નવી દિલ્હી– આપે પોસ્ટ ઓફિસ (Post Office) દ્વારા પીપીએફ(PPF), સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (Senior Citizen Savings Scheme) SCSS અથવા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં (Sukanya Samriddhi Yojana) SSY રોકાણ કર્યુ હોય તો તે એકાઉન્ટ ફ્રીજ થઈ શકે છે. પોસ્ટ વિભાગે કહ્યું છે કે તેઓ સ્મોલ સેવિંગ સ્કીમના (Small Savings Scheme) ખાતા મેચ્યોર એકાઉન્ટ્સને ફ્રીઝ કરશે. જેની સમયમર્યાદા મેચ્યોર ડેટથી ત્રણ વર્ષ સુધીમાં વધારી નથી.(New order from the Department of Posts)
પોસ્ટ વિભાગે (Post Department) એકાઉન્ટ ફ્રિઝને એક નિયમિત પ્રોસેસ બનાવવાનો આદેશ જાહેર કર્યો છે. (Small savings accounts may be frozen!) જે વર્ષમાં બે વખત કરવામાં આવશે. જેથી ડિપોઝિટર્સની મહેનતની કમાણીની સુરક્ષા માટે આવા ખાતાની ઓળખ કરી શકાય. આદેશમાં વધુ કહેવાયું છે કે સ્મોલ સેવિંગ સ્કીમ હોલ્ડર્સે ધ્યાન રાખવું જઈએ કે મેચ્યોરિટી પછી ત્રણ વર્ષની અંદર એકાઉન્ટ બંધ ન કર્યું તો તેમનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે.
આદેશમાં આપવામાં આવેલી જાણકારી મુજબ સ્મોલ સેવિંગ સ્કીમ (Small Savings Scheme), ટાઈમ ડીપોઝિટ (Time Deposit)TD, માસિક આવક યોજના(Monthly Income Scheme) MIS, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર(National Savings Certificate) NSC, સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ(Senior Citizen Savings Scheme)SCSS, કિસાન વિકાસ પત્ર(Kisan Vikas Patra)KVP, રીંકરિંગ ડીપોઝિટ(Recurring Deposit) RD, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં (Sukanya Samriddhi Yojana) SSY અને પબ્લિક પ્રોવીડંડ ફંડ(Public Provident Fund) PPF આ તમામ યોજનામાં મેચ્યોરિટી પછીના ત્રણ વર્ષમાં જો ખાતું બંધ નહી કરાવ્યું હોય તો તે એકાઉન્ટ ફ્રીઝ કરાશે.
જો મેચ્યોરિટી પુરી થયા પછી એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય તો આપ આપના સ્મોલ સેવિંગ સ્કીમના એકાઉન્ટમાંથી કોઈપણ રીતનો ઉપાડ, ડીપોઝિટ અને ઓનલાઈન સેવા તરીકે ઉપયોગ નહી કરી શકો. એટલે કે કોઈપણ રીતેની લેવડદેવડ કરી શકાશે નહી.
15 જુલાઈ, 2025ના આદેશ અનુસાર જમા કરનારની મહેનતની કમાણીની સુરક્ષાને વધુ વધારવાનો નિર્ણય લેવાયો છે. ફ્રિઝીંગની આ પ્રક્રિયા વર્ષમાં બે જ વખત કરાશે. ફ્રિઝીંગની આ પ્રક્રિયા દર વર્ષે 30 જૂન અને 31 ડીસેમ્બરે ત્રણ વર્ષની મેચ્યોરિટી પુરા કરનાર એકાઉન્ટ્સની ઓળખ કરાશે અને પછી તેને ફ્રિઝ કરાશે.
Top Trending News
કોર્ટમાં કેદીઓને રજૂ કરવા માટે VCના માધ્યમના ઉપયોગમાં ગુજરાત અગ્રેસર
એકાઉન્ટ્સના સંબંધિત વિભાગના જરૂરી દસ્તાવેજ જમા કરવાથી તમારા ખાતાને ફરીથી એક્ટિવ અથવા અનફ્રિઝ કરી શકાશે. જો મેચ્યોર થયાના ત્રણ વર્ષ પછી તમારું એકાઉન્ટ ફ્રિઝ થયું હોય તો તમે પોસ્ટ ઓફિસમાં જઈને ફ્રિઝ એકાઇન્ટની પાસબુક અથવા પ્રમાણપત્ર, કેવાયસી દસ્તાવેજ જેમ કે મોબાઈલ નંબર, પેન કાર્ડ, આધાર કાર્ડ અથવા સરનામાનો પુરાવો અને ખાતું બંધ કરવાનું ફોર્મ(એસબી-7એ) જમા કરવાનું રહેશે. જે પછી તમારુ એકાઉન્ટ બંધ થશે અને તમારા મેચ્યોર થયેલા નાણા તમને મળી જશે.