ભારતના બોયકોટ પછી તુર્કી દેવાળું ફૂંકશે, પાકિસ્તાનનો સાથ પડશે ભારે

by Investing A2Z

મુંબઈ- ભારત દ્વારા તુર્કીના સામાનનો બહિષ્કાર કર્યા પછી તુર્કીની અર્થવ્યવસ્થા વધુ ખરાઈ થઈ રહી છે. જે પહેલેથી સંકટમાં તો હતી જ. પાકિસ્તાનને સમર્થન આપનાર (Turkey’s support for Pakistan has paid off)  તુર્કીની સાથે ભારતે અનેક આર્થિક સોદા રદ કર્યા છે. જે પછી રાજકીય અસ્થિરતા અને તુર્કીના ચલણ સતત ઘટી રહ્યું છે, મોંઘવારી વધી રહી છે. જીડીપી ગ્રોથ ઘટી રહ્યો છે. રેટિંગ એજન્સીઓએ રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. આ સંજોગોમાં લાંબાગાળે તુર્કી દેવાળું ફૂંકી શકે છે. (Turkey will go bankrupt after India’s boycott) વાંચા વિગતવાર અહેવાલ…

તુર્કીની ઈકોનોમી પહેલાથી વેન્ટિલેટર પર છે અને હવે ભારતના બોયકોટ (India’s boycott of Turkey) પછી અર્થવ્યવસ્થાની તબિયત વધુ બગડી છે. (Turkey’s economic situation in crisis) રોયટર્સના એક પોલ અનુસાર વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તુર્કીનો ઈકોનોમીક ગ્રોથ 2.3 ટકા રહેવાનું અનુમાન છે. પુરા વર્ષ માટે 3 ટકા રહી શકે છે. ભારતમાં તુર્કીના સામાનનો બહિષ્કાર થયો છે, તેનાથી તુર્કીમાં આર્થિક સંકટ વધુ ઘેરું બની શકે છે. ભારત અને તુર્કીના રાજનૈતિક સંબધો પણ બગડ્યા છે. આર્થિક સંબધોમાં પણ તિરાડ પડી ચુકી છે. તેની પાછળનું કારણ છે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને સાથ આપ્યો હતો.

ભારતની ખમીરવંતી પ્રજાએ તુર્કી સાથેના તમામ સંબધો તોડી નાંખ્યા છે. જેથી સીધી અસર તુર્કીની અર્થવ્યવસ્થા પર નેગેટિવ પડી છે. ભારતે તુર્કી સાથે એક મોટુ જહાજ નિર્માણનો સોદો રદ કરી દીધો છે. તે સિવાય અન્ય આર્થિક પગલા ભર્યા છે. વેપારીઓએ પણ તુર્કીથી માલ મંગાવવાનું બંધ કરી દીધું છે. ભારતના લોકોએ તુર્કીના તમામ ચીજવસ્તુઓનો બહિષ્કાર કર્યો છે. અને તુર્કી જવા માટે પણ પ્રવાસ રદ કરી દીધો છે. આનાથી તુર્કીની અર્થવ્યવસ્થા પર નેગેટિવ અસર પડશે, જો આ લાંબુ ચાલશે તો તુર્કીનું દેવાળું નીકળી જશે અને ડિફોલ્ટ થવાનો ખતરો ઉભો થશે.

ઈન્ડિયન બ્રાન્ડ ઈક્વિટી ફાઉન્ડેશન અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં ભારતે તુર્કીથી 3.78 અબજ ડૉલરનો સામાન આયાત કર્યો હતો. હવે ભારત સરકારે તુર્કી સાથેનો 2.3 અબજ ડૉલરનો જહાજ નિર્માણનો કોન્ટ્રેક્ટ્સ રદ કરી દીધો છે. તેનાથી ખ્યાલ આવે છે કે રાજનૈતિક સંબધો પર ગંભીર અસર પડી છે. સેલેબી એવિએશન જેવી તુર્કીની કંપની ભારતના અગ્રણી એરપોર્ટ પર કામ કરે છે. તેને પણ ના કહી દેવાઈ છે.

Top Trending News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપનાના 75 વર્ષની ઉજવણી પહેલા શું કરવા કહ્યું…

ભારતનો તુર્કી બોયકોટ (India boycotts Turkey) એટલે કે વિરોધ વેપાર અને સુરક્ષા સુધી સીમીત નથી, તે શિક્ષણ અને સંસ્કૃતિ સુધી ફેલાયેલો છે. જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય અને જામિયા મિલિયા ઈસ્લામિયા જેવા ભારતીય સંસ્થાઓ અને તુર્કીની સંસ્થાઓ વચ્ચે સહયોગ ખતરામાં પડ્યો છે. ભારતીયના દબાણને કારણે હવે રાજનૈતિક સંબધો વધુ ખરાબ થયા છે.

હવે વાત કરીએ તુર્કીની અર્થવ્યવસ્થાની. તો તુર્કીની અર્થવ્યવસ્થા સૌથી ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહી છે. (Inflation rises in Turkey) માર્ચે 2025માં મોંઘવારીનો દર 38.01 ટકા હતો. જે વીતેલા વર્ષે 75 ટકાના શિખરથી થોડો ઓછો હતો. પણ લોકોને મોંઘવારીના આંકડા પર વિશ્વાસ નથી. જાણકારોના કહેવા પ્રમાણે તુર્કીનો મોંઘવારી દર આ આંકડા કરતાં વધુ છે. ઓઈસીડી અનુસાર 2025ના પ્રથમ કવાર્ટરમાં ભાડામાં 96.25 ટકાનો વધારો નોંધાયો છે. જે સભ્ય દેશોમાં સૌથી વધુ છે.

તુર્કીની આર્થિક સ્થિતિ રાષ્ટ્રપતિ અર્દોગનની વિવાદાસ્પદ ધીરાણ નીતિને કારણે વધુ ખરાબ થઈ છે. તેમણે વ્યાજ દરો વધાર્યા નથી. સાર્વજનિક ખર્ચ પર નિયંત્રણ રાખ્યું નથી. રાજનૈતિક સહયોગીઓને મેગા પ્રોજેક્ટ આપ્યા છે. તેને કારણે વિદેશી હૂંડિયામણ અનામત ખાલી થઈ ગઈ છે. સરકારી ખજાનો પણ ખાલી છે. (Turkish currency lira collapses) તુર્કીનું ચલણ લીરા સતત વધુ ઘટી રહ્યું છે. મે 2025માં તે અમેરિકી ડૉલર 38.7ની રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયું હતું. માર્ચમાં લીરા વધુ તૂટી 40 પ્રતિ ડૉલર સુધી તૂટી ગયા હતા.

ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ તુર્કીનું રેટિંગ ઘટાડી દીધું છે. (Turkey’s rating downgraded) મૂડીઝ, એસ એન્ડ પી અને ફિચે તુર્કીનું સોવરેન રેટિંગ જંક સ્ટેટ્સની બિલકુલ નજીક કરી દીધું છે. તેમનું કહેવું છે કે ડિફોલ્ટ થવાનું જોખમ વધી રહ્યું છે. વિદેશી રોકાણ બહુ જ ઘટી ગયું છે. વૈશ્વિક કંપનીઓ તુર્કીના બજારમાં રોકાણ કરતાં ખચકાટ અનુભવી રહી છે.

પાકિસ્તાનનો સાથ આપવો તુર્કીને ખૂબ ભારે પડશે. પાકિસ્તાનનો સાથ તુર્કીને ડુબાડી દેશે. ભારતનો બોયકોટ લાંબા ગાળે તુર્કીને ખૂબ ભારે પડશે. હાલ તુર્કીમાં ભોજન, ઈંઘણ અને મકાન જેવી જરૂરી વસ્તુઓ ખૂબ મોંઘી થતી જઈ રહી છે. પાકિસ્તાનનો સાથ તુર્કીની પ્રજાને અસર કરી રહી છે. જો તુર્કી તેની વિદેશી નીતિ અને ભારત સાથે સંબધો નહી સુધારે તો દેવાળું ફૂંકશે તે નક્કી છે.

Related Posts

Leave a Comment