શેરબજારમાં બે તરફી વધઘટ, આજે ટર્નિંગનો દિવસ

by Investing A2Z

શેરબજારમાં આજે બે તરફી વધઘટ રહી હતી. બીએસઈ સેન્સેક્સ 12 પોઈન્ટ ઘટી 80,424 બંધ રહ્યો હતો. એનએસઈ નિફટી ઈન્ડેક્સ 31 પોઈન્ટ વધી 24,572 બંધ થયો હતો. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં નવું બાઈંગ આવ્યું હતું. આથી સ્મોલકેપ અને મિડકેપ શેરના ભાવ મજબૂત રહ્યા હતા. આજે ટર્નિંગનો દિવસ હતો. જેથી સાવચેતી સાથે ટ્રેડ કરવો હિતાવહ છે.

બીએસઈ સેન્સેક્સ 80,680 ખૂલીને શરૂમાં વધી 80,724 થઈ અને ત્યાંથી ઘટી 80,332 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 80,424.68 બંધ થયો હતો. જે આગલા બંધની સામે 12.16નો ઘટાડો દર્શાવે છે.

એનએસઈ નિફટી 24,636 ખૂલીને શરૂમાં વધી 24,638 થઈ અને ત્યાંથી ઘટી 24,522 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,572.65 બંધ થયો હતો, જે આગલા બંધની સામે 31.50 પ્લસ બંધ થયો હતો.

આજે સવારથી સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં નવી ખરીદી આવી હતી, આથી સ્મોલકેપ અને મિડકેપ શેરોના ભાવ વધીને બંધ થયા હતા.

મહત્ત્વના ત્રણ ન્યૂઝ

(1) ભારતીય સેનાએ સ્થાનિક ડિફેન્સ કંપનીઓ પાસેથી 400 howitzer આર્ટિલરી ગન ખરીદવાનો નિર્ણય કરીને રૂપિયા 6500 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. આમાં ભારત ફોર્જ, અદાણી અને લાર્સન ટુબ્રો રેસમાં છે. 

(2) નાણાપ્રધાન નિર્મલા સીતારમનની આજે સરકારી બેંકોમાં રીજનલ રૂરલ બેંકના વડાઓ સાથે આજે બપોરે એક બેઠક મળનાર છે, જેમાં બેંકોનું પર્ફોમન્સ, કૃષિક્ષેત્રે ક્રેડિટ ગ્રોથ અને ટેકનોલોજી અપગ્રેડેશન પર ચર્ચા થવાની સંભાવના છે. આથી સરકારી બેંકોના શેરોમાં નવી લેવાલી આવી હતી.

(3) ઓલા ઈલેક્ટ્રિકનો નવો આઈપીઓ આવ્યા ત્યારે તેની ઈસ્યૂ પ્રાઈઝ રૂપિયા 72 હતી. આજે છ ટ્રેડિંગ સેશનમાં નવા બાઈંગ વચ્ચે શેરનો ભાવ ડબલ થઈ ગયો છે. આજે ઓલા ઈલેક્ટ્રિક 10 ટકાની અપર સર્કિટ સાથે રૂપિયા 146.38 બંધ રહ્યો હતો.

એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવઃ 1975 શેરના ભાવ વધ્યા હતા, 758 શેરના ભાવ ઘટ્યા હતા અને 105 શેરના ભાવ ફેરફાર વગર બંધ થયા.

52 વીક હાઈ લોઃ 160 શેરના ભાવે વર્ષની નવી ઊંચી સપાટી બનાવી અને 17 શેરના ભાવે 52 વીકની નવી નીચી સપાટી બનાવી.

સર્કિર બ્રેકરઃ 210 શેરમાં અપર સર્કિટ હતી અને 50 સ્ટોકમાં લોઅર સર્કિટ હતી.

ટોપ ગેઈનર્સઃ હિન્દાલકો, શ્રી રામ ફાયનાન્સ, બીપીસીએલ, તાતા સ્ટીલ અને એલટીઆઈ માઈન્ડ ટ્રી

ટોપ લુઝર્સઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, ઈન્ડુસઈન્ડ બેંક, એક્સીસ બેંક અને એસબીઆઈ લાઈફ

આજે ટર્નિંગનો દિવસ હતો, જેથી આજના સેન્સેક્સ અને નિફટીના હાઈલો ધ્યાનમાં રાખવા જોઈએ. સેન્સેક્સમાં 80,724 ઉપર બંધ આવે તો માર્કેટમાં તેજી થશે અને સેન્સેક્સ 80,332 નીચે બંધ આવશે તો નરમાઈ આવશે. તેવી જ રીતે નિફટીમાં પણ 24,638 ઉપર બંધ આવે તો માર્કેટમાં બુલિશ ટોન રહેશે અને નિફટી 24,522 નીચે ટ્રેડ કરશે તો બેરિશ ઝોનમાં આવશે. મિત્રો આ ટૂંકાગાળા માટેનો ટ્રેન્ડ દર્શાવશે. જેથી સાવચેતી રાખીને ટ્રેડ કરવો હિતાવહ રહેશે.

Related Posts

Leave a Comment