
વર્લ્ડઓમીટર વેબસાઈટના કહેવા પ્રમાણે દુનિયાના 195 દેશોમાં 9,64,000થી વધુ લોકોને કોરોનાના વાયરસનો ચેપ લાગ્યો છે. આ કોરોના વાયરસથી 49,000થી વધુ લોકોના મોત થયા છે, અને 2,03,000થી વધુ લોકો સારવાર લઈને સાજા થઈ ગયા છે. ભારતમાં 02 એપ્રિલ સુધીમાં 2059 કેસ નોંધાયા છે, અને 65ના મોત થયા છે. જે દેશો મેડિકલ અને સ્વાસ્થ્યની બાબતમાં અને શોધમાં સૌથી વધુ આગળ છે તેવા દેશો જેવા કે ચીન, ઈટાલી, સ્પેન, જર્મની અને અમેરિકામાં કોરોનાનો વાયરસ ખુબ ઝડપથી ફેલાયો છે. અમેરિકામાં 2,16,000થી વધુ કેસ પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 5144 લોકોના મોત થયા છે. ઈટાલીમાં 1,10,000થી વધુ લોકો કોરોના પોઝિટિવ છે, જેમાં 13,000થી વધુ લોકોના મોત થયા છે. આ વાયરસને રોકી રાખવામાં વિશ્વના અગ્રણી દેશો હજી સફળ થયા નથી, તેની રસીની શોધ ચાલુ છે, બધા દેશો દાવો કરી રહ્યા છે, કે રસીનો શોધ કરી છે, પણ તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. જોઈએ કોને સફળતા મળે છે.



