1 જૂન – વિશ્વ દૂધ દિવસઃ ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 7.5 ટકા

by Investing A2Z

ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે 5.27 ટકા, જ્યારે ગુજરાતનું દૂધ ઉત્પાદન દર વર્ષે 9.26 ટકાના દરે ઝડપી વધ્યું

ગાંધીનગર-  વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને (Dairy industry of Gujarat) ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે પહેલી જૂનને “વિશ્વ દૂધ દિવસ” (June 1 – World Milk Day) તરીકે ઉજવવામાં આવે છે. અનેક પોષકતત્વો ધરાવતું દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહિ, (Milk with many nutrients) પરંતુ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા કરોડો લોકોની આજીવિકાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ છે. (Animal husbandry and dairy industry) આજે વિશ્વનું દૂધ ઉત્પાદન દર વર્ષે 2 (બે) ટકાના દરે વધી રહ્યું છે, જ્યારે ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે 5.7 ટકાના દરે તેજ ગતિએ વધી રહ્યું છે. ભારતની કુલ GDPમાં લગભગ 4.5 ટકા જેટલો ફાળો ડેરી ઉદ્યોગ ક્ષેત્રનો છે.

દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત વિશ્વમાં પ્રથમ
ભારત વર્ષ 1998થી આજ દિન સુધી દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ રહ્યું છે. (India ranks first in the world in milk production) ભારત દેશ વાર્ષિક 239 મિલિયન ટન જેટલા દૂધ ઉત્પાદન સાથે વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં 25 ટકા જેટલો ફાળો ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Narendra Modi) માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા કરાયેલી વિવિધ પહેલોના પરિણામે દર વર્ષે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં તેજ ગતિએ વધારો થઇ રહ્યો છે. માત્ર છેલ્લા એક દાયકામાં જ દેશના દૂધ ઉત્પાદનમાં 63 ટકા જેટલો વધારો નોંધાયો છે. આટલું જ નહિ, દેશમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં 48 ટકા વધીને આજે 471 ગ્રામ પ્રતિ દિન થઇ છે.

ગુજરાતના દૂધ ઉત્પાદનમાં સતત વધારો
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ (Gujarat CM Bhupendra Patel) તેમજ પશુપાલનપ્રધાન રાઘવજી પટેલની રાહબરી હેઠળ આજે વાર્ષિક 18 મિલિયન ટન દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં 7.5 ટકા જેટલો ફાળો આપી રહ્યું છે. (Continuous increase in milk production in Gujarat) રાજ્ય સરકારના સફળ પ્રયાસોથી છેલ્લા બે દાયકામાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં 11.8 મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. આ બે દાયકા દરમિયાન રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 9.26 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. આટલું જ નહિ, ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં 38 ટકા વધીને આજે 700 ગ્રામ પ્રતિ દિન થઇ છે.

દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ માટે રાજ્ય સરકારના સફળ પ્રયાસો
દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવવા માટે સારી નસલના પશુ, પશુઓનું સારું સ્વાસ્થ્ય અને સરકારની ઉત્તમ પશુ આરોગ્ય સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે જ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેમણે રાજ્યના પશુઓને ગુણવત્તાયુક્ત અને ઉત્તમ પશુ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર હતો. જેના પરિણામ સ્વરૂપે આજે રાજ્યમાં પશુ ચિકિત્સા-સારવારનું સુદ્રઢ માળખું ઉભું થયું છે.

ગુજરાતનું સુદ્રઢ પશુ સારવાર માળખું
ગુજરાતના મહામૂલા પશુધન માટે હાલ રાજ્યમાં 929 પશુ દવાખાના, 552 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, 587 ફરતા પશુ દવાખાના, 34 વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય અને 21 પશુ રોગ અન્વેષણ એકમો કાર્યરત છે. આ ઉપરાંત પશુઓને સારવાર-રસીકરણ સહિતની સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં અત્યારે કુલ 4,276 પશુ ચિકિત્સકો (વેટરિનેરિયન) નોંધાયેલા છે. આ સુદ્રઢ પશુ આરોગ્ય માળખાના માધ્યમથી રાજ્યની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડીને રાજ્ય સરકાર ‘દરેક જીવને અભયદાન‘નો મંત્ર ખરા અર્થમાં સાર્થક કરી રહી છે.

Top Video News

સોનાના ભાવ વીતેલા સપ્તાહે ઘટ્યા, હજી ભાવ વધુ ઘટશે ખરા…

પશુ સંવર્ધન માટે પશુપાલકોને સહાય
પશુઓની ઉત્તમ સારવાર ઉપરાંત પશુપાલકો દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પશુ સંવર્ધનને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં સારી નસલના પશુઓની સંખ્યા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને નજીવા દરે પશુઓમાં સેક્સ્ડ સીમેન ડોઝ આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેનો સફળતા દર 90 ટકાથી વધુ છે. એટલે કે, સેકસ્ડ સીમેન ડોઝ બાદ 90 ટકા પશુઓ વાછરડીને જન્મ આપે છે. આ ઉપરાંત પશુઓમાં થતા IVFના ખર્ચને પહોંચી વળવા સરકાર દ્વારા પશુપાલકોને સબસીડી આપવામાં આવી રહી છે.

રાજ્ય સરકારના બહુલક્ષી પ્રયાસોના પરિણામે જ આજે ગુજરાતમાં ડેરી ઉદ્યોગ ખૂબ જ વિકસિત બન્યો છે અને રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનો ફાળો આપી રહ્યો છે. ગામડાંઓમાં પશુપાલન એ લાખો પરિવારો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આવા દૂધ ઉત્પાદક પરિવારોને અમૂલ જેવી સહકારી સંસ્થાઓએ એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જેથી રાજ્યના પશુપાલકો પણ આજે આત્મનિર્ભર બન્યા છે. આગામી સમયમાં ગુજરાતને દેશનું અગ્રેસર દૂધ ઉત્પાદક રાજ્ય બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

Related Posts

Leave a Comment