અમદાવાદ– શેરબજારમાં (Stock Market India) આજે મંગળવારે ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો આવ્યો હતો. ગ્લોબલ સંકેતો નેગેટિવ હતા અને એફઆઈઆઈનું નવું બાઈંગ (FII New Buying) આટક્યું હતું. પરિણામે મેટલ (Metal Sector) સિવાયના તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલી આવી હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ (BSE Sensex) 872 પોઈન્ટ તૂટી 81,186 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ (NSE Nifty) 261 પોઈન્ટ તૂટી 24,683 બંધ થયો હતો. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. જો કે ત્રણ દિવસના ધટાડા પછી શેરબજારમાં (Share Market India) શું હવે ખરીદીનો (Best Buy) સમય આવ્યો છે?
જૂઓ વીડિયો…
આજના બજારમાં ડીફેન્સ, રેલવે, ઓટોમોબાઈલ, કન્ઝ્યુમર ગુડ્ઝ, એફએમસીજી અને એનબીએફસી શેરોમાં વેચવાલીથી ભાવ ઘટ્યા હતા. બીજી તરફ વાણિજ્ય પ્રધાન પીયુષ ગોયલ ચાર દિવસથી અમેરિકાના પ્રવાસે છે અને આજે મંગળવારે તેમનો પ્રવાસ પુરો થયો છે, પણ હજી ટેરિફના મામલે ટ્રેડ ડીલની ચર્ચા અંગેના કોઈ સમાચાર આવ્યા નથી. જો કે એમ કહેવાય છે કે આ મહિનાના અંતમાં ટ્રેડ ડીલ મુદ્દાનો ઉકેલ આવી જશે. પણ હાલ અનિશ્ચિતતા રહી છે. જેથી તેજીવાળા ખેલાડીઓએ પ્રોફિટ બુકિંગ કર્યું હોવાના રીપોર્ટ છે.
આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે મંગળવારે 915 શેરના ભાવ વધ્યા હતા અને 1974 શેરના ભાવ ઘટ્યા હતા.
49 શેર બાવન વીકના હાઈ પર બંધ હતા અને 18 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
117 શેરમાં અપર સર્કિટ અન 55 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, હિન્દાલકો, ઓએનજીસી અને ડૉ. રેડ્ડી લેબ
ટોપ લુઝર્સઃ ઈટરનલ, હીરો મોટો, બજાજ ઓટો, મારૂતિ સુઝુકી અને શ્રી રામ ફાયનાન્સ
Top Mutual Fund News
Stock market declines for third day, is it time to buy now?
The stock market declined for the third trading session today, Tuesday. There was heavy selling in stocks of all sectors except metal. The Mumbai Stock Exchange’s Sensex fell 872 points to close at 81,186. The NSE Nifty index fell 261 points to close at 24,683. Profit booking was also seen in midcap and smallcap stocks. However, after three days of decline, is it time to buy now? Watch the video…