શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે અને ઓકટોબર ફયુચર ઓપ્શન કોન્ટ્રેક્ટના પ્રથમ દિવસે ઘટયું હતું. સેન્સેક્સ 85,978 ઓલ ટાઈમ હાઈ અને નિફટી 26,277 લાઈફ ટાઈમ હાઈના નવા લેવલ બતાવ્યા હતા. ત્યાર પછી પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.
આજે શુક્રવારે ઓટા, મેટલ, આઈટી, ફાર્મા, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નવું બાઈંગ આવ્યું હતું અને આ તમામ સેકટરના ઈન્ડેક્સ પ્લસમાં બંધ હતા. તો સામે એફએમસીજી, મીડિયા, બેંક અને ટેલીકોમ સેકટરના શેરોમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી. આગામી સપ્તાહના સોમવારે સેબીની બોર્ડ મીટિંગ મળનાર છે, જેમાં એફ એન્ડ ઓના રીપોર્ટ પર ચર્ચા થાય તેમજ ફયુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રેક્ટની એક્સપાયરી અંગે કોઈ નિયમોમાં ફેરફાર કરાય તેવી એક ચર્ચા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં બેસ મેટલના ભાવ વધીને આવ્યા છે. તેમજ ચીન 1 ટ્રિલિયન યુઆનનું રાહત પેકેજ આપવા વિચારી રહી છે. આથી મેટલ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી આગળ વધી હતી.
ટોપ ગેઈનર્સઃ બીપીસીએલ, સિપ્લા, સન ફાર્મા, દિવીઝ લેબ અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ.
ટોપ લુઝર્સઃ પાવર ગ્રીડ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને હીરો મોટો.
એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો. 1418 શેરના ભાવ વધીને આવ્યા હતા, 1390 સ્ટોકના ભાવ ઘટીને આવ્યા હતા, તેમજ 84 સ્ટોક ફેરફાર વગર બંધ થયા હતા.
બીએસઈ સેન્સેક્સ 264 પોઈન્ટ ઘટી 85,571 બંધ થયો હતો. એનએસઈ નિફટી ઈન્ડેક્સ 37 પોઈન્ટ ઘટી 26,178 બંધ રહ્યો હતો. હવે આગામી સપ્તાહે શેરબજારની નવી તેજી અટકી જશે? જૂઓ વીડિયો…
Will the stock market rally stop next week?
The stock market was lower on the final day of the week and on the first day of the October futures option contract. The Sensex hit an all-time high of 85,978 and the Nifty hit new levels of a lifetime high of 26,277.
Then came the profit booking. The BSE Sensex closed down 264 points at 85,571. The NSE Nifty index closed down 37 points at 26,178. Will the stock market’s new boom stop next week? Watch the video…