સેન્સેક્સ અને નિફટી નવા શિખરે, આગામી સપ્તાહે શું કરશો?

by Investing A2Z

શેરબજારમાં સતત બારમાં દિવસે તેજીની આગેકૂચ રહી છે. સેન્સેક્સમાં 82,637 અને નિફટીમાં 25,263ની નવી ઓલ ટાઈમ હાઈ બની છે. બીએસઈ સેન્સેક્સ 231.16 ઉછળીને 82,365.77 બંધ થયો હતો. એનએસઈ નિફટી 83.95 ઉછળીને 25,235.90 બંધ આવ્યો છે. સતત 12 દિવસની તેજી પછી આગામી સપ્તાહે શું કરશો? જૂઓ વીડિયો…

BSE SENSEX 82,637 ખૂલીને ટ્રેડિંગ સેશન દરમ્યાન ખૂલ્યો એ જ હાઈ બની, ત્યાર પછી ઘટી 82,256 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 82,365.77 બંધ થયો હતો, જે 231.16નો ઉછાળો દર્શાવે છે.

NSE NIFTY 25,249 ખૂલીને શરૂમાં વધી 25,263 થઈ અને ત્યાંથી ઘટી 25,199 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,235.90 બંધ થયો હતો. જે 83.95નો ઉછાળો દર્શાવે છે.

શેરબજારમાં સતત બારમાં દિવસે તેજીની આગેકૂચ રહી છે. સપ્તાહનો છેલ્લો દિવસ હતો અને સપ્ટેમ્બર ફયુચર ઓપ્શન કોન્ટ્રેક્ટનો પ્રથમ દિવસ હતો, તેમ છતાં તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી આવી હતી, આજે ફાર્મા, સરકારી બેંકો, રીયલ્ટી, તેલ, ગેસ અને બેંક સેકટરના શેરોમાં સારી એવી તેજી જોવા મળી હતી. એફઆઈઆઈએ 29 ઓગસ્ટે રૂપિયા 3259 કરોડની નેટ ખરીદી કરી હતી. તેની સાથે સ્થાનિક નાણાં સંસ્થાઓએ રૂપિયા 2690 કરોડની નેટ ખરીદી કરી હતી. છેલ્લી પાંચ ટ્રેડિંગ સેશનથી એફઆઈઆઈ નેટ બાયર રહી છે. આથી જ આ તેજી આગળ વધી છે.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી એજીએમમાં મુકેશ અંબાણીએ 2027સુધીમાં રીલાયન્સની વેલ્યુ ડબલ કરીશું. તેમજ ગ્રીન ફ્યૂઅલ અને ન્યૂ એનર્જિ કંપની ગ્રોથ એન્જિન બનશે. વધુમાં કંપની વર્ષના અંતમાં સોલર પેનલનું પ્રોડક્શન શરૂ કરશે. રીલાયન્સની 5 સપ્ટેમ્બરે બોર્ડ મીટિંગ મળશે, અને તેમાં કંપની એક શેરે એક બોનસ શેર આપે તેવો આશાવાદ છે. આવા પોઝિટિવ ફેકટર વચ્ચે રીલાયન્સનો શેર રૂપિયા 3079ની હાઈ બનાવીને રૂપિયા 22.90 ઘટી રૂપિયા 3019.25 બંધ થયો હતો.

એડવાન્સ ડેકલાઈનઃ રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1614 શેરના ભાવ વધ્યા હતા, 1108 શેરના ભાવ ઘટ્યા હતા અને 88 શેરના ભાવ ફેરફાર વગર બંધ રહ્યા હતા.

52 વીક હાઈલોઃ 140 શેરના ભાવોએ વર્ષની ઊંચી સપાટી બતાવી હતી. જ્યારે 20 સ્ટોક વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યા હતા.

સર્કિટ બ્રેકરઃ 103 શેરમાં અપર સર્કિટ બ્રેકર હતી, 65 સ્ટોકમાં લોઅર સર્કિટ હતી.

ટોપ ગેઈનર્સઃ સિપ્લા, બજાજ ફાઈનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, દિવીઝ લેબ અને એનટીપીસી.

ટોપ લુઝર્સઃ તાતા મોટર, એચડીએફસી બેંક, ટેક મહિન્દ્રા, કોલ ઈન્ડિયા અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ.

Related Posts

Leave a Comment