મેરા ભારત મહાનઃ આર્થિક મોરચે ગુડ ન્યૂઝ, રેટિંગ એજન્સી ફિચનું અનુમાન

by Investing A2Z

નવી દિલ્હી- ભારતીય અર્થતંત્ર (Indian Economy) માટે દરરોજ નવા ગુડ ન્યૂઝ મળી રહ્યા છે. રીટેલ અને જથ્થાબંધ મોંઘવારી દર (Inflation Rate in India) નોંધપાત્ર ઘટીને આવ્યા છે. બીજીતરફ ક્રૂડ ઓઈલના (Crude oil Prices) ભાવ સતત ઘટી રહ્યા છે. ભારત આત્મનિર્ભર બનવા તરફ દોટ લગાવી છે, અને સાથે સાથે ભારતની નિકાસ વધી રહી છે. જેની સીધી અસર વિદેશી હૂંડિયામણ અનામત (Foreign Exchange Reserves) પર પોઝિટિવ પડી છે. ગોલ્ડનો ભંડાર પણ છલકાયો હોવાના સમાચાર છે. આ બધાની વચ્ચે હવે ભારતીય અર્થતંત્રનો જીડીપી ગ્રોથ (GDP Growth) પણ વધીને આવવાની શક્યતાઓ વધી છે.

આર્થિક મોરચા પર જોવા જઈને તો ભારત માટે ગુડ ન્યૂઝ છે. ફિચ રેટિંગ્સે (Rating agency Fitch) વર્ષ 2028 સુધીમાં ભારતની સરેરાશ વાર્ષિક વૃદ્ધિ સંભાવના માટેનું અનુમાન વધારીને 6.4 ટકા કર્યું છે. રેટિંગ એજન્સીએ નવેમ્બર 2023માં તે 6.2 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. ફિચે તેના પાંચ વર્ષના સંભવિત કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) અંદાજોને અપડેટ કરતા કહ્યું કે ભારતીય અર્થતંત્ર 2023ના અહેવાલ સમયે અમારી અપેક્ષા કરતાં વધુ મજબૂત રીતે પાછું ફર્યું છે.

Top Treanding News

સુરત, કેશોદ અને ગાંધીનગરમાં બનાવટી કોસ્મેટિક ઉત્પાદકો પર દરોડા

ફિચે તેના અપડેટેડ અનુમાનમાં 2023-2028 માટે ભારતનો સરેરાશ વૃદ્ધિ દર 6.2% થી વધારીને 6.4% કર્યો છે. ફિચ રેટિંગ્સે ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક (Global Economic Outlook GEO) માં સમાવિષ્ટ 10 ઉભરતા બજાર અર્થતંત્રો માટે આગામી પાંચ વર્ષ માટે તેના મધ્યમ ગાળાના સંભવિત GDP આગાહીમાં થોડો ઘટાડો કર્યો છે, એમ તેણે જણાવ્યું હતું. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમારો નવો અંદાજ GDP-ભારિત ધોરણે 3.9 ટકાનો વૃદ્ધિ દર્શાવે છે, જે નવેમ્બર 2023માં અમારા અગાઉના ચાર ટકાના અંદાજ કરતા ઓછો છે.

આ દરમિયાન, રેટિંગ એજન્સી મૂડીઝે (Rating agency Moody’s) પણ એક સારા સમાચાર આપ્યા છે. રેટિંગ એજન્સીનું કહેવું છે કે છેલ્લા દાયકામાં ચીને વૈશ્વિક તેલની ડિમાન્ડમાં વૃદ્ધિને વેગ આપવાની ભૂમિકા ભજવી હતી, પરંતુ આગામી દાયકામાં ભારત આ ભૂમિકા ભજવશે. મૂડીઝે એક અહેવાલમાં આ મૂલ્યાંકન રજૂ કર્યું છે. ચીન વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો તેલ વપરાશકાર દેશ છે જ્યારે ભારત ત્રીજા સ્થાને છે. પરંતુ બંને દેશો વચ્ચે માંગ વૃદ્ધિમાં નોંધપાત્ર તફાવત છે. મૂડીઝ રેટિંગ્સે જણાવ્યું હતું કે ભારતની માંગ વૃદ્ધિ અને આયાત પર નિર્ભરતા વધુ રહેશે. આગામી દાયકામાં ભારતમાં માંગ ચીન કરતાં વધુ ઝડપથી વધશે, કારણ કે ચીનનો આર્થિક વિકાસ ધીમો પડી રહ્યો છે અને નવા ઉર્જા વાહનોનો પ્રવેશ ઝડપી બનશે.

Related Posts

Leave a Comment