મ્યુચ્યુઅલ ફંડમાં મહિલાઓના રોકાણમાં ભારે વધારો, કેમ?

by Investing A2Z

મુંબઈ- મ્યુચ્યુઅલ ફંડમાં (Mutual Fund) રોકાણ (Investment) કરનારા લોકોની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2025માં મ્યુચ્યુઅલ ફંડની કુલ સંપત્તિ 23 ટકા એટલે કે રૂપિયા 12 લાખ કરોડથી વધુ વધીને રૂપિયા 65.74 લાખ કરોડ થઈ ગઈ છે. આ એક નવો રેકોર્ડ છે. (New record of investment in mutual funds)

શેરબજારમાં (Stock Market India) તેજી અને નફો મળવાને કારણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં (Investment In Mutual Fund) આ વધારો થયો છે. માર્ચ 2024માં મ્યુચ્યુઅલ ફંડની કુલ સંપત્તિ 53.40 લાખ કરોડ રૂપિયા હતી. તાજેતરમાં જ જાહેર કરાયેલા AMFI – Association of Mutual Funds in India વાર્ષિક રીપોર્ટમાં આ માહિતી પ્રકાશમાં આવી છે. રીપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2025માં 8.15 લાખ કરોડ રૂપિયાના નવા રોકાણો પણ આવ્યા છે.

Top Informative News

ભારતની ટોપ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) કંપનીઓ અંગે જાણો…

આ વધારાથી રોકાણકારો (Investor) ની સંખ્યામાં પણ વધારો થયો છે. ફોલિયો (Folio) ની સંખ્યા વધીને 23.45 કરોડ થઈ ગઈ છે અને રોકાણકારોની સંખ્યા લગભગ 5.67 કરોડ સુધી પહોંચી ગઈ છે. AMFI રિપોર્ટ અનુસાર (Women’s Investment in Mutual Funds) મહિલાઓની આર્થિક સ્વતંત્રતા અને જાગૃતિ વધી રહી છે. માર્ચ 2025 સુધીમાં કુલ 5.34 કરોડ યુનિક રોકાણકારો હતા, જેમાંથી 26 ટકા એટલે કે 1.38 કરોડ મહિલાઓ હતી. તે માર્ચ 2024 કરતાં 24.2 ટકાથી વધુ છે. સાક્ષરતા દરમાં વધારો અને કાર્યસ્થળમાં મહિલાઓની વધતી ભાગીદારીએ તેમના આર્થિક યોગદાનને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી છે. મહિલાઓ હવે રોકાણની દુનિયામાં એક મુખ્ય સહભાગી તરીકે ઉભરી છે.

SIP – Systematic Investment Plan થી રોકાણ આકર્ષણ અકબંધ રહ્યું છે. નાણાકીય વર્ષ 2025 માં SIP દ્વારા રોકાણ કરનારા લોકોની સંખ્યા 45 ટકા વધીને રૂપિયા 2.89 લાખ કરોડ થઈ ગઈ છે. આના કારણે SIP સંપત્તિ 24.6 ટકા વધીને રૂપિયા 13.35 લાખ કરોડ થઈ. આ જ સમયમાં ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ્સમાં (Equity Oriented Mutual Funds) 4.17 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ રોકાણ જોવા મળ્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં બમણાથી વધુ છે.

Related Posts

Leave a Comment