શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે ઘટાડો આવ્યો હતો. બ્લુચિપ સ્ટોકમાં નવું બાઈંગ આવ્યું હતું, પણ ઊંચા મથાળે વેચવાલી પણ આવી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 230 પોઈન્ટ ઘટી 81,381 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 34 પોઈન્ટ ઘટી 24,964 બંધ રહ્યો હતો. શું આગામી સપ્તાહે શેરબજારમાં ઘટાડો આગળ વધશે? જૂઓ વીડિયો…
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે શુક્રવારે 1480 શેરના ભાવ વધ્યા હતા, 1287 શેરના ભાવ ઘટ્યા હતા અને 83 શેરના ભાવ ફેરફાર વગર બંધ થયા હતા. નિફટી-50માં 28 શેરના ભાવ વધ્યા હતા અને 22 શેરના ભાવ ઘટ્યા હતા.
52 વીક હાઈ-લો
આજે સપ્તાહના અંતિમ દિવસે 83 સ્ટોક વર્ષની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા અને 24 શેરના ભાવ વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યા હતા.
સર્કિર બ્રેકર
125 સ્ટોકમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 56 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.
ટોપ ગેઈનર્સ
ટ્રેન્ડ, હિન્દાલકો, એચસીએલ ટેકનો, ટેક મહિન્દ્રા અને ઓએનજીસી
ટોપ લુઝર્સ
ટીસીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેંક, સિપ્લા અને અદાણી એન્ટરપ્રાઈઝ
તાતા સન્સના નવા ચેરમેન નોએલ તાતા
રતન તાતાના અવસાન પછી મુંબઈ મળેલી બેઠકમાં તાતા સન્સના નવા ચેરમેન પદે રતન તાતાના સાવકા ભાઈ નોએલ તાતાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
Will the stock market fall further next week?
The stock market fell on the final day of the week. There was fresh buying in bluechip stocks, but there was also some selling at the higher end. Mumbai stock market’s Sensex closed down 230 points at 81,381. The National Stock Exchange’s Nifty closed down 34 points at 24,964. Will the stock market decline continue next week? Watch the video…