અમદાવાદ- રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કર્યા છે. (Reliance Industries Q1 Results) આ જ સમયગાળા દરમિયાન કંપનીની કન્સોલિડેટેડ આવક વાર્ષિક આધાર પર રૂપિયા 2.61 લાખ કરોડથી ઘટીને રૂપિયા 2.44 લાખ કરોડ રહી છે. તેમજ કન્સોલિડેટેડ નફો વાર્ષિક આધાર પર 76.5 ટકા વધી 30,783 કરોડ રૂપિયા રહ્યો છે. (Reliance Industries Q1 net profit up) વીતેલા વર્ષમાં આ જ સમયગાળા દરમિયાન 15,138 કરોડ રૂપિયા નફો હતો. (RIL results more encouraging than expected)
રીટેલ અને ડિજિટલ સેવાઓમાં મજબૂત ગ્રોથને પગલે કંપનીની કન્સોલિડેટેડ આવક 6 ટકા વધી 2.73 લાખ કરોડ રૂપિયા થઈ છે. આ સમયગાળામાં કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ 36 ટકા વધી 58,024 કરોડ નોંધાયો છે. જેમાં કન્ઝ્યુમર બિઝનેસનું સારુ યોગદાન છે.
પ્રથમ ત્રિમાસિકગાળામાં જિઓ પ્લેટફોર્મનો નફો 25 ટકા વધી 7,110 કરોડ રહ્યો છે. જ્યારે તેનો EBITDA અંદાજે 24 ટકા વધી રૂપિયા 18,135 કરોડ રહ્યો હતો. પ્રથમ કવાર્ટરમાં કંપનીના નેટ સબસ્ક્રાઈબર ગ્રોથ 99 લાખના મજબૂત સ્તર પર રહ્યો છે. તેનાથી કંપનીના કુલ ગ્રાહકોની સંખ્યા 49.81 લાખ થઈ ગઈ છે. જિઓ ટ્રુ5જી યુઝર્સની સંખ્યા 20 કરોડને પાર કરી ગઈ છે. તેમજ જિઓ એર ફાયબર હવે 74 લાખ ગ્રાહકોના આધાર સાથે દુનિયાભરમાં સૌથી મોટી ફિકસ્ડ વાયરલેસ એક્સેસ સેવા બની ગઈ છે.
રીલાયન્સ રીટેલની આવક વીતેલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 11.3 ટકા વધી રૂપિયા 84,171 કરોડ રહી છે. જ્યારે EDITDA 12.7 ટકા વધી રૂપિયા 6,381 કરોડ રહ્યો છે. 388 નવા સ્ટોર ખૂલવાની સાથે કુલ સ્ટોરની સંખ્યા ઝડપથી વધી છે અને તેની કુલ સંખ્યા વધીને 7.76 કરોડ વર્ગ ફૂટ એરિયાના સાથે 19,592 થઈ ગઈ છે.
મીડિયા અને એન્ટરટેઈમેન્ટ યુનિય જીઓસ્ટારને રૂપિયા 9,904 કરોડની આવક પર 1,107 કરોડ રૂપિયાનો EBITDA નોંધાયો છે. આઈપીએલની ધમાકેદાર સીઝનને કારણે એન્ડ્રોઈડ પર જિઓહોટસ્ટારની એપ ડાઉનલોડ કરનારની સંખ્યા 1 અબજને પાર થઈ ગઈ છે. અને ટીવી અને જીઓ હોટસ્ટાર પર દર્શકોની સંખ્યા રેકોર્ડ 1.19 અબજ સુધી પહોંચી ગઈ છે. મંથલી એક્ટિવ યુઝર્સની સરેરાશ સંખ્યા 46 કરોડથી વધુ થઈ છે.
તેલ અને ગેસના બિઝનેસમાં આવક 1.2 ટકા ઘટીને રૂપિયા 6,103 કરોડ રહી છે. તેમજ EBITDA 4.1 ટકા ઘટી રૂપિયા 4,996 કરોડ રહ્યો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કે: “રિલાયન્સે નાણાકીય FY26ની શરૂઆત અત્યંત મજબૂત, સર્વાંગી ઓપરેશનલ અને નાણાકીય પ્રદર્શન સાથે કરી છે. ગ્લોબલ મેક્રોમાં ખાસ્સી એવી અસ્થિરતા હોવા છતાં, 1QFY26 માટે કંપનીના એકીકૃત EBITDAમાં એક વર્ષ અગાઉના આ સમયગાળાની તુલનામાં મજબૂત સુધારો જોવા મળ્યો છે.”
અંબાણીએ વધુમાં ઉમેર્યું હતું કે આ ત્રિમાસિક ગાળા દરમિયાન, એનર્જી માર્કેટ્સમાં ભારે અનિશ્ચિતતાઓ જોવા મળી હતી, જે દરમિયાન ક્રૂડના ભાવમાં તીવ્ર વધઘટ રહી હતી. અમારા O2C બિઝનેસે સ્થાનિક માંગ પરિપૂર્ણતા પર ભાર મૂક્યો અને જિયો-બીપીનેટવર્ક થકી મૂલ્યવર્ધિત સોલ્યુશન્સની પ્રસ્તુતિ કરી હતી. ફ્યુઅલ અને ડાઉનસ્ટ્રીમ પ્રોડક્ટ માર્જિનમાં સુધારા દ્વારા પ્રદર્શનમાં સુધારાને ટેકો મળ્યો હતો. KGD6 ગેસ ઉત્પાદનમાં કુદરતી ઘટાડો નોંધાયો, જેના લીધે ઓઈલ એન્ડ ગેસ સેગમેન્ટ માટેનો EBITDA આંશિક ઘટ્યો હતો.
રિટેલ બિઝનેસ પ્રદર્શન જોઈએ તો, રજિસ્ટર્ડ ગ્રાહકોનો બેઝ 358 મિલિયન સુધી વિસ્તર્યો, જેની સાથે ઓપરેટિંગ મેટ્રિક્સમાં નોંધપાત્ર સુધારો થયો. અમે અમારા FMCG બ્રાન્ડ્સ પોર્ટફોલિયોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જે ભારતીય ગ્રાહકોની રુચિ સાથે સુસંગત છે. અમારો રિટેલ બિઝનેસ મલ્ટિ-ચેનલ અભિગમ દ્વારા તમામ ગ્રાહક વર્ગોની રોજિંદી તેમજ ખાસ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા પોતાની ક્ષમતામાં વૃદ્ધિ કરવાનું ચાલુ રાખી રહ્યો છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે મને એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે, આ ત્રિમાસિક ગાળામાં જિયોએ નવા શિખરો સર કર્યા છે, જેમાં 200 મિલિયન 5G સબસ્ક્રાઈબર્સ અને 20 મિલિયન હોમ કનેક્ટ્સને પાર કરવાનો સમાવેશ થાય છે. જિયો એરફાઈબર હવે 7.4 મિલિયન સબસ્ક્રાઈબર્સ સાથે વિશ્વની સૌથી મોટી FWA સર્વિસ પ્રોવાઈડર છે. અમારા ડિજિટલ સર્વિસીસ બિઝનેસે મજબૂત નાણાકીય અને ઓપરેશનલ કામગીરી થકી પોતાની બજાર સ્થિતિને મજબૂત બનાવી છે. ભિન્ન મોબિલિટી, બ્રોડબેન્ડ, એન્ટરપ્રાઇઝ કનેક્ટિવિટી, ક્લાઉડ અને સ્માર્ટ હોમ્સ સહિતની પોતાની વૈવિધ્યપૂર્ણ ઓફરિંગ્સ થકી, જિયોએ ભારતીય ગ્રાહકો માટે પસંદગીપૂર્ણ ટેકનોલોજી પાર્ટનર તરીકેનું સ્થાન હાંસલ કર્યું છે.
Top Trending News
રિલાયન્સ રિટેલે કેલ્વિનેટર હસ્તગત કરી: રેફ્રિજરેટર “The Coolest One”ની વિશ્વનીયતા પાછી ફરશે
રિલાયન્સનો મિડિયા બિઝનેસ વિશ્વભરના મનોરંજન, રમતગમત અને સમાચાર સામગ્રી માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યો છે. અમે સમજદાર ભારતીય પ્રેક્ષકોને સેવા પૂરી પાડવા અમારી ઓફરિંગ્સના સમૂહને વિસ્તારવાનું ચાલુ રાખીશું. રિલાયન્સ આ સફરમાં સમાવેશી વૃદ્ધિ, ટેકનોલોજીકલ સંશોધનો તેમજ ઉર્જા પરિવર્તનના સૂત્રધાર બનીને ભારતના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા કટિબદ્ધ છે. અમારા બિઝનેસ અને વૃદ્ધિ માટેની પહેલોનું પ્રદર્શન મને વિશ્વાસ અપાવે છે કે રિલાયન્સ દર 4-5 વર્ષે બમણું કદ હાંસલ કરવાના પોતાના શાનદાર ટ્રેક રેકોર્ડને ચાલુ રાખશે.