અમેરિકાની મોડર્ના ઈંકએ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન બનાવી લીધી હોવાનો દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેમની વેક્સિન કોરોના સંક્રમણથી બચાવમાં 94.5 ટકા કારગત નિવડી છે. કંપનીનું વધુમાં કહેવું છે કે મોડર્ના વેક્સિનનો એક ડોઝ(ખુરાક) માટે સરકાર 25-27 અમેરિકી ડૉલર એટલે કે રૂપિયા 1850થી 2745 લઈ શકે છે.
મોડર્નાના કાર્યકારી અધિકારીના કહેવા પ્રમાણે વેક્સિનની કીમત તેની માંગ પર નિર્ભર રહશે. જર્મન સાપ્તાહિક વેલ્ટ એમ સોનટેગ સાથેની વાતચીતમાં અધિકારીના કહેવા પ્રમાણે અમારી વેક્સિનની કીમત 10-50 ડૉલર એટલે કે 741થી 3708 રૂપિયા સુધી આવી શકે છે.


કંપનીને આશા છે કે આ વર્ષના આખર સુધી વેક્સિનના બે કરોડ ડોઝ તૈયાર કરી નાંખશે. કંપનીનો દાવો છે કે આગામી વર્ષ સુધીમાં 100 કરોડ ડોઝ તૈયાર કરી નાંખશે. પણ લોકો સુધી દવા પહોંચવા માટે મોડર્ના કંપનીને કેટલી ઔપચારિકતાઓમાંથી પસાર થવું પડશે. કંપની ખૂબ જ ઝડપથી સરકાર પાસેથી તેના ઉપયોગ માટે મંજૂરી માંગશે. હાલ ઓછામાં ઓછા જુલાઈથી યુરોપિયન સંધ કોરોના વેક્સિન માટે વાતચીત કરી રહ્યું છે.