શેરબજામાં આજે બુધવારે બે તરફી વધઘટ રહી હતી. એફઆઈઆઈની સતત વેચવાલી ચાલુ રહી હતી. જો કે સામે સ્થાનિક નાણા સંસ્થાઓની ટેકારૂપી ખરીદી ચાલુ રહી હતી. સેન્સેક્સ 149 પોઈન્ટ અને નિફટી 4 પોઈન્ટ પ્લસ બંધ રહ્યા હતા.
વિદેશના સ્ટોક માર્કેટના મજબૂત અહેવાલો પાછળ ભારતીય શેરબજાર મજબૂત ટોને જ ખુલ્યું હતું. જો કે આજે જોઈએ તેવી નવી લેવાલી આવી ન હતી. એક માત્ર આઈટી સેકટરના શેરોમાં નવું બાઈંગ હતું અને આઈટી સેકટરના સ્ટોક આજે ટોપ ગેઈનર્સ હતા. તેની સામે બીજા તમામ શેરોમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી હતી. આવતીકાલે 15 ઓગસ્ટનું માર્કેટ બંધ છે, જેથી માર્કેટમાં સાવચેતીનું વાતાવરણ રહ્યું હતું.
બીએસઈ સેન્સેક્સ 79,065 ખૂલીને શરૂમાં વધી 79,228 થઈ અને ત્યાંથી ઘટી 78,895 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 79,105.88 બંધ થયો હતો, જે ગઈકાલના બંધની સામે 149.85નો વધારો દર્શાવે છે.
એનએસઈ નિફટી ઈન્ડેક્સ 24,184 ખૂલીને શરૂમાં વધી 24,196 થઈ ત્યાંથી ઘટી 24,099 થઈ અને સેશનને અંતે 24,143.75 બંધ થયો હતો, જે 4.75નો સુધારો દર્શાવે છે.
એડવાન્સ ડેકલાઈન રેશિયોઃ 1073 શેર વધ્યા હતા, 1644 શેર ઘટ્યા હતા અને 81 સ્ટોક ફેરફાર વગરના રહ્યા હતા.
બાવન વીક હાઈ-લોઃ 66 શેર વર્ષની નવી ઊંચી સપાટીએ હતા અને 49 સ્ટોક વર્ષની નીચી સપાટીએ હતા.
સર્કિટ બ્રેકરઃ 88 શેરમાં અપર સર્કિટ હતી અને 109 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લાગી હતી.
ટોપ ગેઈનર્સઃ ટીસીએસ, એચસીએલ ટેકનો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા
ટોપ લુઝર્સઃ દિવીઝ લેબ, હીરો મોટો, કોલ ઈન્ડિયા, અલ્ટ્રા સિમેન્ટ અને ડૉ. રેડ્ડી લેબ
એફઆઈઆઈએ ઓગસ્ટ મહિનામાં કુલ રૂપિયા 27,148 કરોડનું નેટ સેલ કર્યું છે. તેની સામે સ્થાનિક નાણા સંસ્થાઓએ કુલ રૂપિયા 29,217 કરોડનું નેટ બાઈંગ કર્યું છે. 12 ઓગસ્ટે એફઆઈઆઈએ નેટ રૂપિયા 4680 કરોડનું વેચાણ કર્યું હતું અને 13 ઓગસ્ટે કુલ રૂપિયા 2107 કરોડનું વેચાણ કર્યું હતું. આમ એફઆઈઆઈની વેચવાલી સામે સ્થાનિક નાણાં સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંડોની લેવાલીને કારણે માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું નથી.
હવે સવાલ એ છે કે શું માર્કેટની ચાલ બદલાઈ છે ખરી… જૂઓ વીડિયો