ભાગેડુ અને દારુના વેપારી અને બંધ થયેલી કિંગફિશર એરલાઈન્સના સંસ્થાપક વિજય માલ્યાને આગામી એકાદ બે દિવસમાં ભારતને સોંપી દેવાશે. સરકારી સુત્રોના કહેવા પ્રમાણે બુધવારે વિજય માલ્યાના પ્રત્યર્પણને લગતી તમામ ઔપચારિકતાઓ પુરી કરી દેવાઈ છે. જેથી હવે ગમે તે ઘડીને વિજય માલ્યાનું પ્લેન ભારત આવી શકે છે.
ઈડીના સુત્રોના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં અમે ગમે તે સમયે માલ્યાને બ્રિટનથી લઈને ભારત આવીશું. પણ પ્રત્યાર્પણ કયારે થશે, તે અંગે તેમણે કોઈ માહિતી ન આપી. બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં માલ્યાની અરજી કાઢી નાંખી છે, જેથી ભારતીય તપાસ એજન્સીએ તેના પ્રત્યાર્પણની તમામ કાયદાકીય ઔપચારિકતા પૂર્ણ કરી દીધી છે. સીબીઆઈ અને ઈડીની ટીમ તેના પ્રત્યાર્પણ પર કામ કરી રહી છે. આ મામલા સાથે સંકળાયેલ સુત્રોના કહેવા પ્રમાણે સીબીઆઈ પ્રત્યાર્પણ પછી સૌથી પહેલા તેમની કસ્ટડીમાં લેશે. કારણ કે તેની વિરુદ્ધ અમે સૌથી પહેલો કેસ નોંધ્યો હતો.
માલ્યાના પ્રત્યાર્પણમાં સૌથી મોટુ વિધ્ન 14 મેના રોજ પુરુ થઈ ગયું હતું. જ્યારે માલ્યાના પ્રત્યાર્પણ વિરુદ્ધ કેસ હારી ગયા હતા. હવે સરકારે તેને આગામી 28 દિવસોમાં તેની ભારત લાવવો પડે. 14 મે પછી 20 દિવસ તો પસાર થઈ ચુક્યા છે, આથી હવે માત્ર 8 દિવસની અંદર જ તેને પાછો લાવવો પડે.

એપ્રિલમાં જ બ્રિટનની હાઈકોર્ટે એક ચૂકાદો આપ્યો હતો, તેમાં વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરાઈ શકાય છે. જે પછી 14 મેએ કોર્ટે માલ્યાને સુપ્રીમ કોર્ટમાં જવાની તક આપવાનો ઈન્કાર કર્યો હતો. બ્રિટનના કાયદા અંગેના જાણકારોના કહેવા પ્રમાણે પ્રત્યાર્પણને ટાળવા માટે માલ્યા પાસે બે રસ્તા છે, જેમાં એક શરણ માંગવાનો છે. માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરવા માટે ડીસેમ્બર-2018માં લંડનની વેસ્ટમિન્સટર કોર્ટે આદેશ આપ્યો હતો.