શેરબજારની નિફટીએ રેકોર્ડ હાઈ બનાવી, હવે ટ્રેડિંગ સેશનમાં કેવી સ્ટ્રેટેજી અપનાવશો?

by Investing A2Z

શેરબજારમાં સતત દસમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ સેન્સેક્સે ચાુ ટ્રેડિંગ સેશન દરમ્યાન વધીને 82,000ની અતિમહત્વની સપાટી કૂદાવીને સેશનને અંતે 73.80 વધી 81,785.56 બંધ થયો હતો. એનએસઈ નિફટી ઈન્ડેક્સે 25,100ની અતિમહત્વની સપાટી કૂદાવીને 25,129ની રેકોર્ડ હાઈ બનાવી હતી અને ટ્રેડિંગ સેશનને અંતે 34.60 વધી 25,052.35 બંધ થયો હતો. આજે આઈટી અને ફાર્મા સ્ટોકમાં નવું બાઈંગ આવ્યું હતું, અને તેજી આગળ વધી હતી. બુલ કેટલું દોડશે? તે માટે જૂઓ વીડિયો…

બીએસઈ સેન્સેક્સ 81,779 ખૂલીને શરૂમાં ઘટીને 81,578 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 82,039 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 81,785.56 બંધ થયો હતો. જે 73.80નો ઉછાળો દર્શાવે છે.

એનએસઈ નિફટી 25,030 ખૂલીને શરૂમાં ઘટીને 24,964 થઈ અને ત્યાંથી ઝડપી વધી 25,129ની નવી હાઈ બનાવીને 25,052.35 બંધ થયો હતો. જે 34.60નો ઉછાળો દર્શાવે છે.

એડવાન્સ ડેકલાઈનઃ રેશિયો નેગેટિવ રહ્યો હતો. બુલિશ માર્કેટમાં એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો છે. આજે 1171 સ્ટોકના ભાવ વધ્યા હતા, 1547 શેરના ભાવ ઘટ્યા હતા અને 94 સ્ટોકના ભાવ ફેરફાર વગર બંધ થયા હતા.

52 વીક હાઈલોઃ આજે 169 શેરના ભાવ વર્ષની નવી ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા, અને 16 સ્ટોકના ભાવ વર્ષની નીચી સપાટી બંધ રહ્યા હતા.

સર્કિટ બ્રેકરઃ 100 સ્ટોકમાં અપર સર્કિટ હતી અને 69 સ્ટોકમાં લોઅર સર્કિટ હતી.

ટોપ ગેઈનર્સઃ એલટીઆઈ માઈન્ડ ટ્રી, વીપ્રો, દિવીઝ લેબ, ભારતી એરટેલ અને ઈન્ફોસીસ ટેકનોલોજી

ટોપ લુઝર્સઃ મારૂતિ, એશિયન પેઈન્ટ, અદાણી એન્ટરપ્રાઈઝ, શ્રીરામ ફાયનાન્સ અને બ્રિટાનિયા

ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેતો હતા, પણ ભારતીય શેરબજારમાં એફઆઈઆઈની નવેસરથી લેવાલી નીકળી હતી અને આવતીકાલે ગુરુવારે ઓગસ્ટ ફ્યુચર ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ છે, આથી સેન્સેક્સ અને નિફટીની હાઈ બન્યા પછી બુલ ઓપરેટરોએ સ્કેવર ઓફ કરવા માટે પ્રોફિટ બુકિંગ પણ કર્યું હતું. જેથી બજાર વધ્યા મથાળેથી પાછુ પડ્યું હતું જો કે સેન્સેક્સ અને નિફટી પ્લસમાં જ બંધ રહ્યા હતા.

આઈટી અને ફાર્મા સેકટરના શેરોમાં નવું બાઈંગ આવતાં શેરોના ભાવ વધુ ઉછળ્યા હતા.

આવતીકાલે 29 ઓગસ્ટે એફ એન્ડ ઓની એક્સપાયરી છે. જેથી જે અગાઉ તેજીવાળા ખેલાડીઓની મજબૂત પકડને કારણે માર્કેટ બુલિશ જ રહ્યું છે. સેન્સેક્સે 82,000 અને નિફટીએ 25,100ની સપાટી કૂદાવી હતી.

આવતીકાલે 29 ઓગસ્ટે રિલાયન્સની 47મી એજીએમ મળશે, જેમાં મુકેશ અંબાણીના નિવેદન પર બજારની નજર રહેશે. ત્રણ વર્ષ પહેલા ન્યૂ એનર્જિ બિઝનેસની જાહેરાત કરી હતી, જેમાં અપડેટ આવી શકે છે. તેમજ ગીગા ફેકટરીનું પણ અપડેટ આવશે. તેમજ જિઓ ફાઈનાન્સિયલ બિઝનેસની જાણકારી આવવાની ધારણા છે. તેમજ મુકેશ અંબાણી કયા નવા બિઝનેસમાં પ્રવેશવાની જાહેરાત કરે છે, તેના પર મીટ મંડાયેલી છે.

માર્કેટ સતત બુલિશ રહ્યું છે. પણ હવે પછીની ટ્રેડિંગ સેશનમાં કેવી સ્ટ્રેટજી અપનાવશો, જે અંગે જૂઓ વીડિયો…

Related Posts

Leave a Comment