
મહિલા નાણાંપ્રધાન નિર્મલા સીતારમને બે કલાક 45 મિનીટના લાંબા ભાષણમાં બજેટને ગુંચવાડાભર્યું અને જટિલ બનાવી દીધું છે. બજેટની સ્પીચને અધુરી મુકવી પડી હતી, વધુ લાંબા ભાષણને કારણે તેમની તબિયત પણ બગડી હતી. બજેટની શરૂઆતથી નાણાંપ્રધાને નવી યોજનાઓ માટે નાણાની ફાળવણી કરી, નવી અનેક યોજનાઓ અને નવા વાયદાઓ પણ કર્યા છે. પણ તેનું પ્રમાણિકપણે કેટલું અમલીકરણ થશે તે પ્રશ્ન યથાવત છે.




બજેટમાં રાજકોષિય ખાદ્યને કાબુમાં લેવા માટે કે તેને ઘટાડવા માટે કોઈ પગલા નથી, પણ હા એલઆઈસી કે આઈડીબીઆઈનો હિસ્સો વેચીને સરકાર નવી આવક ઉભી કરશે.

