ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત બીજા સપ્તાહે વધારો, જાણો ગોલ્ડ રીઝર્વ કેટલું વધ્યું?

by Investing A2Z

મુંબઈ- ભારતીય અર્થતંત્રની (Indian Economy) મજબૂતી માટે ફરી એક સારા સમાચાર મળ્યા છે. સતત બીજા સપ્તાહે ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં વધારો થયો છે. (India’s foreign exchange reserves) 13 જૂન, 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી હૂંડિયામણ અનામતમાં 2.29 બિલિયન ડૉલરનો વધારો થયો છે. તેની પાછળનું કારણ FCA અને સોનાની અનામતમાં વધારો થયો છે. આના એક અઠવાડિયા પહેલા વિદેશી હૂંડિયામણ અનામતમાં 5.17 બિલિયન ડૉલરનો મજબૂત વધારો થયો હતો.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India) દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર 13 જૂન, 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં 2.294 બિલિયન ડૉલરનો સારો એવો વધારો થયો છે. હવે તે વધીને 698.950 બિલિયન ડૉલર થઈ ગયો છે. આના એક અઠવાડિયા પહેલા 06 જૂને અનામતમાં 5.171 બિલિયન ડૉલરનો જંગી વધારો થયો હતો.

નોંધનીય છે કે અગાઉ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું વિદેશી હૂંડિયામણ અનામત 704.885 બિલિયન ડૉલરના રેકોર્ડ ઉચ્ચ સ્તરે હતું.

રીઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન ભારતની વિદેશી હૂંડિયામણ સંપત્તિમાં ઘણો વધારો થયો છે. 13 જૂન, 2025ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન, આપણી વિદેશી હૂંડિયામણ સંપત્તિ (FCA) માં 1.739 બિલિયન ડૉલરનો વધારો થયો છે. હવે આપણા FCA ભંડાર વધીને 589.426 બિલિયન ડૉલર થયો છે.

Top Video News

સેન્સેક્સમાં 1046 પોઈન્ટનો ઉછાળો, આગામી સપ્તાહે શેરબજારમાં તેજી આગળ વધશે

નોંધનીય છે કે વિદેશી હૂંડિયામણ સંપત્તિ (FCA) દેશના કુલ વિદેશી હૂંડિયામણ અનામતનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. ડૉલરમાં દર્શાવવામાં આવેલી વિદેશી હૂંડિયામણ સંપત્તિમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ ચલણોમાં વધઘટની અસરોનો પણ સમાવેશ થાય છે.

ગયા અઠવાડિયે આપણા સોનાના ભંડારમાં વધારો થયો છે. રીઝર્વ બેંકના આંકડા અનુસાર 13 જૂને તેના સોનાના ભંડારમાં 428 મિલિયન ડૉલરનો વધારો થયો હતો. આ સાથે સોનાનો ભંડાર હવે વધીને USD 86.316 બિલિયન થયો છે. જે ભારતીય અર્થતંત્રની મજબૂતી દર્શાવે છે.

Related Posts

Leave a Comment