Gold Silver Market: શું ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટવા શરૂ થયા છે?

by Investing A2Z
Gold Silver Market

અમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોના ચાંદીના ભાવ ઘટ્યા હતા. અમદાવાદ 24 કેરેટ સોનું રૂ.1,27,500 રહ્યું હતું. અમદાવાદ ચાંદી રૂ.157,000 રહી હતી. એમસીએક્સ ગોલ્ડ રૂ.124,195 બંધ હતો. એમસીએક્સ સિલ્વર રૂ.154,052 બંધ હતો. આગામી સપ્તાહે સોના ચાંદીના ભાવ વધુ ઘટશે? ફેડરલ રીઝર્વ ફેડ રેટ કટ કરશે કે નહી કરે? ઈક્વિટી માર્કેટ અને બિટકોઈન તૂટ્યા છે. તો શું ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલી આવશે? ટેકનિકલ લેવલ શું કહે છે? જૂઓ વીડિયો…..

ગોલ્ડ ફ્યુચર 15 ડૉલર ઘટ્યું

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 3,997 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 4134 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4079 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 15 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડમાં ઊંચા મથાળે વેચવાલી

સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 3,997 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 4133 ડૉલરનો હાઈ બનાવ્યો હતો. અને સપ્તાહને અંતે 4065 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ દરમિયાન 14 ડૉલરની નરમાઈ દર્શાવે છે.

સિલ્વર ફ્યુચર 77 સેન્ટ્સ નરમ

સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 48.05 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 52.24 ડૉલર થઈ સપ્તાહને અંતે 49.91 ડૉલર બંધ થયો હતો. જે સપ્તાહ દરમિયાન 0.77 સેન્ટ્સ ઘટ્યો હતો.

સ્પોટ સિલ્વર 50 ડૉલર ઉપર બંધ

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 48.62 ડૉલર થઈ અને ત્યાંથી ઉછળી 52.50 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 50.03 ડૉલર બંધ હતો. જે સપ્તાહ દરમિયાન 0.53 સેન્ટ્સની નરમાઈ દર્શાવે છે.

સોનાચાંદીમાં વધઘટના કારણો

(1) યુએસ ફેડ રેટ(US Fed Rate) કટ નહી થાય તેવી મજબૂત ધારણા પાછળ સોના ચાંદીમાં ઊંચા મથાળે વેચવાલી આવી હતી. આગામી ડીસેમ્બરમાં ફેડરલ રીઝર્વની(FOMC) બેઠક મળનાર છે, મોટાભાગના લોકોનું કહેવું છે કે હવે ફેડ રેટમાં કટ નહી આવે, કારણ કે ઓકટોબરમાં રોજગારીના આંકડા અનુમાન કરતાં સારા આવ્યા છે. ઓકટોબરમાં 1,44,000 નવી નોકરીનું સર્જન થયું છે. જે અનુમાન કરતાં 50,000 વધારે છે. બરોજગારી દર 4.4 ટકા રહ્યો હતો. આમ રોજગારીના આંકડા પ્રોત્સાહક રહેતા ફેડ રેટ કટની ધારણા રહી નથી. ફેડ રેટ કટ આવશે તો જ ગોલ્ડ સિલ્વરમાં(Gold Silver Market) નવી લેવાલી નીકળશે.

(2) કરન્સી માર્કેટમાં(Forex Market) ભારે હલચલ જોવા મળી છે. ડૉલર મજબૂત થયો છે. ડોલર ઈન્ડેક્સ(Dollar Index) 100.11 પર હતો. જાપાનીઝ યેન 10 મહિનાની નીચી સપાટીએ હતો. ભારતીય રૂપિયા(Dollar vs Rupee) એક જ દિવસમાં 92 પૈસા તૂટી 89.73 રેકોર્ડ લો લેવલે પહોંચીને ટ્રેડિંગ સેશનને અંતે 89.64 બંધ રહ્યો હતો. આમ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાચાંદીના ભાવ ઘટ્યા હતા, પણ રૂપિયો તૂટીને આવતાં સ્થાનિકમાં ભાવ મજબૂત રહ્યા હતા.

(3) યુએસ સ્ટોક માર્કેટમાં(US Stock Market) એઆઈ બબલ હોવાની વાતો ચગડોળે ચઢી હતી. જેથી ડાઉ જોન્સ(Dowjones) અને નેસ્ડક(Nasdaq) ઈન્ડેક્સ તૂટ્યા હતા. એઆઈ અને ટેકનોલોજી સ્ટોકમાં ભારે વેચવાલી ફરી વળી હતી. આથી એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટ પણ ગગડ્યા હતા. જેથી ગોલ્ડ સિલ્વરમાં(Gold Silver Market) પણ ઊંચા મથાળે વેચવાલી આવી હતી.

(4) બિટકોઈનમાં(Bitcoin) કડાકો બોલી ગયો છે. બિટકોઈન વધીને 1,26,000 ડૉલરની હાઈ બનાવી હતી, ત્યાંથી અત્યાર સુધી 30 ટકા તૂટીને 83,675 ડૉલર રહ્યો છે. જેમાં સપ્તાહને 1400 ડૉલરનો કડાકો બોલી ગયો હતો. આમ ઈક્વિટી માર્કેટ અને બિટકોઈન તૂટીને આવતાં ગોલ્ડ સિલ્વર માર્કેટમાં પણ નવી લેવાલીનો અભાવ હતો.

(5) સેન્ટ્રલ બેંક(Central Bank) સપ્ટેમ્બરમાં 64 ટન ગોલ્ડની ખરીદી કરી છે. જે ઓગસ્ટ કરતાં ત્રણ ગણી વધારે છે. એટલે કે આટલા ઊંચા ભાવમાં પણ સેન્ટ્રલ બેક ગોલ્ડની ખરીદી કરી રહી છે. ડૉલર કે અન્ય દેશોની કરન્સી પર વિશ્વાસ બેસતો નથી. આથી ગોલ્ડ અને સિલ્વરમાં હોલ્ડિંગ વધાર્યું છે.

આગામી સપ્તાહે બજાર કેવું રહેશે?

આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર માર્કેટમાં(Gold Silver Market) દરેક ઘટાડે નવી ખરીદી રહેશે. ટેકનિકલી માર્કેટ સ્ટ્રોંગ છે. જો કે મુવીંગ એવરેજથી બજાર નરમાઈ દર્શાવે છે. તેમ છતાં ગોલ્ડમાં 4000 ડૉલર અને સિલ્વરમાં 48 ડૉલરનું મજબૂત સપોર્ટ લેવલ છે. આ મથાળા પાસે નવી ખરીદી આવશે. અને ઉપરમાં 4110 ડૉલર અને સિલ્વરમાં 51.60 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલ રહેશે. જે મથાળે નફારૂપી વેચવાલી આવશે. અથવા તો ગોલ્ડમાં 4110 ડૉલર અને સિલ્વરમાં 51.60 ડૉલરનો સ્ટોપ લોસ રાખીને દરકે ઉછાળે વેચવું.

Top Trending News

Dollar vs Rupee: રૂપિયો રેકોર્ડ લૉ, સૌથી મોટો ઘટાડો આવવાનું શું કારણ?

આગામી સપ્તાહની મહત્વની ઈવેન્ટ્સ

મંગળવારઃ યુએસ પીપીઆઈ, કોર રીટેઈલ સેલ્સ ડેટા, યુએસ પેન્ડિંગ હોમ સેલ્સ ડેટા

બુધવારઃ યુએસ ડ્યુરેબલ ગુડ્ઝ ઓર્ડર્સ, પ્રિલિમનરી કવાર્ટર 3 જીડીપી, યુએસ પર્સનલ કન્ઝમ્પઝશન એક્સપેન્ડિચર્સ

ગુરુવારઃ થેંકસગિવિંગ ડેને પગલે યુએસ માર્કેટ બંધ રહેશે

You will also like

Leave a Comment