નવી દિલ્હી- ભારત-પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધવિરામ થયું છે. તેની માહિતી આપતાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે બપોરે 3.35 વાગ્યે બંને દેશો DGMO સાથે વાતચીત કરી હતી. યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ આજે સાંજે 5 વાગ્યે બંને દેશ આકાશ, જળ, ધરતી પરથી કોઈ હૂમલો કરશે નહી.
મિસરીએ કહ્યું હતું કે 12 મેના રોજ બન્ને દેશોના અધિકારીઓ આગળની રણનીતિ પર ચર્ચા કરશે.
ભારત પોતાની શરતોને લઈને યુદ્ધવિરામ માટે રાજી થયું છે.

પાકિસ્તાનના ઉપપ્રધાનમંત્રી ઈશાક ડારે તેમના ટ્વીટર હેન્ડલર પર જાહેરાત કરી છે કે તેમનો દેશ યુદ્ધવિરામ માટે તૈયાર છે. તેમણે તેમની પોસ્ટમાં લખ્યું હતું કે પાકિસ્તાન અને ભારતે તત્કાલ પ્રભાવથી યુદ્ધવિરામ પર સહમતિ દર્શાવી છે. પાકિસ્તાને હંમેશા સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા સાથે સમજૂતી કર્યા વગર ક્ષેત્રમાં શાતિ અને સુરક્ષા માટે પ્રયાસ કર્યા છે.

ભારતના વિદેશ સચિવ દ્વારા નિવેદન
પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે આજે વહેલી બપોરે 15.35 કલાકે ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સને બોલાવ્યા હતા. તેમની વચ્ચે સંમતિ સધાઈ હતી કે બંને પક્ષો આજે ભારતીય સમયાનુસાર સાંજના 5 કલાકથી જમીન અને હવા અને સમુદ્રમાં તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરશે.
બંને પક્ષે સમજૂતીની અસર કરવા સૂચના આપવામાં આવી છે.
12મી મેના રોજ બપોરે 12 વાગ્યે ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ ચર્ચા કરશે.
