સેબીએ શેરબજારમાં UPI પેમેન્ટ સીસ્ટમ ફરજિયાત કરી, જાણો પૂરી વિગત

by Investing A2Z

નવી દિલ્હી- રોકાણકારોને ગેરમાર્ગે દોરતી અનરજિસ્ટર્ડ સંસ્થાઓ દ્વારા થતી છેતરપિંડીની પ્રવૃત્તિઓને રોકવા માટે સેબીએ (SEBI) નવી UPI પેમેન્ટ સીસ્ટમ (UPI Payment System) ફરજિયાત બનાવી છે. યુપીઆઈથી (UPI) પેમેન્ટની એક નવી અને સુરક્ષિત પદ્ધતિ હશે. આમાં સેબી રજિસ્ટર્ડ બ્રોકર્સને (Registered Stock Borkers) રોકાણકારો પાસેથી ચુકવણી પ્રાપ્ત કરવા માટે એક ખાસ UPI ID  ઈસ્યૂ કરવામાં આવશે. નવી સિસ્ટમની મદદથી રોકાણકારો (Investor) વિશ્વસનીય સંસ્થાઓ અને  રજિસ્ટર્ડ ઈન્ટરમીડિયરીઝને ઓળખી શકશે.(UPI payment system mandatory in stock market)

નવી UPI પેમેન્ટ સિસ્ટમ 01 ઓક્ટોબર, 2025થી અમલમાં આવશે. સેબીના વડા તુહિન કાંત પાંડેએ (SEBI chief Tuhin Kant Pandey) જણાવ્યું હતું કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) 01 ઓક્ટોબર, 2025થી લાઇવ થઈ જશે. આ નવીન પદ્ધતિ ચકાસાયેલ અને સુરક્ષિત ચુકવણી ચેનલ પ્રદાન કરીને સિક્યોરિટીઝ માર્કેટમાં નાણાકીય વ્યવહારોની સુરક્ષાને મજબૂત બનાવશે. (SEBI makes UPI payment system mandatory)

‘સેબી ચેક’ (SEBI Check) માં રોકાણકારોને QR કોડ સ્કેન કરીને અથવા મેન્યુઅલી UPI UPIID દાખલ કરીને અથવા રજિસ્ટર્ડ બ્રોકરનો એકાઉન્ટ નંબર અને IFSC કોડ દાખલ કર્યા પછી તે સાચું છે કે નહીં તે જાણવાની સુવિધા મળશે.

આનો અર્થ એ છે કે રોકાણકારો જાણી શકશે કે તેઓ સાચી અને રજિસ્ટર્ડ કંપનીને પૈસા મોકલી રહ્યા છે, છેતરપિંડી કરનારને નહીં. જ્યારે રોકાણકારો UPI દ્વારા રજિસ્ટર્ડ કંપનીને પૈસા મોકલે છે, ત્યારે લીલા રંગનો ‘થમ્બ્સ અપ’ ચિહ્ન દેખાશે. જો આ ચિહ્ન દેખાતું નથી, તો સમજો કે કંપની કદાચ સાચી નથી.

Top Trending News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનના વિકાસ અને આર્થિક પ્રગતિના 11 વર્ષ

SEBI એ UPI દ્વારા કરવામાં આવતાં કેપિટલ માર્કેટના વ્યવહારો માટે દરરોજ રૂપિયા 5 લાખ સુધીની ઉપરની મર્યાદા નક્કી કરી છે, જેની NPCI સાથે ચર્ચા કરીને સમયાંતરે સમીક્ષા કરી શકાય છે. SEBI એ વર્ષ 2019માં પહેલીવાર બજારમાં પેમેન્ટની પદ્ધતિ તરીકે UPI નો ઉપયોગ શરૂ કર્યો હતો. હાલમાં UPI દ્વારા શેરબજારમાં એક દિવસમાં રૂ. 2 લાખ સુધીની પેમેન્ટ કરી શકાય છે.

Related Posts

Leave a Comment