ભારત આજે વિશ્વની પાંચમી મોટી ઇકોનોમી છે, આગામી વર્ષોમાં ટોપ-થ્રીમાં લઈ જવાનો સંકલ્પ




વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “આગામી વર્ષોમાં ભારત વિશ્વની ટોપ-થ્રી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવશે. નિષ્ણાંતો આનું વિશ્લેષણ કરે પણ મોદીની ગેરંટી છે કે, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે જ.’’


ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટની દસમી એડિશનમાં ઉપસ્થિત વિશ્વનાં વિવિધ દેશોનાં વડાઓ, વૈશ્વિક નેતાઓ અને ગ્લોબલ બિઝનેસ કમ્યુનિટીનું ગુજરાતની ધરતી ‘પર’ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. ભારતના અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આપણા અમૃત ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વાઈબ્રન્ટ સમિટના પાયોનિયર અને આર્કિટેક્ટ છે અને તેમણે આ વાઈબ્રન્ટ સમિટને બિઝનેસ બ્રાન્ડિંગની સાથે બોન્ડિંગની પણ સમિટ કહી છે તે વાતને વિશ્વભરના રાષ્ટ્ર અધ્યક્ષો અને ઉદ્યોગકારોની VGGS-24માં વિશાળ ઉપસ્થિતિએ પુરવાર કરી છે.

અદાણી ગ્રૂપ આગામી પાંચ વર્ષમાં 2 લાખ કરોડનું રોકાણ કરશે
તેમણે ઉમેર્યું કે, સમિટની બે દશકની સફળતાએ આ સમિટને નોલેજ શેરિંગ તથા નેટવર્કિંગ માટેનો સન્માનિત મંચ બનાવી દિધો છે એટલું જ નહીં વડાપ્રધાને 2003માં આપેલા મંત્ર ‘ગુજરાત કેન એન્ડ ગુજરાત વિલ’ને પણ વૈશ્વિક વિકાસથી આપણે સાકાર કર્યો છે. સમિટની થીમ ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ છે અને વડાપ્રધાને આપેલી વિવિધ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રૉનિક્સ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યૂએબલ એનર્જી, ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર અને એમ.એસ.એમ.ઈ. તથા સ્કિલ ડેવલપમેન્ટ પર આ સમિટ ફોકસ્ડ છે.

મુકેશ અંબાણીએ રોકાણ માટે પાંચ વચન આપ્યા
તેમણે ગુજરાતને ગ્લોબલ ફાઈનાન્શિયલ હબ બનાવવામાં વડાપ્રધાના યોગદાનનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને ગ્લોબલ ફાઈનાન્શિયલ એક્ટિવિટીઝ શરૂ કરવાનું વિઝન આપ્યું હતું, તેના પરિણામે આજે ગિફ્ટ સિટી વિશ્વની અનેક મોટી ફાઈનાન્શિયલ અને ફિનટેક કંપનીઓનું હબ બની ગયુ છે.