Crude Oil Prices: ટ્રમ્પે રશિયાની બે ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો, ક્રૂડના ભાવમાં ઉછાળો

by Investing A2Z
Crude oil prices

Crude oil pricesનવી દિલ્હી- Crude Oil Prices રશિયા યુક્રેન યુદ્ધને લઈને અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયાની ઓઈલ રીફાઈનરી પર પ્રતિબંધ લાદ્યા છે,(Russian oil companies Sanctioned) જેને પગલે ક્રૂડ ઓઈલના(Crude Oil Prices) ભાવમાં ઉછાળો આવ્યો છે. ટ્રમ્પે રશિયાની બે દિગ્ગજ ઓઈલ કંપનીઓ Rosneft અને Lukoil પર નવા પ્રતિબંધ લાદ્યા છે.

યુક્રેન યુદ્ધ રોકવા પ્રેશર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump) દ્વારા રશિયાની બે ઓઈલ કંપનીઓ પર લગાવેલ પ્રતિબંધને કારણે આજે ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં(Crude Oil Prices) 3 ટકા કરતાં વધુનો ઉછાળો નોંધાયો છે. બ્રેન્ટનો(Brent) ભાવ64 ડૉલરની ઉપર નીકળી ગયો છે. રશિયાની બે ઓઈલ દિગ્ગજ કંપની પર લગાવેલ પ્રતિબંધને રશિયા અને યુક્રેન યુદ્ધ રોકવા(Russia Ukraine War) માટે પ્રેશર બનાવવા માટે લેવાયું છે.

બ્રેન્ટ 64 ડૉલર ઉપર

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ આગલા બંધભાવ 62.59 ડૉલરની સામે આજે ઉછળીન 64.42 ડૉલર થયો હતો. અને હાલ સવારે 9.18 કલાકે 2.62 ટકા વધી 64.23 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે.

ક્રૂડ ઓઈલ(Crude Oil Prices) 60 ડૉલર ક્રોસ

ક્રૂડ ઓઈલ આગલા બંધ 58.50 ડૉલરની સામે આજે ઝડપી ઉછળીને 60.17 ડૉલર થયો હતો. જે હાલ સવારે 9.20 કલાકે 2.81 ટકા ઉછળી 60.14 ડૉલર પર ટ્રેડ કરી રહ્યો છે.(Crude Oil Prices)

અમેરિકા આગળની કાર્યવાહી માટે તૈયાર

અમેરિકાએ વધુમાં કહ્યું છે કે આગળની કાર્યવાહી માટે તૈયાર છે અને મોસ્કોને યુક્રેન યુદ્ધ વિરામ પર તુરંત જ સહમત થવા માટે આહ્વાન કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ યુદ્ધને લઈને રશિયા પર પ્રતિબંધ લગાવ્યા ન હતી, પરંતુ કેટલાક વેપાર ઉપાયો પર વિશ્વાસ કર્યો હતો.

યુક્રેન યુદ્ધ રોકવા પુતિનનો ઈન્કાર

નાણાપ્રધાન સ્કોટ બેસેન્ટે એક નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિન(Russia President Vladimir Putin) દ્વારા આ નિરર્થક યુદ્ધને સમાપ્ત કરવાનો ઈન્કાર કર્યા પછી નાણા મંત્રાલય રશિયાની આ બે મોટી કંપનીઓ પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યું છે. જે ક્રેમલિનની યુદ્ધ મશીનને નાણાકીય પોષણ આપે છે.

બ્રિટને પણ લગાવ્યો હતો પ્રતિબંધ

બ્રિટને વીતેલા સપ્તાહે રોસનેફ્ટ અને લુકોઈલ(Rosneft and Lukoil) પર પ્રતિબંધ લગાવ્યા હતા. તે ઉપરાંત યુરોપિયન સંઘના દેશોએ યુદ્ધ માટે રશિયા વિરુદ્ધ પ્રતિબંધોના 19માં પેકેજની મંજૂરી આપી હતી. જેમાં રશિયા એલએનજી(LNG)ના આયાત પર પ્રતિબંધ પણ સામેલ છે.

ટ્રમ્પની ધમકીઓની અસર નબળી

અગ્રણી એનાલીસ્ટના કહેવા પ્રમાણે પ્રતિબંધોના સમાચારે કાચા તેલની કીમતોમાં ઉછાળો લાવી દીધો છે. પણ અત્યાર સુધી આવેલ ઉછાળો ધારણા મુજબ હતા. કારણ કે હવે પાછલા પ્રતિબંધો અને ટેરિફની ધમકીઓ નબળી પડી રહી છે અને તે હવે મોડી પણ છે. જેથી પ્રતિબંધોને લાગુ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. જેથી જેની અસર બહુ પડી નથી.

અમેરિકાની માંગ

અમેરિકાના પ્રતિબંધની જાહેરાત પછી તુરંત ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 3 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. જેમાં અમેરિકાની વધતી જતી ઈંધણની માંગથી પણ ભાવ વધ્યા છે.

ટ્રમ્પનો યુ ટર્ન

આ પ્રતિબંધ ટ્રમ્પ માટે એક યુ ટર્ન છે. જેમણે વીતેલા સપ્તાહે જાહેરાત કરી હતી કે તેઓ આવનાર સપ્તાહમાં પુતિનને મળવાના છે અને વારંવાર કહ્યું હતું કે હુ એવું માની રહ્યો છું કે રશિયા યુદ્ધને સમાપ્ત કરવા ઈચ્છે છે. પણ મંગળવારે તેમણે કહ્યું હતું કે હવે તેઓ વધુ એક વ્યર્થ બેઠક કરવા નથી ઈચ્છતા.

ટ્રમ્પ શી જિંનપિંગને મળશે

આ પ્રતિબંધો પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે આગામી સપ્તાહે દક્ષિણ કોરિયામાં થનારી બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે રશિયાની તેલની ખરીદી માટે વાતચીતની યોજના બનાવી રહ્યા છે. મંગળવારે અમેરિકી નેતાએ કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આશ્વાસન આપ્યું હતું કે દેશ પોતાની ખરીદી બંધ કરી દેશે.

ચીન પર કોઈ કાર્યવાહી નહી

યુક્રેન યુદ્ધ પછી જ્યારે અન્ય દેશોએ રશિયાના આક્રમણથી બચવા માટે દૂર જતાં રહ્યા હતા. બન્ને દેશ રશિયાથી તેલના સૌથી મોટા ખરીદી કરનારા દેશ બની ગયા હતા. ટ્રમ્પે ભારત પર વેપાર માટે ભારે ટેરિફ પણ લગાવ્યો હતો. પણ ચીન પર કોઈ કાર્યવાહી નથી કરી.

રશિયા પર પ્રતિબંધ માટે પેકેજ

યુરોપિયન સંઘના દેશોએ રશિયા પર પ્રતિબંધના એક નવા પેકેજ પર સહમતિ બનાવી લીધી છે. જે ગુરુવારે પાસ થવાની ધારણા છે. યુરોપિયન સંઘની અધ્યક્ષતા કરનાર ડેનમાર્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઉપાય એવી 45 સંસ્થાઓ પર કરીશું, જેમાં ઓપેક પ્લસ ઉત્પાદકના પ્રતિબંધોથી બચવામાં મદદ કરી હતી. જેમાં ચીન અને હોંગકોંગની 12 કંપનીઓ સામેલ છે.

Top Trending News

US India Trade Deal Latest News: ભારત અને અમેરિકા ટ્રેડ ડીલ થવાની બિલકુલ નજીક

ક્રૂડ પાંચ મહિનાની નીચે હતું

વીતેલા સપ્તાહના સોમવાર 20 ઓકટોબર, 2025ના રોજ ક્રૂડ ઓઈલ પાંચ મહિનાના નીચા સ્તરે આવી ગયું હતું. કારણ કે વેચવાલી વધારે હતી અને અમેરિકાના કાચા તેલના ભંડારમાં ઘટાડાએ વધુ આપૂર્તિની ચિંતાઓને ઓછી કરવામાં મદદ કરી હતી. હવે ફરીથી વૈશ્વિક સંકેતોને કારણે ક્રૂડના ભાવ ઉછળ્યા છે.

You will also like

Leave a Comment