શેરબજારમાં સતત પાંચમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ સેન્સેક્સ 147 પોઈન્ટ વધી 81,000ની અતિમહત્વની સપાટી કૂદાવીને 81,053 બંધ થયો હતો. એનએસઈ નિફટી 47 પોઈન્ટ વધી 24,817 બંધ થયો હતો. બુલ રનમાં હવે શું કરાય તે માટે વીડિયો પર ક્લિક કરો…
સેન્સેક્સે 81,000ની સપાટી કૂદાવી
બીએસઈ સેન્સેક્સ 81,207 ખૂલીને શરૂમાં ઘટી 80,954 થઈ અને ત્યાંથી વધી 81,236 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 81,053.19 બંધ થયો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 147.89નો ઉછાળો દર્શાવે છે.
નિફટી ઈન્ડેક્સ 47.30 વધ્યો
એનએસઈ નિફટી ઈન્ડેક્સ 24,863 ખૂલીને શરૂમાં ઘટી 24,784 થઈ ત્યાંથી વધી 24,867 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 24,817.50 બંધ થયો હતો. જે 47.30 ની મજબૂતી દર્શાવે છે.
અમેરિકન સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોકમાં પોઝિટિવ સંકેત પાછળ ભારતીય શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલી ચાલુ રહી હતી. બેંક, એફએમસીજી, રીયલ્ટી, મેટલ અને ટેલિકોમ સેકટર પ્લસ હતા. ફાર્મા, આઈટી, ઓઈલ એન્ડ ગેસ અને ઓટો સેકટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું.
મહત્ત્વના સમાચાર
ઓગસ્ટ મહિનાનો મેન્યુફેકચરિંગ પીએમઆઈ 58 થી ઘટી 57.9 રહ્યો હતો.
એચએસબીસી ફલેશ ઈન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઈન્ડેક્સ 60 ઉપર રહ્યો છે, જે મજબૂત વૃદ્ધિનો સંકેત દર્શાવે છે.
ક્રૂડ ઓઈલનો ભાવ 76 ડૉલરની નીચે ગયો છે, જે 7 મહિનાની નીચી સપાટી બતાવે છે.
22 ઓગસ્ટ, 2024ને સાંજે 6 વાગ્યા પછી યુએસ જોબલેસ કલેઈમ ડેટા અને હોમ સેલ્સ ડેટા જાહેર થવાના છે.
યુએસ ફેડરલ રીઝર્વના ચેરપર્સન જેરોમ પોવેલની મિનિટ્સ જાહેર થવાની છે, જેમાં સપ્ટેમ્બરમાં ફેડ રેટ કટ બાબતે તેઓ શું બોલ્યા છે, તેના પર સૌની નજર રહેશે.
એડવાન્સ ડેકલાઈનઃ રેશિયો પોઝિટિવ રહ્યો, 1718 શેરના ભાવ વધ્યા હતા, 1023 શેરના ભાવ ઘટ્યા હતા અને 80 સ્ટોકના ભાવ ફેરફાર વગર બંધ થયા હતા.
52 વીક હાઈલોઃ 193 સ્ટોક વર્ષની નવી ઊંચા સપાટીએ હતા તો 4 સ્ટોકના ભાવ 52 વીકની નીચે બંધ હતા.
સર્કિટ બ્રેકરઃ 169 સ્ટોકમાં અપર સર્કિટ હતી અને 46 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ ગ્રાસિમ, તાતા કોન્સો. ભારતી એરટેલ, તાતા સ્ટીલ અને આઈસીઆઈસીઆઈ બેંક
ટોપ લુઝર્સઃ વીપ્રો, તાતા મોટર, ડૉ રેડ્ડી લેબ, એનટીપીસી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા.