શેરબજારમાં તેજીની આગેકૂચ રહેશે, પ્રોફિટ બુકિંગ કરતાં રહેવું હિતાવહ

by Investing A2Z

શેરબજારમાં (Share Market India) આજે મંગળવારે તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ સેન્સેક્સ (BSE SENSEX) 378 પોઈન્ટના ઉછાળા સાથે 80,802 બંધ થયો હતો. એનએસઈ નિફટી (NSE Nifty) 126 પોઈન્ટ ઉછળી 24,698 બંઘ રહ્યો હતો. ઓઈલ, ગેસ, આઈટી, મેટલ, હેલ્થકેર અને પાવર સેકટરના શેરોમાં નવી ખરીદી આવી હતી. (Stock Market India)

સેન્સેક્સમાં 378 પોઈન્ટનો ઉછાળો

બીએસઈ સેન્સેક્સ 80,722 ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 80,517 થઈ અને ત્યાંથી વધી 80,942 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 80,802.86 બંધ થયો હતો. જે 378.18નો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટીમાં 126 પોઈન્ટનો ઉછાળો

એનએસઈ નિફટી 24,648 ખૂલીને શરૂમાં ઘટી 24,607 થઈ અને ત્યાંથી વધી 24,734 થઈ અને ટ્રેડિંગ સેસનને અંતે 24,698.85 બંધ થયો હતો, જે ગઈકાલના બંધની સરખામણીએ 126.20નો ઉછાળો દર્શાવે છે.

આજે શેરબજારમાં એફએમસીજી સેકટરના (FMCG) શેરોમાં નરમાઈ હતી, તે સિવાયના બેંક, હેલ્થકેર, આઈટી, મેટલ, પાવર અને ઓઈલ ગેસ સેકટરના શેરોમાં નવું બાઈંગ આવ્યું હતું. અને તમામ સેકટરના શેરોના ભાવ વધ્યા હતા.

આઈટી સ્ટોક છેલ્લા સાત ટ્રેડિંગ સેશનથી પ્લસ બંધ આવી રહ્યા છે. આઈટી સેકટરના પરિણામો પ્રોત્સાહક આવ્યા છે, તેની સાથે અમેરિકામાં ફંડ રેટ કટ પછી પણ આઈટી કંપનીઓને ફાયદો થશે, તેવી ગણતરી પાછળ આઈટી શેરોમાં સતત લેવાલી ચાલુ રહી છે, અને આઈટી ઈન્ડેક્સ ઑલ ટાઈમ હાઈ પર રહ્યો છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો (Crude Oil Prices) ભાવ ઘટીને 80 ડૉલર આજુબાજુ સ્ટેબલ થયો છે, આથી ઓઈલ અને ગેસ સેકટરની કંપનીઓના અર્નિંગ ફેન્ટાસ્ટિક આવશે, તેવી ધારણાએ ઓઈલ અને ગેસ સેકટરના શેરોમાં નવું બાઈંગ આવ્યું હતું, જેની શેરબજારના સેન્ટિમેન્ટ પર પોઝિટિવ અસર જોવા મળી હતી. ઓઈલ કંપનીઓના પ્રથમ ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક આવ્યા છે. જેથી પણ તેજીવાળા ઓપરેટરોની લેવાલી રહી હતી.

એડવાન્સ ડેકલાઈનઃ રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 1729 શેરના ભાવ વધ્યા હતા, 996 શેરના ભાવ ઘટ્યા હતા અને 78 શેરના ભાવ ફેરફાર વગર બંધ રહ્યા હતા.

52 વીક હાઈલોઃ 157 સ્ટોકના ભાવ વર્ષની નવી ઊંચી સપાટીએ હતા તેમજ 12 સ્ટોકના ભાવ વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યા હતા.

સર્કિટ બ્રેકરઃ 165 શેરમાં અપર સર્કિટ લાગી હતી જ્યારે 42 સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી હતી.

ટોપ ગેઈનર્સઃ એસબીઆઈ લાઈફ, એચડીએફસી લાઈફ, બજાજ ફાયનાન્સ, ઈન્ડુસઈન્ડ બેંક અને શ્રી રામ ફાયનાન્સ.

ટોપ લુઝર્સઃ ભારતી એરટેલ, ઓએનજીસી, એપોલો હોસ્પિટલ, અદાણી એન્ટરપ્રાઈઝ અને સિપ્લા.

Related Posts

Leave a Comment