Gold Silver Market: સોનાના ભાવ ઘટ્યા તો ચાંદીમાં ઉછાળો, આગામી સપ્તાહ અતિમહત્ત્વનું રહેશે

by Investing A2Z
Gold Silver Market

અમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોનાના ભાવ ઘટ્યા હતા(Gold Rate Today) અને ચાંદીના ભાવ વધ્યા હતા.(Silver Rate Today) અમદાવાદ 24 કેરેટ સોનું(Gold Prices Today) રૂ.1,32,000 રહ્યું હતું. એમસીએક્સ ગોલ્ડ રૂ.1,30,419 હતું. અમદાવાદ ચાંદી રૂ.1,75,000 રહી હતી.(Silver Prices Today) એમસીએક્સ સિલ્વર રૂ.1,83,100 હતી. આગામી સપ્તાહે સોના ચાંદી બજારમાં(Gold Silver Market) તેજી થશે? કે પછી ઊંચા ભાવે વેચવાલી આવશે? 10 ડીસેમ્બરે ફેડરલ રીઝર્વની બેઠક છે, ફેડ રેટ કટ આવશે કે નહી? ફેડ રેટ કટ આવે તો શું અસર થશે? અને ફેડ રેટ યથાવત રહે તો શું અસર પડશે? જૂઓ વીડિયો….

ગોલ્ડ ફ્યુચરમાં 11 ડૉલરની નરમાઈ

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4194 ડૉલર થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 4299 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 4243 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધની સરખામણીએ 11 ડૉલરની નરમાઈ દર્શાવે છે.

સ્પોટ ગોલ્ડ 33 ડૉલર ઘટ્યું

સ્પોટ માર્કેટમાં ગોલ્ડ સપ્તાહની શરૂઆતે ઘટી 4163 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 4264ની હાઈ બનાવીને સપ્તાહને અંતે 4197 ડૉલર બંધ થયો હતો. જે આગલા સપ્તાહના બંધની સામે 33 ડૉલર ઘટ્યો હતો.

સિલ્વરમાં નવો ઊંચો ભાવ

સિલ્વર માર્ચ ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 56.85 ડૉલર થઈ અને તે લેવલ પર ભારે લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 59.90 ડૉલરની નવી હાઈ બનાવી હતી અને સપ્તાહને અંતે 59.05 ડૉલર બંધ રહ્યો હતો. જે આગલા સપ્તાહના બંધની સરખામણીએ 1.89 ડૉલરની મજબૂતી દર્શાવે છે.

સિલ્વર ઑલ ટાઈમ હાઈ

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ઘટી 56.18 ડૉલર થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 59.34 ડૉલર થઈ સપ્તાહને અંતે 58.29 ડૉલર બંધ થયો હતો. જે આગલા સપ્તાહના બંધની સામે 1.89 ડૉલરની મજબૂતી દર્શાવે છે.

Gold Silver Marketસોના ચાંદીમાં તેજીના કારણો

(1) રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. છેલ્લા ચાર મહિનાતી શાંતિના પ્રયાસો ચાલુ છે, પણ હજી તેમાં સફળતા મળી નથી. હવે કદાચ રશિયા યુક્રેન યુદ્ધ વધુ ભયંકર બને તેવી શકયતા જોવાઈ રહી છે.

(2) યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump) દ્વારા ટેરિફ(Tariffs) નીતિને પગલે અમેરિકાની નાણાકીય નીતિ ખોરવાઈ છે. મોંઘવારી વધી છે અને લેબર માર્કેટમાં સ્લોડાઉન છે. ટેરિફ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટના ચૂકાદાની રાહ જોવાય છે.

(3) યુએસ ફેડરલ રીઝર્વની(US Federal Reserve) આગામી સપ્તાહે 10 ડીસેમ્બર, 2025ને બુધવારે બેઠક છે. જેમાં ફેડ રેટ કટ(Fed Rate Cuts) આવે છે કે નહી તે મુદ્દે ખૂબ અનિશ્ચિતતા છે. મોટાભાગના લોકોનું માનવું છે કે ફેડ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો કટ આવશે. જો કે ઓકટોબરની ફેડરલ રીઝર્વની બેઠકમાં ફેડ ચેરમેન જેરોમ પોવેલે સ્પષ્ટ કહ્યું હતું કે ડીસેમ્બરની એફઓએમસીની(FOMC) બેઠકમાં રેટ કટ આવે તેવું કાંઈ પૂર્વનિર્ધારીત નથી. પરંતુ લેબર માર્કેટના નબળા ડેટા અને ફુગાવો વધીને આવતાં હવે રેટ કટ આવવાની પ્રબળ શકયતાઓ છે.

ફેડ રેટ કટ આવશે કે નહી?

ફેડ રેટ કટ આવે તો વ્યાજ દર ઘટે. વ્યાજ દર ઘટે તો ગોલ્ડ સિલ્વરમાં નવી લેવાલીથી ભાવમાં ઉછાળો આવે. પણ ફેડ રેટ યથાવત રખાય તો ગોલ્ડ સિલ્વરમાં(Gold Silver Market) ઊંચા મથાળે ભારે વેચવાલી ફરી વળશે અને ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટશે.

Most watched video news

Stock Market India: સેન્સેક્સમાં 447 પોઈન્ટનો ઉછાળો, આગામી સપ્તાહે તેજી આગળ વધશે?

આગામી સપ્તાહે અતિમહત્ત્વનું

ટૂંકમાં આગામી સપ્તાહ ખૂબ અનિશ્ચિતતાવાળું રહેશે અને ભારે વધઘટ પણ જોવા મળી શકે છે. જેથી સાવચેતી રાખવી વધુ જરૂરી છે. યુએસ ફેડની સાથે સોમવારે રીઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાની મોનેટરી પૉલીસીની બેઠક મળનાર છે. બુધવારે બેંક ઓફ કેનેડાની મોનેટરી પૉલીસી અંગે બેઠક મળશે તેમજ ગુરુવારે સ્વિસ નેશનલ બેંકની મોનેટરી પૉલીસીની બેઠક મળશે. એટલે આગામી સપ્તાહ અતિમહત્ત્વનું બની રહેશે.

આગામી સપ્તાહના ટેકનિકલ લેવલ

ટેકનિકલી વાત કરીએ ગોલ્ડમાં 4100 ડૉલર એ મજબૂત સપોર્ટ લેવલ રહેશે. અને 4200 ડૉલર તૂટશે તો 4150 ડૉલર અને તે તૂટે તો 4125 ડૉલર સુધીના લેવલ બતાવી શકે છે. અથવા તો ગોલ્ડ 4250 પર ટ્રેડ કરે 4300 ડૉલર અને તેની ઉપર 4325 ડૉલરનો ભાવ બતાવે. સિલ્વરમાં 56.85 ડૉલર સપોર્ટ લેવલ રહેશે. જો સિલ્વર 59.25 ડૉલર કૂદાવશે તો નવો ઉછાળો બતાવશે.

You will also like

Leave a Comment