સોનાચાંદીના ( Gold Silver Market ) ભાવમાં સતત ઉછાળો આવ્યો છે. સોનાનો ભાવ સતત છઠ્ઠા સપ્તાહે વધુ વધ્યો છે. સોનાચાંદીના ઊંચા ભાવ હોવા છતાં નવી ખરીદી ચાલુ રહી છે. ગોલ્ડ ફ્યુચર અને ગોલ્ડ સ્પોટમાં તેવી જ રીતે સિલ્વર ફ્યુચર અને સ્પોટમાં નવી લેવાલી ચાલુ રહી હતી, અને ભાવ વધુ વધ્યા હતા. સોનું 78,200 અને ચાંદી 90,000 થઈ ગયા હતા. ( Gold Rate Today )
આગામી સપ્તાહે સોનાચાંદીમાં નવી ખરીદી રહેશે કે કેમ? સોનાચાંદીના ભાવ વધુ વધશે કે કેમ? હાલના ભાવે સોનાચાંદીમાં ખરીદી કરાય કે કેમ? અને દિવાળી પહેલા સોનાચાંદીના ભાવ ઘટશે ખરા… આ તમામ સવાલના જવાબ આપણે મેળવીશું. (Silver Rate Today )
અમદાવાદ સોનાચાંદી બજાર માણેકચોકના ભાવ 999 ટચ સોનું દસ ગ્રામે રૂપિયા 1700 વધી સપ્તાહને અંતે રૂપિયા 78,200 રહ્યો હતો. ( Gold Prices Today ) હોલમાર્ક દાગીનાનો ભાવ 76,635 બોલાયો હતો. ચાંદી ચોરસાનો ભાવ એક કિલોએ 1500 વધી 90,000 થયો હતો. ( Silver Prices Today)
વૈશ્વિક બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર 2646 ડૉલરથી સતત વધી 2696 ડૉલર થઈ સપ્તાહને અંતે 2680 ડૉલર બંધ રહ્યો હતો. સિલ્વર ડીસેમ્બર ફ્યુચર 31.50 ડૉલરથી વધી 33.02 ડૉલર થઈ સપ્તાહને અંતે 32.06 ડૉલર બંધ થયો હતો.
નાયમેક્સમાં સ્પોટ ગોલ્ડ 2620 ડૉલરથી ઝડપી ઉછળી 2685 ડૉલર થઈ સપ્તાહને અંતે 2658 ડૉલર રહ્યો હતો. તેમજ સિલ્વર સ્પોટ 31.62 ડૉલરનો ભાવ રહ્યો હતો, જે 11 વર્ષની નવી હાઈ પર હતો.
યુએસ ફેડરલ રીઝર્વે ફેડ રેટમાં પચાસ બેસીસ પોઈન્ટનો કટ કર્યા હતો. ઈઝરાયલ અને લેબનોન વચ્ચે તંગદિલી વધી છે. તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે પણ યુદ્ધ ચાલુ છે. આમ ઈકોનોમીક લેવલ અને જીઓ પોલિટિકલ ટેન્શન વચ્ચે ગોલ્ડ અને સિલ્વરમાં સતત બાઈંગ ચાલુ રહ્યું હતું, અને સોનાના ભાવ ઑલ ટાઈમ હાઈના નવા લેવલ બતાવ્યા હતા. જ્યારે સિલ્વર 11 વર્ષની હાઈ પર હતી. સોનાચાંદીના ઊંચા ભાવ હોવા છતાં નવી ખરીદી ચાલુ રહી હતી. જો કે હોંગકોંગની ગોલ્ડની આયાત ઘટી હોવાના સમાચાર હતા. બીજી તરફ ભારતમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે, જેથી ઊંચા ભાવે પણ ગોલ્ડ સિલ્વરની ડિમાન્ડ વધી છે.
આગામી સપ્તાહે યુએસ જોબ રીપોર્ટ આવવાનો છે. યુરોપિયન સીપીઆઈ જાહેર થશે. યુએસ આઈએસએમ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ જાહેર થશે. જોલ્ટ્સ જોબ ઓપનિંગ રીપોર્ટ પણ આવશે. બીજુ ફેડરલ રીઝર્વના ચેરમેન જેરોમ પોવેલ સોમવારે નેશનલ એસોસિએશન ફોર બિઝનેસ ઈકોનોમિક્સ (NABE)ની વાર્ષિક મીટિંગની લાઈવ ઈવેન્ટમાં તેમનું પ્રવચન છે, તેમના નિવેદન પર બજારની નજર છે.
વીતેલા સપ્તાહના શુક્રવારે જ સોનાચાંદીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતાં સારુ એવું ટેકનિકલી રીએક્શન આવ્યું હતું, હવે આગામી સપ્તાહે સોનાચાંદીના ભાવ પ્રત્યાઘાતી ઘટાડો પચાવીને મજબૂત જ રહેશે. ફેડરલ રીઝર્વ આગામી મહિને હજી વધુ ફેડ રેટ કટ કરે તેવી વાતો વહેતી થઈ છે. ચાલુ વર્ષમાં ફેડ રેટમાં હજી વધુ પચાસ બેસીસ પોઈન્ટનો કટ આવશે, તેવા આશાવાદ પાછળ ગોલ્ડ અને સિલ્વર નવા ઊંચા ભાવે પણ નવા રોકાણ માટે હોટ ફેવરીટ રહ્યા છે.
આગામી સપ્તાહે સોનાચાંદી ભાવ મજબૂત જ રહેશે. સ્પોટ ગોલ્ડમાં 2650 ડૉલરના સ્ટોપલોસ રાખીને દરેક ઘટાડે ખરીદી શકાય ઉપરમાં ગોલ્ડ 2700 ડૉલર સુધી જઈ શકે છે. તેમજ સ્પોટ સિલ્વર 31.20 ડૉલરના સ્ટોપલોસે દરેક ઘટાડે નવી ખરીદી કરી શકાય. સિલ્વર 32.70 ડૉલરની સપાટી કૂદાવશે તો 34 ડૉલર થશે.
ગોલ્ડ ફયુચરમાં 2662 ડૉલરનો સપોર્ટ રાખીને દરેક ઘટાડે બાય કરી શકાય. ઉપરમાં 2710 ડૉલર સુધી જઈ શકે છે. તેમજ સિલ્વર ફયુચરમાં 31.56 ડૉલરનો સપોર્ટ રાખીને દરેક ઘટાડે બાય કરી શકાય અથવા હોલ્ડિંગ જાળવી રખાય. ઉપરમાં 34 ડૉલર સુધી જઈ શકે છે.
ભારતમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા છે. સોનાચાંદીના ભાવ ઊંચા છે, એટલે કે તહેવારોમાં સોનુંચાંદી ઊંચા ભાવે જ ખરીદવા પડશે. ભાવ સતત સ્ટ્રોંગ જ રહેવાના છે. માઈક્રોઈકોનોમી અને જીઓપોલિટિકલ ટેન્શન ને કારણે સૌથી સલામત રોકાણ તરીકે સોનું ચાંદી રહ્યા છે. વિશ્વના અને ખાસ કરીને ભારતીય શેરબજાર પણ હાઈ પર હાઈ ચાલી રહ્યા છે. તેની સાથે સોનું ચાંદી પણ સતત હાઈ ચાલી રહ્યા છે.