અમદાવાદ- 29 મે ગુરુવારના દિવસે સોનાના ભાવ (Gold Rate Today) વધુ ઘટ્યા છે. ગઈકાલ બુધવારની સરખામણીએ સોનાના ભાવ (Gold Prices Today) રૂપિયા 400 ઘટ્યા છે. 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 97,100 બોલાયો હતો અન 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 88,900 રહ્યો હતો. (Gold prices have fallen)
અમદાવાદ સોનાચાંદી બજારમાં (Gold Silver Market) 24 કેરેટ સોનાનો ભાવ ગઈકાલે બુધવારે રૂપિયા 99,000 હતો, જે આજે ઘટીને સવારે 98,000 બોલાતો હતો. ચાંદી ચોરસા એક કિલોએ ભાવ રૂપિયા 98,000 હતો.
અમેરિકાની કોર્ટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના (US President Donald Trump) રેસિપ્રોકલ ટેરિફ (Tariff) પર પ્રતિબંધ લાદ્યો છે અને કોર્ટ કહ્યું હતું કે આ અમેરિકાના બંધારણની વિરુદ્ધ છે. આ સમાચાર આવ્યા પછી આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બપોરે 12 વાગ્યે ગોલ્ડ ઓગસ્ટ ફ્યુચર 24 ડૉલર ઘટી 3298 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે, એટલે કે હજી સોનાના ભાવ વધુ ઘટી શકે છે.
સોનાના ભાવમાં ઘટાડો આવવા પાછળ આંતરરાષ્ટ્રીય બજારોમાં ડિમાન્ડ ઘટી છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ટ્રેડ ડીલ સંદર્ભે વાતચીત ચાલી રહી છે અને હાલ ટેરિફ પર પ્રતિબંધ મુકાયો છે. આથી ગોલ્ડમાં નવી લેવાલીની જગ્યાએ ગોલ્ડ ફ્યુચરમાં તેજીવાળા ઓપરેટરોની ભારે વેચવાલી ફરી વળી હતી, આથી વૈશ્વિક બજારમાં ગોલ્ડના ભાવ ઘટ્યા હતા.
Top Trending News
અમેરિકી કોર્ટે ટેરિફ પર લગાવ્યો પ્રતિબંધ, પ્રેસિડેન્ટ ટ્રમ્પને મોટો ઝાટકો
સોનામાં સતત બીજા દિવસે ભાવમાં ઘટાડો આવ્યો હતો. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 400 રૂપિયા તૂટ્યો હતો અને 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 380 ઘટ્યો હતો. દિલ્હીમાં આજે ગુરુવારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે રૂ.89,950 અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ.97,190 રહ્યો હતો.
મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે રૂ.88,950 રહ્યો હતો અને 24 કેરેટ સોનાનો ભાવ રૂ.97,040 બોલાયો હતો. મુંબઈમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવમાં રૂપિયા 300 સુધીનો ઘટાડો આવ્યો છે.
ચાંદીનો ભાવ એક કિલોએ રૂ.99,900 હતો અને ગઈકાલે ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ હતો, તેમાં 100 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.