શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે પ્રત્યાઘાતી સુધારો આવ્યો હતો. નીચા મથાળે નવેસરથી ખરીદી આવી હતી. અને માર્કેટ ઘટ્યા મથાળેથી બાઉન્સબેક થયું હતું. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 218 પોઈન્ટ વધી 81,224 બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ 103 પોઈન્ટ વધી 24,854 બંધ રહ્યો હતો. સપ્તાહ દરમ્યાન સેન્સેક્સમાં 375 પોઈન્ટ અને નિફટીમાં 110 પોઈન્ટનો ઘટાડો આવ્યો છે.
હવે આગામી સપ્તાહે બજાર કેવું રહેશે? એફઆઈઆઈની વેચવાલી અટકી જશે? દરેક ઊંચા મથાળે વેચવાલી આવશે કે કેમ? અહીંથી બજાર સુધરશે? આ તમામ સવાલના જવાબ માટે જૂઓ વીડિયો…
સ્ટોક માર્કેટ પ્લસ હતું, પણ એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1349 શેરના ભાવ વઘ્યા હતા, 1411 શેરના ભાવ ઘટ્યા હતા અને 83 શેરના ભાવ ફેરફાર વગર બંધ થયા હતા.
52 વીક હાઈ-લો પર એક નજર કરીએ તો 56 શેરના ભાવ વર્ષની નવી ઊંચી સપાટીએ બંધ હતા અને 48 શેરના ભાવ વર્ષની નીચી સપાટીએ બંધ હતા.
સર્કિટ બ્રેકર- 76 સ્ટોકમાં અપર સર્કિટ આવી હતી અને 68 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.
ટોપ ગેઈનર્સઃ
એક્સિસ બેંક, વીપ્રો, આઈશર મોટર, આઈસીઆઈસીઆઈ બેંક અને શ્રી રામ ફાયનાન્સ સૌથી વધુ ઊંચકાયા હતા.
ટોપ લુઝર્સઃ
ઈન્ફોસીસ, બ્રિટાનીઆ, એશિયન પેઈન્ટ, નેશ્લે અને ટેક મહિન્દ્રા સૌથી વધુ ગગડ્યા હતા.
Stock Market: Next week, there will be selling at every high
The stock market had rebounded on the last day of the week. A new purchase was made at a lower head. And the market bounced back from the downside. The Mumbai stock market’s Sensex rose 218 points to close at 81,224. The National Stock Exchange’s Nifty index rose 103 points to close at 24,854. During the week, Sensex has fallen by 375 points and Nifty by 110 points.
Now how will the market be next week? Will FII selling stop? Will there be a selloff at every high? Will the market improve from here? Watch the video to answer all these questions…