શેરબજારમાં બે તરફી વધઘટે આગેકૂચ, તેજી કેટલી આગળ વધશે?

by Investing A2Z

શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ સેન્સેક્સ 102 પોઈન્ટ વધી 80,905 બંધ થયો હતો. એનએસઈ નિફટી ઈન્ડેક્સ 71 પોઈન્ટ વધી 24,770 બંધ રહ્યો હતો. એફએમસીજી, મીડિયા, ફાર્મા અને મેટલ સેકટરના શેરોમાં નવી ખરીદીથી તેજી થઈ હતી. જ્યારે રીયલ્ટી, પીએસયુ બેંક અને આઈટી સેકટરના શેરો પ્રોફિટ બુકિંગથી ઘટયા હતા.

સેન્સેક્સમાં 102 પોઈન્ટનો ઉછાળો

બીએસઈ સેન્સેક્સ 80,667ના નીચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 80,626 થઈ અને ત્યાંથી ઉછળી 80,952 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 80,905.30 બંધ થયો હતો, જે 102.44નો ઉછાળો દર્શાવે છે.

નિફટી ઈન્ડેક્સમાં 71 પોઈન્ટની મજબૂતી

એનએસઈ નિફટી 24,680 ખૂલીને શરૂમાં ઘટી 24,654 થઈ અને ત્યાંથી વધી 24,787 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,770.20 બંધ થયો હતો, જે 71.35ની મજબૂતી દર્શાવે છે.

અમેરિકા અને એશિયાઈ તેમજ યુરોપિયન સ્ટોક માર્કેટના સુધારા પાછળ ભારતીય શેરબજારમાં તેજીનો ટોન જળવાઈ રહ્યો હતો. આજે એફએમસીજી, મીડિયા, ફાર્મા અને મેટલ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી. જ્યારે રીયલ્ટી, પીએસયુ બેંક અને આઈટી સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગથી નરમાઈ આવી હતી.

એફઆઈઆઈ સતત નેટ સેલર રહી છે. 19 ઓગસ્ટે એફઆઈઆઈએ રૂપિયા 2667 કરોડ અને 20 ઓગસ્ટે રૂપિયા 1457 કરોડનું નેટ સેલ કર્યું હતું હવે સામે ડીઆઈઆઈ – સ્થાનિક નાણાં સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડોની 19 ઓગસ્ટે 1802 કરોડ અને 20 ઓગસ્ટે રૂપિયા 2252 કરોડની નેટ ખરીદી કરી હતી. આમ એફઆઈઆઈની વેચવાલી ખવાઈ જાય છે અને માર્કેટમાં તેજીની આગેકૂચ જળવાઈ રહે છે.

મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી, અને તેજીની આગેકૂચ રહી હતી.

એડવાન્સ ડેકલાઈનઃ રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1806 શેરના ભાવ વધ્યા હતા, 931 શેરના ભાવ ઘટ્યા હતા અને 59 શેરના ભાવ ફેરફાર વગર બંધ રહ્યા હતા.

52 વીક હાઈલોઃ આજે 180 સ્ટોકના ભાવ વર્ષની નવી ઊંચી સપાટીએ બંધ હતા, 8 સ્ટોકના ભાવ વર્ષની નીચી સપાટીએ બંધ હતા.

સર્કિર બ્રેકરઃ 175 સ્ટોકમાં અપર સર્કિટ અને 32 સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી હતી.

ટોપ ગેઈનર્સઃ દિવીઝ લેબ, ટાઈટન, એસબીઆઈ લાઈફ, ગ્રાસિમ અને સિપ્લા.

ટોપ લુઝર્સઃ ટેક મહિન્દ્રા, તાતા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવરગ્રિડ અને એચડીએફસી બેંક

નફો બુક કરતાં રહેવું જોઈએ

શેરબજારના સેન્સેક્સમાં 80,724 અને નિફટીમાં 24,638 ના લેવલ ઉપર બંધ છે, ત્યાં સુધી તેજીની આગેકૂચ રહેશે. જો કે માર્કેટમાં ચાર દિવસ સતત તેજી રહી છે. હવે આગામી સપ્તાહે ઓગસ્ટ ફયુચર ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ આવશે, જે પહેલા સ્કેવરઓફ થશે તેને કારણે બુલ ઓપરેટરોનું સેલીંગ પ્રેશર આવશે અને માર્કેટ ઊંચા મથાળેથી પાછુ પણ પડશે. આથી ટ્રેડરોએ અને રોકાણકારોએ નફો બુક કરતા રહેવું જોઈએ.

Related Posts

Leave a Comment