Budget 2024: આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર નહી, બજેટની મહત્ત્વની જાહેરાતો… જાણો

by Investing A2Z

નાણાપ્રધાન નિર્મલા સીતારમને ( Finance Minister Nirmala Sitharaman ) આજે ગુરુવારે સસંદના સંયુક્ત સત્રમાં વચગાળાનું બજેટ ( Interim Budget 2024 ) રજૂ કર્યું હતું. જેમાં મધ્યમવર્ગીય પરિવાર માટે આવાસ, ઘરોમાં સૌર ઉર્જા લગાવાની ભેટ આપી છે. તેમટ આવકવેરાના ટેક્સ સ્લેબમાં કોઈપણ જાતનો ફેરફાર કર્યો નથી. લક્ષદ્રીપનો વિશેષ ઉલ્લેખ કર્યો છે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમને લોકસભામાં નાણાકીય વિધેયક 2024 રજૂ કર્યું હતું. આ મીની બજેટમાં દેશવાસીઓને મોટી રાહત કે છૂટ મળવાની આશા હતી. પણ કેન્દ્ર સરકારે વચગાળાના બજેટની પરંપરા મુજબ એવી કોઈ મોટી વાતની જાહેરાત કરી નથી. આવકવેરો ભરતાં કરદાતા માટે કોઈ છૂટછાટ નથી. બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાને મોદી સરકારની ઉપલબ્ધીઓનું જ વર્ણન કર્યું હતું.

માર્ચ કે એપ્રિલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેથી આ વચગાળાના બજેટમાં કોઈ એવી લોકપ્રિય જાહેરાત કરી શકાતી નથી. માત્ર ને માત્ર વોટ ઓન એકાઉન્ટ લેવાનું હોય છે. આથી સરકાર મોટી જાહેરાતો કે છૂટછાટ કે રાહતો આપવાથી દૂર રહી છે. જો કે કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 22 ટકા કર્યો છે.

બજેટમાં સૌથી મોટી જાહેરાત ( Budget Important Announcements )

  • (1) અત્યાર સુધીમાં 1 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવાઈ છે આ લક્ષ્ય 2 કરોડથી વધારીને 3 કરોડ કરાયું છે
  • (2) પીએમ આવાસ યોજનામાં ત્રણ કરોડ ઘર બનાવ્યા છે આગામી પાંચ વર્ષમાં વધુ 2 કરોડ ઘર બનાવવામાં આવશે
  • (3) સર્વાઈકલ કેન્સર માટે રસીકરણને વધુ જોર આપવામાં આવશે તે અનુસાર 9.14 વર્ષની બાળકીઓને મફતમાં રસી અપાશે

બજેટના મહત્ત્વની દરખાસ્ત ( Biggest proposals in the Budget 2024 )

(1) રાજકોષીય ખાદ્ય 5.1 ટકા રહેવાનું અનુમાન રખાયું છે.

(2) ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ 11 ટકા અને સંરક્ષણ ખર્ચ 11.1 ટકા વધારાયો

(3) સ્ટાર્ટઅપ માટેની ટેક્સ છૂટ એક વર્ષ માટે વધારી દેવાઈ.

(4) ત્રણ નવા રેલવે કોરિડોર બનાવાશે

(5) 40,000 સામાન્ય બોગીઓને વંદે ભારત ટ્રેનના સ્તરની બનાવાશે

(6) રાજ્યો માટે 75,000 કરોડની જોગવાઈ, 50 વર્ષ માટે વ્યાજ મુક્ત લોન

(7) જુલાઈમાં પૂર્ણ બજેટ રજૂ થશે

(8) આગામી પાંચ વર્ષ અભૂતપૂર્વ વિકાસના હશે

(9) એક કરોડ ઘરોમાં 100 યુનિટ વીજળી ફ્રી

(10) ઈલેક્ટ્રોનિક વાહનો ને સહાય અપાશે

(11) નાણાકીય વર્ષ 2024માં ટેક્સની આવક 23.24 લાખ કરોડ

(12) નાણાકીય વર્ષ 2025માં ટેક્સની આવકનું અનુમાન 38.21 લાખ કરોડ

(13) નાણાકીય વર્ષ 2024માં અનુમાનીત ખર્ચ 44.90 લાખ કરોડ

(14) નાણાકીય વર્ષ 2025માં કુલ અનુમાનીત ખર્ચ 47.66 લાખ કરોડ

(15) નાણાકીય વર્ષ 2025માં રોડ, હાઈવે પર ખર્ચ 2.78 લાખ કરોડ

(16) નાણાકીય વર્ષ 2024માં નાણાકીય ખાદ્યનું લક્ષ્ય 5.8 ટકા

(17) નાણાકીય વર્ષ 2025માં નાણાકીય ખાદ્યનું લક્ષ્ય 5.1 ટકા

(18) નાણાકીય વર્ષ 2026માં નાણાકીય ખાદ્યનું લક્ષ્ય 4.5 ટકા

(19) નૈનો ડીએપીનો વિસ્તાર કરાશે

(20) પાંચ ઈન્ટીગ્રેટેડ એક્વા પાર્ક બનાવાશે

બજેટના ચાર પિલર ( Four Pillars of Budget )

(1) ગરીબ

(2) મહિલા

(3) યુવા

(4) ખેડૂત(અન્નદાતા)

Related Posts

Leave a Comment