
દેશમાં કોરોનાની બીજી લહેર ફેલાઈ છે. 3 ડીસેમ્બર, 2020ના છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના અંદાજે 35,000થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે. કોરોના વાયરસના ફેલાવાની ઝડપ ઘટી છે એટલે કે કેસ ઓછા નોંધાયા છે, તે જોઈને દિલ્હી એઈમ્સના ડીરેક્ટર ડૉકટર રણદીપ ગુલેરિયાએ ખુશી વ્યક્ત કરતાં કહ્યું છે કે અમે કોરોનાનો ગ્રાફ નીચે જતો જોઈ રહ્યા છીએ. અને જો નિયમોનું પાલન કરીશું તો આ ઘટાડો આગળ વધશે.

ડૉકટર રણદીપ ગુલેરિયાએ આશા જતાવી છે કે આ મહિનાના અંત સુધીમાં અથવા તો આગામી મહિનાની શરૂઆતમાં આપણે કોરોનાની વેક્સિનનો ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી મળી જશે. આપણે વેક્સિનના ડિસ્ટ્રીબ્યૂશનને લઈને સખત પગલા ભરવાની જરૂરિયાત છે. જેનાથી જનતાને વેક્સિન આપવાનું શરૂ કરી શકાય.
