Diwali 2025 India: ભારતવાસીઓ દિવાળીમાં પાકિસ્તાનના પાંચ વર્ષના સંરક્ષણ બજેટ કરતાં વધુ ખરીદી કરે છે

by Investing A2Z
Diwali 2025 India

Diwali 2025 Indiaનવી દિલ્હી- Diwali 2025 India વીતેલા ચાર વર્ષોમાં સતત દિવાળી પર વેચાણના આંકડાઓમાં ઉત્તરોતર વધારો થયો છે. વર્ષ 2021ની દિવાળીમાં ભારતમાં 1.25 લાખ કરોડનું કુલ વેચાણ થયું હતું. પણ હવે 2025ના વર્ષમાં અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ આંકડો 4.75 લાખ કરોડ સુધી જઈ શકે છે.

Diwali 2025 માં ધૂમ ખરીદી

દિવાળી 2025માં ભારતમાં ખર્ચમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના ચાંદીથી લઈને ઇલેક્ટ્રોનિક્સ અને ફેશન સુધી, દેશભરના બજારોમાં રેકોર્ડ વેચાણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે આ તહેવારોની મોસમથી ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે અને ભારતીય અર્થતંત્ર મજબૂત બન્યું છે. ભારતીયો નવા ઉત્સાહ અને સમૃદ્ધિ સાથે પ્રકાશના પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે શોપિંગ મોલ્સ, ઓનલાઈન પ્લેટફોર્મ અને જ્વેલરી સ્ટોર્સમાં ભારે ભીડ અને માંગ વધી રહી છે.

ગ્રાહકોની ખરીદશક્તિ વધી

અર્થશાસ્ત્રીઓ માને છે કે તહેવારોના ખર્ચમાં આ વધારો ભારતના રીટેઈલ અને સર્વીસીઝ સેક્ટરને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે, જે ભારતીય ગ્રાહકોની વધતી જતી ખરીદ શક્તિને પ્રતિબિંબિત કરે છે અને સાથે ઈકોનોમીમાં લીક્વીડિટી ફરતી થઈ છે.

ભારતીય ઈકોનોમી મજબૂત થશે

ભારતની અર્થવ્યવસ્થાને લઈને અનેક વાતો કહેવામાં આવી રહી છે. અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક દિવસો પહેલા કહ્યું હતું કે ભારત દેશની અર્થવ્યવસ્થા ડેડ ઈકોનોમી(Dead Economy) છે. પરંતુ આ દાવો સદંતર ખોટો છે. તેના માટે આપણી સામે એવા કેટલાય આંકડા સામે આવ્યા છે, જે ઠોસ પુરાવા આપે છે કે ભારતની ઈકોનોમી મજબૂત છે, અને આર્થિક વૃદ્ધિ કરી રહી છે.

અધધધ ખર્ચ….

ભારતની ઈકોનોમી ડેડ(Dead Economy) નથી, કારણ કે ફકત એક જ તહેવાર દિવાળીમાં જ અધધધ… ખર્ચ કરે છે. કે જે નેપાળની જીડીપીથી લઈને પાકિસ્તાનના સંરક્ષણ બજેટ કરતાં કંઈ વધારે છે. આ આંકડા અમારા નથી પણ કોન્ફેડેરશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સે(Confederation of All India Traders – CAIT) જાહેર કર્યા છે.

પાકિસ્તાનના પાંચ વર્ષના સંરક્ષણ બજેટ કરતાં વધુ ખરીદી

વીતેલા ચાર વર્ષોમાં સતત દિવાળીના તહેવારમાં વેચાણના આંકડામાં સતત વધારો થયો છે. 2021માં જ્યારે દિવાળી હતી, ત્યારે તે સમયે 1.25 લાખ કરોડનું કુલ વેચાણ થયું હતું. 2025માં હવે અનુમાન લગાવાય છે કે આ આંકડો 4.75 લાખ કરોડ સુધી જઈ શકે છે. અહીંયા એવું ણ કહેવાયું છે કે એકલી રાજધાની દિલ્હીમાં 75,000 કરોડનું વેચાણ થઈ શકે છે. આ આંકડો સત્તાવાર નથી, પણ દિવાળી પહેલા માર્કેટમાં ખરીદનાર અને વેચનાર અને માર્કેટમાં જોવા મળેલ ભીડ પરથી કયાસ લગાવી શકાય છે.

વીતેલા ચાર વર્ષમાં વેચાણ

  • 2021 વર્ષ   1.25 લાખ કરોડ
  • 2022 વર્ષ  2.50 લાખ કરોડ
  • 2023 વર્ષ 3.75 લાખ કરોડ
  • 2024 વર્ષ 4.25 લાખ કરોડ

સોર્સ- CAIT

આંકડા જોવાની અલગ રીત

ઉપર દર્શાવેલ વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં દિવાળીના સમયે ધૂમ ખરીદી થતી હોય છે. આ આંકડા તો બરાબર છે, પણ તેને જોવાની રીત પણ અલગ રાખવી જોઈએ. આપને જાણીને આર્શ્ચય થશે કે પાકિસ્તાનનું છેલ્લા પાંચ વર્ષનું સંરક્ષણ બજેટ રહ્યું છે, તેનાથી વધારે ભારત આ વર્ષે દિવાળીમાં ખરીદી કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારના કેટલાક રીપોર્ટ જોયા પછી આ આંકડા બહાર આવ્યા છે. અને ભારતના પાડોશી દેશો દરેક મામલામાં પાછળ છે.

અનેક ગણી વધારે ખરીદી

વર્ષ 2021-22માં પાકિસ્તાનનું સંરક્ષણ બજેટ 1.28 ટ્રિલિયન પાકિસ્તાનના રૂપિયામાં) છે, જેને ભારતીય રૂપિયામાં રૂપાંતર કરીએ તો 0.40 લાખ કરોડ થાય છે. 2024-25માં પાકિસ્તાનના રૂપિયામાં તેમનું સંરક્ષણ બજેટ 2.12 ટ્રિલિયન હતું, જે ભારતીય રૂપિયામાં 0.66 લાખ કરોડ થાય છે. અને 2025-26માં પાકિસ્તાનના રૂપિયામાં સંરક્ષણ બજેટ 2.55 ટ્રિલિયન છે, જે ભારતીય રૂપિયામાં 0.79 લાખ કરોડ થવા જાય છે. આ આંકડા પરથી આપને અંદાજો આવી ગયો હશે કે ભારતીયો દિવાળીમાં પાકિસ્તાનના સંરક્ષણ બજેટ કરતાં અનેક ઘણી વધારે ખરીદી કરે છે.

4.75 લાખ કરોડ કરતાં વધુ ખરીદી

પાકિસ્તાનના પાંચ વર્ષના સંરક્ષણ બજેટનો સરવાળો કરીએ તો અંદાજે 2.90 લાખ કરોડ થાય છે. આ આંકડા સામે જોઈએ તો ભારતમાં એકમાત્ર તહેવાર દિવાળીમાં આ વર્ષે 4.75 લાખ કરોડની કુલ ખરીદી થવાની છે.

નેપાળની જીડીપી કરતાં Diwali 2025 માં વધુ ખરીદી

વર્લ્ડ બેંકની રીપોર્ટ દર્શાવે છે કે 2024 નેપાળની જીડીપી 42.91 બિલિયન ડૉલરની હતી. આ રકમને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો આ આંકડો 3.56 લાખ કરોડ થાય છે. તેનો સીધો અર્થ એવો થાય કે નેપાળની જેટલી જીડીપી છે, તેના કરતાં ભારતના લોકો દિવાળીમાં ખરીદી કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો નેપાળની જીડીપી અને ભારતમાં દિવાળીના ખર્ચમાં 1.19 લાખ કરોડનું અંતર છે. એટલે કે તેના કરતાં વધુ ખર્ચ કરે છે.

5 લાખ કરોડ કરતાં વધુ ખરીદીનું અનુમાન

CAIT એ તેમના આંકડામાં સ્પષ્ટ કર્યું છે કે આ વર્ષે દિવાળીની ખરીદી 4.75 લાખ કરોડ સુધી જશે. કેટલાક સ્થળોએ તો આ અનુમાન 5 લાખ કરોડ સુધી મુકાઈ રહ્યું છે. બીજા કેટલાક આંકડા પણ સામે આવ્યા છે કે ભારતવાસી દિવાળીમાં કઈ ચીજવસ્તુ ખરીદવા પાછળ કેટલો ખર્ચ કરે છે.

કઈ ચીજવસ્તુ પાછળ કેટલો અંદાજિત ખર્ચ

  1. ખાદ્ય કરિયાણા પાછળ રૂ.61,750 કરોડ
  2. કપડા રૂ.57,000 કરોડ
  3. ઈલેક્ટ્રોનિક્સ રૂ.38,000 કરોડ
  4. ગિફ્ટ આઈટમ રૂ.38,000 કરોડ
  5. કોસ્મેટિક્સ અને પર્સનલ કેર રૂ.28,500 કરોડ
  6. ફર્નિચર અને ફર્નિસિંગ રૂ.19,000 કરોડ
  7. ફળો અને સુકો મેવો રૂ.14,250 કરોડ
  8. મિઠાઈ અને નમકીન રૂ.19,000 કરોડ
  9. વીજળી અને ઈલેક્ટ્રિકલ સામાન રૂ.19,000 કરોડ
  10. હોમ ડેકોર રૂ.14,250 કરોડ
  11. વાસણો અને કિચનવેર રૂ.14,250 કરોડ
  12. પૂજા સામગ્રી રૂ.14,250 કરોડ
  13. કન્ફેશનરી અને બેકરી રૂ.9,500 કરોડ
  14. અન્ય ચીજવસ્તુઓ રૂ.1,14,500 કરોડ

સોનાચાદીમાં 50 હજાર કરોડનો વેપાર

દિવાળીએ ધૂમ ખરીદી તો થઈ રહી છે. સાથે સોના ચાંદીના વેચાણમાં વધારો થયો છે. આ વર્ષે સોના ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે અને ભાવ ખૂબ જ ઊંચા છે, તેમ છતાં આ વર્ષે ધનતેરસના દિવસે અંદાજે 50 હજાર કરોડ રૂપિયાના વેપાર થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

ઓટો સેકટરના વેચાણમાં 35 ટકાનો વધારો

સોના ચાંદીની ડિમાન્ડ રહી છે, તેવી જ રીતે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં પણ નવરાત્રિ અને દિવાળીની ધૂમ ખરીદી થઈ છે. જીએસટીમાં(GST News) ઘટાડા પછી વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. FADA ના ડેટા દર્શાવે છે કે નવરાત્રિમાં જ ઓટોમોબાઈલ સેકટરના વેચાણમાં 35 ટકાનો ઉછાળો નોંધાયો છે.

Top Trending News

Gold Silver: નફારૂપી વેચવાલીથી ભાવ તૂટવાના શરૂ થયા છે!

જીએસટી રિફોર્મ

અત્રે નોંધનીય છે કે કેન્દ્ર સરકારે જીએસટીમાં રીફોર્મ્સ કર્યા છે. બે સ્લેબ કાઢી નાંખ્યા છે અને હવે માત્ર બે સ્લેબ રહ્યા છે. જેથી અનેક ચીજવસ્તુઓમાં જીએસટીના ઘટાડાને કારણે અનેક ચીજવસ્તુઓના ભાવ ઘટ્યા છે. જે બચત ઉત્સવને કારણે લોકોએ આ દિવાળીમાં મનમુકીને ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે.

You will also like

Leave a Comment