં આગામી સપ્તાહે હવે દરેક ઉછાળે વેચવાલી આવ્યા કરશે. કારણ કે 25 ડીસેમ્બરને ગુરુવારથી નાતાલ શરૂ થઈ રહ્યું છે. જેથી વિદેશી ફંડો ક્રિસમસ હોલીડે મૂડમાં આવી જશે. તે પહેલા મોટાભાગના વિદેશી ફંડો ઉભી પોઝિશન સ્કવેરઓફ કરશે. આથી હમણા નવી તેજી થવાના ચાન્સ નથી. બીજુ ધીમે ધીમે ટ્રેડિંગ વોલ્યુમ પણ ઘટતા જશે. જેથી ગોલ્ડમાં 4400 ડૉલર અને સિલ્વરમાં 67 ડૉલરની તેજી થશે નહી.

2026નું વર્ષ કેવું રહેશે

2026ના વર્ષમાં ગોલ્ડ અને સિલ્વરમાં તેજીની આગેકૂચ રહેશે. પણ 2025માં જે વળતર મળ્યું છે, તેટલું રીટર્ન 2026માં મળશે નહી. જો કે રીસર્ટ એનાલીસ્ટો અને અગ્રણી ફંડ હાઉસ તેમજ બેંકોએ જે આગાહી કરી છે. તે મજબ સરેરાશ જોઈએ તો 2026ના નવા વર્ષમાં ગોલ્ડ 4000 ડૉલર અને 5000 ડૉલરની રેન્જમાં રહેશે. તેમજ સિલ્વર 60 ડૉલર અને 100 ડૉલરની રેન્જમાં રહેશે.

You will also like

Leave a Comment