ભારતે રચ્યો ઈતિહાસઃ વિશ્વમાં ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની

by Investing A2Z

નવી દિલ્હી– ભારતે ઇતિહાસ રચી દીધો છે. (India has created history) હવે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યસ્થા બની ગઈ છે. (India is the fourth largest economy in the world) ભારતે જાપાનને પાછળ છોડી દીધું છે.

ભારત માટે આજે ખૂબ જ આનંદનો દિવસ છે અને તેણે એક મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. જાપાનને પછાડીને ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. આપણો દેશ ભારત માટે આજે ગર્વ લેવા જેવા સમાચાર છે. નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે (NITI Aayog CEO BVR Subramanian) આજે રવિવારે આ માહિતી આપી હતી. તેમણે 10મી નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલ મીટીંગ (10th NITI Aayog Governing Council Meeting) પછી જણાવ્યું હતું કે, નીતિ આયોગની બેઠકમાં વિકસિત ભારત@2047 માટે વિકસિત રાજ્યોની ચર્ચા કરી હતી.

બીવીઆર સુબ્રમણ્યમે કહ્યું હતું કે , “આપણે અત્યારે વિશ્વમાં ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. આપણી અર્થવ્યવસ્થા 4 ટ્રિલિઅન ડોલરની છે અને આ મારો ડેટા નથી, પરંતુ IMFનો ડેટા છે. ભારત આજે જાપાનથી મોટું બની ગયું છે.”

તેમણે કહ્યું હતું કે હવે ફકત અમેરિકા, ચીન અને જર્મની આપણાથી મોટા છે. જો આપણે આપણી યોજના પર ટકી રહીશું તો આગામી બે કે ત્રણ વર્ષમાં ભારત જર્મનીને પાછળ છોડીને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકીશું. સુબ્રમણ્યમે કહ્યું, “ભારત હાલના સમયે ઝડપથી ઊંચે ઉડવાની સ્થિતિમાં છે.

Top Treanding News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 મેએ ગાંધીનગરમાં, પ્રદેશ પ્રમુખ અને કેબનિટ વિસ્તરણ મુદ્દે ચર્ચા સંભવ

IMF નો એપ્રિલનો વર્લ્ડ ઇકોનૉમિક આઉટલુક રિપોર્ટ (IMF World Economic Outlook Report) અનુસાર વર્ષ 2026માં ભારતનો નોમિનલ જીડીપી 4,187 બિલિયન ડૉલર સુધી પહોંચી જવાનું અનુમાન છે. જે જાપાનની જીડીપી 4,186.431 બિલિયન ડૉલરથી થાડી વધારે છે. 2024 સુધી ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. આઈએમએફે એ પણ અનુમાન લગાવી દીધું છે કે ભારત આગામી બે વર્ષમાં સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યસ્થા હશે.

2025માં ભારતીય અર્થવ્યવસ્થા 6.2 ટકા અને 2026માં 6.3 ટકાના દરથી વધશે. જે વૈશ્વિક અને ક્ષેત્રીય સરેરાશથી વધારે છે. આ દરમિયાન વૈશ્વિક આર્થિક વૃદ્ધિ 2025મા 2.8 ટકા અને 2026માં ત્રણ ટકા રહેવાનું અનુમાન છે.

Related Posts

Leave a Comment