શેરબજારના સેન્સેક્સમાં 1330 પોઈન્ટનો ઉછાળો, આગામી સપ્તાહે તેજી જળવાઈ રહેશે?

by Investing A2Z

શેરબજારમાં સપ્તાહને અંતે તેજી થઈ હતી. બીએસઈ સેન્સેક્સમાં 1330 પોઈન્ટ અને નિફટીમાં 397 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. ગ્લોબલ માર્કેટમાં આવેલા ઉછાળાને પગલે ભારતીય શેરબજારમાં પણ તેજી આવી હતી.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 79,754 ખૂલીને શરૂમાં ઘટી 79,306 અને ત્યાંથી ઉછળી 80,000ની અતિમહત્વની સપાટી કૂદાવીને 80,436.84 બંધ થયો હતો, જે આગલા બંધની સરખામણીએ 1330.96નો ઉછાળો દર્શાવે છે.

એનએસઈ નિફટી ઈન્ડેક્સ 24,334 ખૂલીને શરૂમાં ઘટી 24,204 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 24,563 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,541.15 બંધ થયો હતો. જે 397.40નો ઉછાળો દર્શાવે છે.

શેરબજારમાં તેજી આવવાના મુખ્ય પાંચ કારણોઃ

(1) અમેરિકામાં મોંઘવારીનો દર ઘટીને આવ્યો છે. જુલાઈમાં મોંઘવારી ઘટીને 3 ટકાની નીચે આવી છે.

(2) ડાઉ જોન્સમાં 550 પોઈન્ટના ઉછાળા પછી એશિયા અને યુરોપના સ્ટોર માર્કેટ ઉછળીને આવ્યા હતા.

(3) સ્થાનિક નાણા સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડોની જોરદાર ખરીદી, ઓગસ્ટમાં કુલ રૂપિયા 31,450 કરોડની ખરીદી કરી છે.

(4) આઈટી સેકટરના શેરોમાં હાલના ભાવ નવી ખરીદી નીકળી છે. ભારતીય આઈટી કંપનીઓને અમેરિકામાંથી કમાણી વધશે તેવા સંકેત પાછળ આઈટી સ્ટોકમાં તેજી આવી છે.

(5) ભારતીય કંપનીઓના જૂન આખરના પ્રથમ ત્રિમાસિક પરિણામો ફેન્ટાસ્ટિક આવી રહ્યા છે.

તેજીના કારણો આવ્યા પછી નવી લેવાલી ચાલુ રહી હતી. એક તબક્કે એફઆઈઆઈની વેચવાલી પણ અટકી ગઈ હતી. જેથી ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ અને નિફટીનો ઉછાળો સતત જળવાઈ રહ્યો હતો.

એડવાન્સ ડેકલાઈન રેશિયોઃ પોઝિટિવ- 1872 શેરના ભાવ વધ્યા, 845 શેરના ભાવ ઘટ્યા અને 80 શેરના ભાવે ફેરફાર વગરના રહ્યા.

52 વીક હાઈ લોઃ 95 સ્ટોકના ભાવ વર્ષની નવી ઊંચી સપાટીએ હતા. 31 સ્ટોકના ભાવ 52 વીકની નીચી સપાટીએ બંધ રહ્યા.

સર્કિટ બ્રેકરઃ 112 શેરમાં અપર સર્કિટ અને 76 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.

ટોપ ગેઈનર્સઃ વીપ્રો, ટેક મહિન્દ્રા, ગ્રાસિમ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને તાતા મોટર

ટોપ લુઝર્સઃ દિવીઝ લેબ, એસબીઆઈ લાઈફ અને ડૉ. રેડ્ડી લેબ

આગામી સપ્તાહે શેરબજારની તેજી જળવાઈ રહેશે? આગામી સપ્તાહે પણ શેરબજારમાં બે તરફી વધઘટ રહેશે. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ કરતાં આવડશે તેની જીત નિશ્રિત છે. અને નીચા મથાળે બાય કરવાની તક ઝડપી લેશે, તેનું રોકાણ ફાયદામંદ રહેશે. એટલે કે વીતેલા સપ્તાહની જેમ શેરબજારમાં બે તરફી વધઘટ રહેશે. સેન્સેક્સમાં 81,345 અને નિફટીમાં 24,851ની સપાટી ક્રોસ કરશે પછી જ નવી તેજી થશે અને નવા શિખર સર કરશે. અન્યથા ઉછાળે વેચનાર ફાવશે. માર્કેટ વધુ હાઈપ્રાઈઝ છે, માટે સાવચેતી સાથે ટ્રેડ કરજો.

Related Posts

Leave a Comment