શેરબજારમાં સતત તેજીની આગેકૂચ રહી છે. સેન્સેક્સ 13.65 વધી 81,711.76 બંધ થયો હતો. નિફટી 7.15 વધી 25,024 બંધ થયો હતો. ઓગસ્ટ ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રેક્ટની એક્સપાયરી અગાઉ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. હવે સવાલ એ થાય કે નફો કયારે બુક કરીશું? જૂઓ વીડિયો…
સેન્સેક્સમાં 13.65ની મજબૂતી
બીએસઈ સેન્સેક્સ 81,815 ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 81,600 થઈ અને ત્યાંથી ઉછળીને 81,819 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 81,711.76 બંધ થયો હતો. જે 13.65ની મજબૂતી દર્શાવે છે.
નિફટી ઈન્ડેક્સ 7.15 વધ્યો
એનએસઈ નિફટી ઈન્ડેક્સ 25,024 ખૂલીને શરૂમાં ઘટી 24,973 થઈ અને ત્યાંથી વધી 25,073 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,017 બંધ થયો હતો. જે 7.15 મજબૂત બંધ થયો હતો.
મહત્ત્વના સમાચાર
અમેરિકન સ્ટોક માર્કેટનો ડાઉ જોન્સ ઈન્ડેક્સ સતત વધીને રેકોર્ડ હાઈ બંધ રહ્યો હતો. જે પછી એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વાતાવરણ રહ્યું હતું. જો કે ભારતીય શેરબજારમાં એફઆઈઆઈની નવી વેચવાલી અટકી ગઈ છે. આથી સેન્સેક્સ અને નિફટી સતત વધી રહ્યા છે. જો કે તેજીની ગતિ છે તે ધીમી પડી છે.
ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે તંગદિલી વધી છે.
સપ્ટેમ્બરમાં યુએસ ફેડ રેટ કટ થવાનો છે. આથી ડૉલર સતત ઘટી રહ્યો છે.
એફઆઈઆઈ છેલ્લી ત્રણ ટ્રેડિંગ સેશનથી સતત બાયર છે. 22 ઓગસ્ટે રૂપિયા 1371 કરોડ, 23 ઓગસ્ટે રૂપિયા 1944 કરોડ અને 26 ઓગસ્ટે રૂપિયા 483 કરોડનું નેટ બાઈંગ કર્યું છે.
આગામી ગુરુવારે ઓગસ્ટ ફયુચર ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ આવે છે. જે અગાઉ ઉભી પોઝિશન સ્કેવરઓફ થશે.
ઝી એન્ટરટેઈન્ટમેન્ટ અને સોની ઈન્ડિયાના મર્જરના વિવાદનો ઉકેલ આવી ગયો છે, જે સમાચાર પાછળ ઝી એન્ટરટેઈમેન્ટના શેરમાં નવું બાઈંગ આવતાં 11 ટકાનો ઉછાળો આવ્યો હતો.
સેબીએ સિક્યોરિટી માર્કેટમાં અનિલ અંબાણી પર પાંચ વર્ષનો પ્રતિબંધ મુક્યો છે, જે સમાચાર પછી અનિલ અંબાણી ગ્રૂપની રીલાયન્સ પાવર અને રીલાયન્સ હોમ ફાયનાન્સના શેરમાં સતત ત્રીજી ટ્રેડિંગ સેશનમાં 5 ટકાની લોઅર સર્કિટ બ્રેકર લાગી છે.
શેરબજારમાં સતત નવ દિવસથી એકતરફી તેજીની આગેકૂચ જળવાયેલી છે. હવે ગુરુવારે એફ એન્ડ ઓની એક્સપાયરી છે, જે અગાઉ ઉભી પોઝિશન સ્કેવર ઓફ આવવાની શકયતા છે અને તેજીવાળા ખેલાડીઓની નફારૂપી વેચવાલી આવશે. માર્કેટ હાઈલી ઓવરબોટ છે અને હાઈપ્રાઈઝ પણ છે. જેથી હાલના તબક્કે નવી ખરીદી ટાળવી જોઈએ.