શેરબજારમાં આગામી સપ્તાહે કઈ રણનીતિ અપનાવશો, બેસ્ટ બાય

by Investing A2Z

અમદાવાદ- શેરબજાર સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે બે તરફી વધઘટમાં અથડાયું હતું. નવા જૂન એફ એન્ડ ઓ કોન્ટ્રેક્ટનો પ્રથમ દિવસ હતો, તેમજ તેજીના કોઈ નવા કારણ ન હતા. પરિણામે લેવાલી -વેચવાલી એમ બે બાજુ ટ્રેડિંગ જોવા મળ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 182 પોઈન્ટ ઘટી 81,451 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી 82 પોઈન્ટ ઘટી 24,750 બંધ થયો હતો. આગામી સપ્તાહે આપ શું રણનીતિ અપનાવશો, તેમજ સેબીએ એફ એન્ડ ઓના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે, તેમજ આગામી સપ્તાહ માટે ટેકનિકલ લેવલ શું કહે છે તથા આગામી સપ્તાહ માટે બેસ્ટ બાય?

જૂઓ વીડિયો….

આજના બજારમાં પીએસયુ બેંક, કેપિટલ માર્કેટ સાથે જોડાયેલ શેરમાં નવી લેવાલીથી મજબૂતી હતી. મેટલ, પીએસઈ, આઈટી, ઓટોમોબાઈલ, ઓઈલ એન્ડ ગેસ અને એફએમસીજી સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગથી નરમાઈ રહી હતી. મીડકેપ ઈન્ડેક્સ ફ્લેટ ક્લોઝીંગ હતું તો સ્મોલકેપ ઈન્ડેક્સ પ્લસ બંધ હતા.

આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1299 શેરના ભાવ વધ્યા હતા અને 1581 શેરના ભાવ ઘટ્યા હતા.

આજે 64 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 23 શેર બાવન વીક લો પર બંધ હતા.

100 શેરમાં અપર સર્કિટ અને 7 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ઈટરનલ, એસબીઆઈ, એચડીએફસી બેંક, એલ એન્ડ ટી અને ડૉ. રેડ્ડી લેબ

ટોપ લુઝર્સઃ બજાજ ઓટો, હિન્દાલકો, એચસીએલ ટેકનોલોજી, શ્રી રામ ફાયનાન્સ અને નેસ્લે

Today Top News

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2024માં ફાર્મા સેકટરમાં કેટલા MOU થયા અને કેટલા પૂર્ણ થયા?

What strategy will you adopt in the stock market next week, best buy

The stock market was hit by two-way fluctuations on Friday, the last day of the week. It was the first day of the June F&O contract, and there were no new reasons for the rally. As a result, trading was seen on both sides, buying and selling. The Mumbai Stock Exchange’s Sensex fell 182 points to close at 81,451. The NSE Nifty fell 82 points to close at 24,750. What strategy will you adopt next week, and SEBI has made some changes in the F&O rules, and what do the technical levels say for the next week and the best buy? Watch the video….

Related Posts

Leave a Comment