
અહીં એ વાત મહત્વપૂર્ણ છે કે તમામ નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવશે નહી. સરકાર પહેલેથી સ્પષ્ટ કરી ચુકી છે કે તમામ ભારતીયોને રસી આપવાની જરૂરિયાત નથી. ફકત એટલી વસ્તીને જ રસી આપવામાં આવશે જેનાથી કોરોના સામે હર્ડ ઈમ્યુનિટી વિકસિત કરી શકાય અને કોરોના સંક્રમણની ચેન તૂટી જાય. સ્વાસ્થ્યપ્રધાને સ્પષ્ટ કરી દીધું છે કે જેને પણ કોરોનાની વેક્સિન આપવામાં આવશે તેની પાસેથી એકપણ પૈસો લેવામાં આવશે નહી. રસી કોને આપવી તે સરકાર નક્કી કરશે. પ્રથમ તબક્કામાં 51 લાખ લોકોને રસી આપવામાં આવશે, કે જેઓ હેલ્થવર્કર, કોરોના વોરિયર, 50 વર્ષથી વધુની ઉંમરના લાકો અથવા કોઈપણ ગંભીર રોગથી પીડાતા હોય તેવા લોકોને પ્રાયોરિટીના ધોરણે રસી આપવામાં આવશે.



