

ચીને ભારતની લદાખ સરહદે લશ્કરી તાકાત વધારીને ગલવાન ઘાટી અને પેંગોગ સરોવર વિસ્તાર પર કબજો જમાવ્યો, ભારતના લશ્કરે પહોંચીને ચીનના સૈનિકનો પાછા ખસેડ્યા છે, તે ઝપાઝપીમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા, તો સામે ચીનના 48 સૈનિકો માર્યા ગયા હતા, જો કે ચીને તે વાતને સ્વીકારી નથી. પણ ત્યાર પછી ભારત અને ચીનની સેનાઓ વચ્ચે મંત્રણાનો દોર શરૂ થયો, વિદેશી પ્રધાનોએ ટેલિફોનિક વાત કરીને સરહદ પરની તંગદિલી હળવી કરવા સમજૂતી કરી, પણ ચીનના સૈનિકો માન્યા નહી. ચીનની સૈનિકો સરહદ પર ખસ્યા નહી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લદાખ બોર્ડરની અચાનક મુલાકાત લીધી કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પણ લદાખ સરહદે મુલાકાત લીધી, લશ્કરને તૈયાર રહેવા આહ્વાન કર્યું. આમ ચારેકોરથી દબાણ ઉભું થતાં ચીનની સૈનિકોએ ચોકીએ ખેસડીને પાછી લઈ ગયા હતા. તેમ છતાં હજી ભારત ચીન સરહદ પર તંગદિલીનો માહોલ છે.


અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ પણ પસાર કરાયો હતો, જેમાં ચીનને કહી દીધુ છે કે ભારત સાથે એલએસી પર શાંતિપૂર્વક રીતે તંગદિલી ઘટાડે. જે ભારતના પક્ષની વાત છે.

જો કે હવે ચીન ચારેય બાજુથી ભીંસમાં છે. કોઈપણ ખોટુ પગલું ભરશે તો તેને તેની ભુલ જિંદગી પર નડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદાખ બોર્ડર પર જઈને ચીનને જે મેસેજ આપ્યો છે કે વિસ્તારવાદ નહી, પણ વિકાસવાદનો જમાનો છે. આ સંદેશ ચીન સમજી જાય તો સારુ. વિસ્તારવાદમાં વિનાશ થઈ શકે છે. પણ હવે ચીનની દાદાગીરી અમેરિકા અને ભારત સહન નહી કરી શકે, તે વાત નક્કી છે.