India’s airstrike on Pakistan: પાકિસ્તાન સ્ટોક માર્કેટમાં કડાકો

by Investing A2Z

અમદાવાદ- India’s airstrike on Pakistan ભારતે પાકિસ્તાન અને પીઓકે (POK) માં આતંકીઓના 8 અડ્ડાઓ એરસ્ટ્રાઈક કરી છે, જેમાં 90 આતંકીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. આ સમાચારને પગલે પાકિસ્તાન સ્ટોક માર્કેટ ( Pakistan Stock Market ) ના કરાચી 100 ઈન્ડેક્સ ( KSE 100 Index ) ગઈકાલે મંગળવારે 113,568 બંધ હતો અને આજે બુધવારે ભારતની એરસ્ટ્રાઈક પછી કરાંચી 100 ઈન્ડેક્સમાં જંગી કડાકો બોલી ગયો છે.

પાકિસ્તાન સ્ટોક માર્કેટના કરાચી 100 ઈન્ડેક્સ તૂટીને 107,296ની નીચી સપાટી બતાવી હતી. અને સવારે 10.26 કલાકે 3100 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો અને કરાચી 100 ઈન્ડેક્સ 110,708 પર ટ્રેડ કરી રહ્યો છે.

Related Posts

Leave a Comment