યુરોપિયન યુનિયન પર 50 ટકા ટેરિફ લાગુ કરવાની સમય મર્યાદા વધારાઈ, ટ્રમ્પે રાહત આપી

by Investing A2Z

નવી દિલ્હી- અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) યુરોપિયન યુનિયન પર 50 ટકા ટેરિફ (50 percent tariffs on European Union) લગાવવાની ડેડલાઈન 1 જૂનથી વધારીને 9 જુલાઈ કરી નાંખી છે. ટ્રમ્પને શા માટે આ ડેડલાઈનને વધારવી પડી? અમેરિકા પર તેની અસર થશે? જો આ ટેરિફનો અમલ શરૂ થયો હોત તો અમેરિકાની ઈકોનોમીને કેટલું નુકસાન થાત? વાંચો વિગતે…

અમેરિકાના પ્રેસિડેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન (European Union) પર 50 ટકા ટેરિફ લગાવવાની સમય મર્યાદા 9 જુલાઈ સુધી ટાળી દેવાઈ છે. (US President Donald Trump gives relief ) ટ્રમ્પે આ જાહેરાત તેમના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર કરી છે. તેના થોડાક સમય પહેલા તેમણે યુરોપિયન આયોગના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયન (European Commission Chairman Ursula Von der Leyen) સાથે વાત કરી હતી.

તેની પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે 1 જૂનથી યુરોપિયન યુનિયનના દેશો પર 50 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી. તેમનું માનવું હતું કે યુરોપિયન યુનિયન મુશ્કેલીઓ ઉભી કરી રહ્યું છે, અને તેમની સાથેની વાતચીત ચોક્કસ પરિણામ તરફ આગળ વધી રહી નથી.

પ્રેસિડેન્ટ ટ્રમ્પનું કહેવું છે કે યુરોપિયન યુનિયન આયોગના અધ્યક્ષ સાથે વાત થઈ, જેમાં તેમણે યુરોપિયન યુનિયન પર 50 ટકા ટેરિફ લગાવવાની ડેડલાઈન 1 જૂનથી આગળ ખસેડવાનો આગ્રહ કરાયો હતો. ટ્ર્મ્પે વધુમાં કહ્યું કે તેમના આગ્રહને માનીને તને 9 જુલાઈ, 2025 સુધી ટાળી દેવામાં આવ્યો છે. આ એ તારીખ છે કે જ્યારે ભારત સહિત વિશ્વના દશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યો હતો.

બ્લૂમબર્ગ ઈકોનોમિક્સની ગણતરી પ્રમાણે યુરોપિયન યુનિયન પર અમેરિકી ટેરિફ જો લાગુ થયો હોત તો તેનાથી 32.1 હજાર કરોડ ડૉલરના લેણ-દેણનો ઝટકો વાગ્યો હોત. તેનાથી અમેરિકાની જીડીપીને 0.6 ટકાનો ઝાટકો વાગત અને કીંમતોમાં 0.3 ટકાથી વધુ વધારો થવાની સંભાવના હતી.

Top Treanding News

ભારતે રચ્યો ઈતિહાસઃ વિશ્વમાં ચોથા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની

યુરોપિયન યુનિયન આયોગના અઘ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન એ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત સારી રહી છે. યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથે સૌથી મહત્વપૂર્ણ અને ધનિષ્ઠ વેપાર સંબધ છે. અમેરિકાના બિઝનેસના આંકડા જોઈએ તો વીતેલા વર્ષ 2024માં 60.58 હજાર કરોડ ડૉલરના મુલ્યના સામાનની આયાત થઈ હતી. જે વર્ષ 2023ના બિઝનેસના આંકડાથી 5.1 ટકા વધારે છે. ત્યારે 37.02 હજાર કરોડ ડૉલરના મુલ્યના સામાનની નિકાસ થઈ હતી, જેનાથી કુલ વેપાર ખાદ્ય 23.56 કરોડ ડૉલરની થઈ હતી. જે 2023ની સરખામણીએ 12.9 ટકા વધુ છે.

Related Posts

Leave a Comment