
ફેડ રેટ કટ નહી આવે
આજે શુક્રવાર 21 નવેમ્બરના રોજ ફોરેક્સ માર્કેટમાં રૂપિયામાં ઘટાડો ચાલુ રહ્યો હતો. નબળા રિસ્ક સેન્ટિમેન્ટ અને યુએસ ફેડરલ રીઝર્વ દ્વારા ફેડ રેટમાં ઘટાડો કરવાની ધારણા હવે રહી નથી. જેથી વૈશ્વિક કરન્સી માર્કેટ પર તેની અસર પડી હતી. ડૉલર સામે રૂપિયો(Dollar vs Rupee) 90 પૈસા ગબડીને 89.61 પર ટ્રેડ કરતો હતો.
રેકોર્ડ લો લેવલે રૂપિયો
ઈન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં(Forex Market) રૂપિયો(Dollar vs Rupee) 88.67 ખૂલ્યો હતો અને ઝડપથી 90 પૈસા ગગડીને 89.71 ઓલ ટાઈમ લો થયો હતો. ગુરુવારે રૂપિયો 20 પૈસા તૂટ્યો હતો. તેની પહેલા ઈન્ટ્રા-ડે નો રેકોર્ડ લો 88.85 હતો, જે 30 સપ્ટેમ્બર થયો હતો. જ્યારે પાછલો ઑલ ટાઈમ લૉ રેકોર્ડ 14 ઓકટોબરે 88.81 પર હતો.
88.80 તૂટતાં ઘટાડો ઝડપી બન્યો
ફોરેક્સ માર્કેટના જાણકારોના કહેવા પ્રમાણે આજે રૂપિયામાં(Dollar vs Rupee) ઘટાડો વધુ ઝડપી બન્યો હતો. કેમ કે તે લાંબા સમયથી 88.80ના લેવલનો સપોર્ટ હતો. પણ આજે શુક્રવારે આ લેવલ તૂટતાં ઘટાડો આવ્યો હતો, અને કોઈ સપોર્ટ મળ્યો ન હતા. નિકાસકારોની મજબૂત ડૉલર સપ્લાયની અછત અને આયાતકારનું સતત હેજિંગ ડિમાન્ડમાં ઘટાડાથી રૂપિયો વધુ ઝડપી તૂટ્યો હતો.
એફઆઈઆઈની પાંચ મહિનાથી વેચવાલી
ઓગસ્ટ આખરમાં યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર ભારે ટેરિફ લાદવામાં આવ્યો હતો. તે પછી રૂપિયા પર વધુ પ્રેશર રહ્યું હતું. વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં આ વર્ષે સળંગ પાંચ મહિનામાં રૂપિયા 1,46,055 કરોડનું રોકાણ પાછુ ખેચ્યું છે. જેને કારણે રૂપિયો(Dollar vs Rupee) એશિયાની સૌથી નબળી કરન્સી બની ગઈ છે.
વૈશ્વિક સ્ટોક માર્કેટ તૂટ્યા
આજે શુક્રવારે વૈશ્વિક સ્ટોક માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ડાઉજેન્સ, નેસ્ડેક સહિત એશિયાઈ સ્ટોક માર્કેટમાં ઑલરાઉન્ડ વેચવાલી ફરી વળી હતી અને બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસ હતા. પરિણામે ગ્લોબલ માર્કેટના નેગેટિવ સંકેત હતા. જાપાનીઝ યેન પણ આજે 10 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.
Most Watched Video News
Stock Market India: સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો, આગામી સપ્તાહે આપની શું સ્ટ્રેટેજી રહેશે?
ટ્રેડ ડીલ અંગે અનિશ્ચિતતા
બીજી તરફ યુએસ અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ અંગે હજી અનિશ્ચિતતા રહી છે. બન્ને દેશો તરફથી અનેકવાર નિવેદન આવ્યા હતા, કે ટ્રેડ ડીલની બિલકુલ નજીક છે. પણ હજી સુધી સત્તાવાર રીતે જાહેરાત થઈ નથી. ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદી ઘટાડી છે, ટ્રમ્પે પણ આ વાત સ્વીકારી છે, પણ ટ્રમ્પે ભારત પર વધારાનો 25 ટકા સ્પેશિયલ ટેરિફ પાછો ખેચ્યો નથી. આમ ભારોભાર અનિશ્ચિતતાના માહોલમાં કરન્સી માર્કેટમાં અવિશ્વાસનું વાતાવરણ ઉભું થયું છે.