અમદાવાદ- શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિવસે કડાકો બોલી ગયો હતો. ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ જબરજસ્ત રીતે ચાલી રહ્યું છે. પાકિસ્તાનને ભારે નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે. જો કે ભારતીય શેરબજારમાં ગભરાટ વચ્ચે પણ બ્લુચિપ સ્ટોકમાં નીચા મથાળે નવી ખરીદી આવી હતી. તેમ છતાં મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 880 પોઈન્ટ તૂટી 79,454 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 265 પોઈન્ટ તૂટી 24,008 બંધ થયો હતો. આજે શુક્રવારે ઘટાડામાં કોની ખરીદી આવી અને શું આગામી સપ્તાહે તેજી થશે? જૂઓ વીડિયો…
ભારત પાકિસ્તાનના ભીષણ યુદ્ધના સમાચાર પાછળ સેન્સેક્સ 78,968 અને નિફ્ટી 23,935ના ભારે નીચા મથાળે ગેપમાં ખુલ્યા હતા, તે જ આજે લો બની હતી, ત્યાંથી નીચા મથાળે બ્લુચિપ શેરોમાં નવી ખરીદી આવી હતી, અને ઘટયા મથાળેથી સારી એવી રીકવરી જોવા મળી હતી. ખાસ કરીને એફઆઈઆઈની લેવાલી ચાલુ રહી છે. આજે ડીફેન્સ અને પીએસયુ બેંકના શેરોમાં તેજી જોવા મળી હતી. તે સિવાયના તમામ સેકટરના શેરો માઈનસમાં બંધ હતા.
ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ટુરિઝમ અને એરલાઈન્સ સેકટર પર વિપરીત અસર પડશે, આથી એરલાઈન્સ અને ટુરિઝમ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી ભાવ તૂટ્યા હતા.
આજે શુક્રવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1065 શેરના ભાવ વધ્યા હતા, તેની સામે 1738 શેરના ભાવ ઘટ્યા હતા.
16 શેર બાવન વીકની હાઈ પર હતા અને 113 શેર બાવન વીકની લો પર બંધ હતા.
28 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 110 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ ટિટાન, લાર્સન ટુબ્રો, તાતા મોટર્સ, બીઈએલ અને એસબીઆઈ
ટોપ લુઝર્સઃ આસીઆઈસીઆઈ બેંક, પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક સીમેન્ટ, ગ્રાસિમ અને શ્રી રામ ફાયનાન્સ
India-Pakistan War: Stock Market Crash
The stock market crashed on the last day of the week today. The war between India and Pakistan is going on at a furious pace. There are reports of huge losses to Pakistan. However, despite the panic in the Indian stock market, there was new buying in blue-chip stocks at low levels. However, the Mumbai Stock Exchange’s Sensex fell 880 points to close at 79,454. The NSE Nifty index fell 265 points to close at 24,008. Who bought in the decline today on Friday and will there be a rally next week? Watch the video…