મુંબઈ- દેશની સૌથી મોટી આઈટી કંપની તાતા કન્સ્લટન્સી સર્વિસીઝ(Tata Consultancy Services – TCS)એ એપ્રિલ – જૂન 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. ટીસીએસએ (TCS) ત્રિમાસિક ગાળા દરમિયાન શેરહોલ્ડરો માટે કંસોલિડેટેડ બેસીસ પર ચોખ્ખો નફો વાર્ષિક આઘાર પર 6 ટકા વધી રૂપિયા 12,760 કરોડ નોંધાયો છે. (TCS Q1 2025 results) એક વર્ષ પહેલા નફો 12,040 કરોડ રહ્યો હતો.
ટીસીએસ (TCS) કંપની માટે નફો રૂપિયા 12,819 કરોડ રહ્યો છે, જે જૂન 2024ના કવાર્ટરમાં 12,105 કરોડ હતો. ટીસીએસનો ઓપરેન્શન્સથી કંસોલિડેટેડ બેસીસ પર રેવન્યૂ(આવક) વાર્ષિક આધાર પર 1.31 ટકા વધી રૂપિયા 63,437 કરોડ રહી છે. જે એક વર્ષ પહેલાના કવાર્ટરમાં રેવન્યૂ રૂપિયા 62,613 કરોડ હતી.
જૂન કવાર્ટરમાં કુલ ખર્ચ રૂપિયા 48,118 કરોડ થયો છે. જે એક વર્ષ પહેલા રૂપિયા 47,344 કરોડ હતો.
કંપનીની બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે શેરહોલ્ડરોને પ્રતિ શેર રૂપિયા 11 પહેલું વચગાળાનું ડિવિડંડ આપવાની જાહેરાત કરી છે અને આ વચગાળાના ડિવિડંડ માટે 16 જુલાઈ, 2025 રેકોર્ડ ડેટ રહેશે. આ રેકોર્ડ ડેટ સુધી જે શેરહોલ્ડરોના નામ રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં હશે તેને વચગાળાનું ડિવિડંડ મળશે. ડિવિડંડનું પેમેન્ટ 4 ઓગસ્ટે કરાશે.
ટીસીએસની બોર્ડે નાણાકીય વર્ષ 2025 માટે શેરહોલ્ડરો માટે પ્રતિ શેર રૂપિયા 30 ફાઈનલ ડિવિડંડની જાહેરાત કરી હતી. તેના માટેની રેકોર્ડ ડેટ 4 જૂન, 2025 હતી.
ટીસીએસની ઓર્ડરબુક એપ્રિલથી જૂન 2025 સુધીના ત્રિમાસિકગાળામાં વાર્ષિક આધાર પર 13.25 ટકા વધી છે. કંપનીમાં આ સમયગાળા દરમિયાન 9.4 અબજ ડૉલરની કુલ કોન્ટ્રેક્ટ વેલ્યૂ નોંધાઈ છે.
Top Video News
ટીસીએસના સીઈઓ અને મેનેજિંગ ડીરેક્ટર કે કૃતિવાસને કહ્યું છે કે ગ્લોબલ માઈક્રો ઈકોનોમિક અને જીઓ પોલિટિકલ ટેન્શન વચ્ચે માંગમાં ઘટાડો થયો છે. પોઝિટિવ સાઈડ એ છે કે તમામ નવી સર્વિસીઝમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. જૂન કવાર્ટરમાં અમે અનેક કોન્ટ્રેક્ટ પુરા કર્યા છે. આ કવાર્ટરમાં અમે ખૂબ સારી ડીલ કરી છે. અમે અમારા કલાયન્સની સાથે સતત જોડાયેલા રહ્યા છે, જેથી પડતર અનુકૂળ રહે અને એઆઈ બેઝ્ડ કમર્શિયલ ફેરફારના માધ્યમથી તેમના વ્યવસાને અસર કરનાર પડકારોનો ઉકેલ મેળવવામાં મદદ મળી શકે.