ટ્રમ્પનો ટેરિફનો બોમ્બ વિદેશી સિનેમા પર ઝીંકાયો, 100 ટકા ટેરિફ

by Investing A2Z

મુંબઈ- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ( US President Donald Trump ) પુરા વિશ્વમાં ટેરિફ વૉર ( Tariff War)  છેડ્યું છે. તેમના સાણસામાં હવે સિનેમા ઉદ્યોગ ( Tariff on Cinema ) આવી ગયો છે. સિનેમા ઉદ્યોગ પર ભારે ટેક્સ ( Tax ) લગાવવાની જાહેરાત કરી દીધી છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રવાદની ભાવના સાથે ચાલી રહ્યા છે, અને તેઓએ ટેરિફ વૉર દ્વારા પુરી દુનિયાને ઘણા બધા ઝટકા આપ્યા છે. હવે તેમના નિશાના પર સિનેમા ઉદ્યોગ આવી ગયો છે. ટ્રમ્પ અમેરિકાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ( Hollywood ) ફરીથી મજબૂત કરવા માંગે છે. આથી તેમણે અમેરિકાની બહાર પ્રોડ્યુસ થતી સિનેમા પર 100 ટકા ટેરિફ લાદ્યો છે, તેની સત્તાવાર જાહેરાત કરી છે. એટલે કે હવે વિદેશી ફિલ્મો પર અમેરિકામાં 100 ટકા ટેક્સ વસૂલાશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી હતી છે કે તેમણે વાણિજ્ય વિભાગ અને અમેરિકાના વેપારી પ્રતિનિધિઓને અમેરિકાની બહાર બનતી ફિલ્મો પર 100 ટકા ટેરિફ લગાવવાની પ્રક્રિયા શરૂ કરાવવાનો આદેશ આપી દીધો છે. સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશોમાં અમેરિકી સ્ટુડિયો અને ફિલ્મ નિર્માતાઓને આકર્ષક પ્રોત્સાહન આપવા માટે અન્ય દેશોની ટીકા કરી હતી. ટ્રમ્પે આને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો.

રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સ્થાનિક ફિલ્મ પ્રોડક્શન પર પાછા વળવાની જરૂરિયાત પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણે ઈચ્છીએ છીએ કે ફિલ્મો ફરીથી અમેરિકામાં જ બને. નવા ટેરિફનો હેતું પ્લેઈંગ ફિલ્ડ બનાવવાનો છે. તેની સાથે ફિલ્મ સ્ટુડિયોને અમેરિકાની ધરતી પર પોતાનું ઓપરેશન ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવાનું છે.

અત્રે નોંધનીય છે કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સૈન ફ્રાન્સિસ્કો ખાડીમાં અલકાટ્રાજ જેલને ફરીથી ખોલવાની યોજનાનો ખુલાસો કર્યો હતો. તેમણે ન્યાય વિભાગ, એફબીઆઈ અને હોમલેન્ડ સિક્યોરિટીની સાથે કોઓર્ડિનેશનમાં જેલ બ્યૂરોને ઐતિહાસિક સુવિધાનું પુનઃનિર્માણ અને વિસ્તાર કરવાનો નિર્દેશ આપ્યો છે. જણાવી દઈએ કે 1963માં આ જેલ બંધ થઈ ગઈ હતી. બંધ થઈ તે પહેલા આ જેલમાં ખૂબ જ કુખ્યાત અપરાધીઓને રાખવામાં આવતા હતા. હવે આ જેલને ફરીથી ખોલવામાં આવશે.

Related Posts

Leave a Comment